SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ તેમણે પ્રતિમા પર જનોઈ દોરી તેથી તે બૌદ્ધ મૂર્તિ કહેવાય. પછી તેના પર પગ મૂકી બહાર નીકળી ગયાં. બૌદ્ધાચાર્ય દૂર રહીને બરાબર નિરીક્ષણ કરતા હતા એટલે તેમણે આ બંને શ્રમણની ચેષ્ટા જોઈ અને મોટા અવાજે શિષ્યોને ભેગા કર્યા અને કહ્યું કે પયંત્ર કરનાર આ બે શ્રમણો છે. આદેશ આપતાં કહ્યું, “આ બંનેનો નાશ કરો.” એ સાંભળતાં જ હજારો સુભટો આ બંનેની પાછળ પડ્યા. - હંસે સુભટોને કહ્યું તમે શસ્ત્રનો ઉપયોગ ન કરો. મારી સાથે શાસ્ત્રાર્થ કરો. તમારો મત કહે છે, “સર્વથા ક્ષણિકં'; જિન મત કહે છે, પદાર્થો નિત્યાનિત્ય છે. સત્યાસત્ય નિર્ણયનો અનેકાંતવાદનો સિદ્ધાંત અકાઢ્ય છે. તમે મોટી સંખ્યામાં હોવા છતાં આ સિદ્ધાંત પર મને હરાવી નહીં શકો. હંસે અત્યંત વિશ્વાસપૂર્વક આમ કહ્યું તેમ છતાં બૌદ્ધ ભિક્ષકગણ સ્વીકારવા તૈયાર ન હતા. તેઓ હંસને મારવા આગળ વધ્યા. હંસે પરમહંસને કહ્યું કે તું ભાગી જા અને સુરપાલ રાજાના શરણે જજે. તેઓ ન્યાયી છે. ત્યાં વાદવિવાદથી બૌદ્ધોને હરાવીને ગુરુદેવ પાસે પહોંચી જજે. સવિશેષ મારા તરફથી માફી માગીને કહેજે કે તેઓના વચનની અવગણનાનું ફળ મને મળી ગયું છે. ધર્મના ઝનૂનની પરાકાષ્ઠા હતી. બૌદ્ધ સુભટો મોટી સંખ્યામાં એક શ્રમણ પર તૂટી પડ્યા. હંસ મહાન યોદ્ધો હોવા છતાં સુભટો મોટી સંખ્યામાં હોવાના પરિણામે સામનો કરી શક્યા નહીં. વળી સુભટોના ચિત્તમાં વેરની આગ હતી. આખરે તેમણે હંસની હત્યા કરી. હંસે ધર્મરક્ષા માટે પ્રાણની આહુતિ આપી પણ બૌદ્ધ મતનું શરણ ન લીધું. ત્યાર પછી આ સુભટો પરમહંસની પાછળ પડ્યા અને તેની હત્યા કરી. એક એવો ઉલ્લેખ મળે છે કે તેમનું રજોહરણ દેવીએ પૌષધશાળામાં મૂક્યું તે જોઈને શ્રી હરિભદ્રસૂરિએ જાણ્યું કે શિષ્યોનું મૃત્યુ થયું છે. બીજું મંતવ્ય એ છે કે હંસના મૃત્યુ પછી પરમહંસ ત્યાંથી ભાગીને સુરપાલ રાજાને શરણે ગયો અને ત્યાંથી ગુરુદેવ પાસે પહોંચી ગયો. બધી હકીકત કહી અતિ શ્રમને કારણે તે પણ મૃત્યુ પામ્યો. આ બંને શિષ્યો વિનયના કારણે ગુરુદેવને અત્યંત પ્રિય હતા. આ ઉત્તમ શિષ્યોના મૃત્યુથી ગુરુદેવ અત્યંત દ્રવિત થયા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિના ચિત્તમાં તીવ્ર વેદનાના કારણે વેરભાવ પેદા થયો અને બૌદ્ધ સુભટોનો નાશ કરવાનો સંકલ્પ કર્યો. તેમણે સુરપાલ રાજાની સભામાં જઈ બૌદ્ધોને વાદમાં હરાવી ૧૪૦૦ સુભટોનો નાશ કરવાનો વિચાર કર્યો. તેમના મનમાં વૈરભાવનો અગ્નિ પ્રજવલિત થયો હતો. તે સુરપાલ રાજાની સભામાં પહોંચ્યા અને બૌદ્ધ ધર્માચાર્ય સાથે વાદવિવાદ કરવાની રજૂઆત કરી. સુરપાલ રાજા બૌદ્ધધર્મ મતના હતા. ધર્માચાર્યે રાજાને કહ્યું કે, “તમે બૌદ્ધધર્મી થઈ અન્ય મતના અનુયાયીને શા માટે શરણ આપો છો ? વળી તેમના શ્રમણે તો ભગવાનની પ્રતિમા પર પગ મૂક્યો છે. તેનો તો નાશ કરવો તે તમારો ધર્મ છે.” રાજાએ વિવેકપૂર્વક આચાર્યને શાંત કર્યા અને કહ્યું કે, “તમે જૈનાચાર્ય સાથે વાદવિવાદ કરો.' અંતે સુરપાલની રાજસભામાં વાદવિવાદ ગોઠવાયો. સૂરિએ વાદમાં બૌદ્ધ ભિખ્ખઓને હરાવ્યા
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy