SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતની જૈન હસ્તપ્રતોની લિપિઓની વિશેષતા સ્વરચિહ્નો જોડવાની પદ્ધતિમાં તેમજ ય અને ૬ વર્ણો સાથે જોડાક્ષરો લખવાની પદ્ધતિમાં તથા અંકચિહ્ન-લેખનમાં પ્રાચીન સ્વરૂપો જળવાઈ રહ્યાં છે. આ ઉપરાંત ગ્રંથલેખનના આરંભ અને અંતમાં પ્રયોજાતાં મંગલચિહ્નો, વર્ણ-વર્ણ અને પંક્તિ-પંક્તિ વચ્ચે નિશ્ચિત માપનું અંતર, પત્રક્રમાંક અક્ષરાત્મક અને અંકાત્મક બંને રીતે લખવો, હસ્તપ્રતના અંતમાં ગ્રંથાગ્ર કે ગ્રંથમાન (કુલ શ્લોકસંખ્યા) લખવું, હસ્તપ્રતના પત્રમાં અક્ષરોને લાક્ષણિક રીતે લખીને ચિત્રાકૃતિઓ બનાવવી તેમજ અધ્યાય, સર્ગ, ઉચ્છ્વાસ, લંભક, કાંડ, ઉદ્દેશ જેવા મુખ્ય વિભાગોની સમાપ્તિમાં ચિત્રાકૃતિઓ આલેખવી - ઇત્યાદિ અનેક વિશેષતાઓ જૈન લિપિમાં જોવા મળે છે. 73 આ રીતે ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય જ્ઞાનવારસારૂપ જૈન અને જૈનેતર હસ્તપ્રતોને જૈન સમાજે હસ્તપ્રતભંડારોમાં સાચવીને તેનું જે જતન કર્યું છે તે આ સમાજનું ભારતીય જ્ઞાનપરંપરામાં બહુમૂલ્ય અને અવિસ્મરણીય પ્રદાન છે. સંદર્ભ-સાહિત્ય ओझा, गौरीशंकर हीराचंद (१९९३), 'भारतीय प्राचीन लिपिमाला', नई दिल्ली; मुनशीराम मनोहरलाल पब्लिशर्स प्राइवेट लिमिटेड, तृतीय आवृत्ति ઠાકર, જયન્ત પ્રે. (૨૦૦૬). ‘હસ્તપ્રતવિજ્ઞાન', અમદાવાદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. નવાબ, સારાભાઈ મણિલાલ (સંપાદક અને પ્રકાશક - ૧૯૩૬), ‘જૈન ચિત્રકલ્પદ્રુમ', અમદાવાદ, કુમાર પ્રિન્ટરી, રાયપુર. પરીખ, પ્રવીણચંદ્ર ચિ. (૧૯૭૪), ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ (ઈ.સ. ૧૫૦૦ સુધી)', અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા. પરીખ, રસિકલાલ છો. અને શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. સંપા. (૧૯૭૬), ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’, ગ્રંથ ૪ : ‘સોલંકીકાલ', અમદાવાદ, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. (૧૯૭૩), ‘ભારતીય અભિલેખવિદ્યા'. અમદાવાદ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, પ્રથમ આવૃત્તિ શેલત, ભારતી (૨૦૦૫), ‘લિપિ’, અમદાવાદ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા સૌજન્ય : ‘જૈન ચિત્ર કલ્પદ્રુમ’માંથી લીધેલાં ચિત્રો બદલ.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy