SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતની જેન હસ્તપ્રતોની લિપિઓની વિશેષતા 61 ગુજરાતમાં ૯મી સદીથી ઉત્તરી શૈલીની આઘનાગરી લિપિનો પ્રયોગ થવા લાગ્યો. સોલંકી કાલ (ઈ.સ. ૯૪૨-૧૩૦૪) દરમિયાન ગુજરાતમાં નાગરી લિપિ લગભગ વર્તમાન નાગરી લિપિ જેવી બની. આ કાલ દરમિયાન રૂ , ૩, ધ, 7 અને વ જેવા અક્ષરોનો મરોડ અર્વાચીન બન્યો. %, મો, , , , અને મ જેવા થોડા અક્ષરોના મરોડ વિલક્ષણ રહ્યા. રૂ અને ડું ની સ્વરમાત્રામાં શિરોરેખા ઉમેરાઈ નથી. ની માત્રા માટે પડિમાત્રાનું પ્રચલન વિશેષ છે. શિરોરેખા ના અને પ ની પડિમાત્રા સુધી લંબાય છે. મૂળાક્ષરોમાં , , સ અને શ ની સરખામણીએ એના ઉત્તરી મરોડ વિશેષ પ્રચલિત છે. ૩ અને ૫ ના બંને મરોડ પ્રચલિત છે. (પરીખ અને શાસ્ત્રી, ૧૯૭૬, પટ્ટ ૧) (શાસ્ત્રી. ૧૯૭૩ : ૭૨-૭૮) ઈ.સ.ની ૧૫મીથી ૧૮મી સદી દરમિયાન , ૩, ખ, ગ, 7 અને ક્ષના ઉત્તરી મરોડ વધુ પ્રચલિત રહ્યા. તને બદલે શિરોરેખાવાળા ગુજરાતી “લ” જેવો મરોડ વધુ પ્રચાર પામ્યો. પડિમાત્રાને બદલે શિરોમાત્રા પ્રચલિત બની. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં મુદ્રણાલયના બાળબોધ અક્ષરોના મરોડ વધુ પ્રચલિત બન્યા. જૈન નાગરી લિપિ : જૈન નાગરી લિપિ ઘણે અંશે દેવનાગરી લિપિને મળતી આવે છે. પરંતુ કેટલાક વર્ણ, ખાસ કરીને જોડાક્ષર લખવાની પદ્ધતિ, પડિમાત્રાનો પ્રયોગ, અનેક પ્રકારના વિશિષ્ટ સંકેતોનું નિર્માણ વગેરેને લઈને જૈન હસ્તપ્રતોની લિપિ દેવનાગરી લિપિથી થોડી જુદી પડે છે. આથી આ લિપિને “જૈન લિપિ” કે “જૈન નાગરી લિપિ' કહે છે. સુંદર અને વ્યવસ્થિત લખાણ લખવા માટે જૈનોએ કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, ભોજક વગેરે અનેક જાતિઓની વ્યક્તિઓને હસ્તપ્રતોની પ્રતિલિપિઓ તૈયાર કરવાના લહિયા તરીકેનાં કામ આપ્યાં હતાં. (પરીખ, ૧૯૭૪ : ૨૪૭). ગુજરાતમાં સોલંકી કાલથી તાડપત્ર અને કાગળ પર લખાયેલી હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. તાડપત્ર ઉપર આ લિપિમાં લખાયેલ લખાણ પહેલવહેલું મહેશ્વરસૂરિકૃત “પંચમી કથા' ગ્રંથની સં. ૧૧૦૯ (ઈ.સ. ૧૦૫૨-૫૩)માં લખાયેલ હસ્તપ્રતમાં જોવા મળે છે (પરીખ, ૧૯૭૪ : ૨૪૭). આ હસ્તપ્રતો મુખ્યત્વે જૈન લેખકોએ લખી છે. આવી હસ્તપ્રતોનાં લખાણ લાંબાં અને સંકલિત હોવાથી એની લિપિમાં વર્ણમાલાના લગભગ બધા જ વર્ષો અને સંયુક્ત વ્યંજનોનું સ્વરૂપ જાણવા મળે છે. જેમ દેવનાગરી લિપિ એક જ સ્વરૂપની હોવા છતાં જુદી જુદી ટેવો, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરોડ આદિને લીધે અનેક રૂપોમાં વહેંચાઈ ગઈ તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદી જુદી ટેવો, પસંદગી આદિને કારણે અનેક ભાગોમાં વહેંચાઈ ગઈ. જેમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકોની લિપિ એવા અનેક પ્રકારો છે. યતિઓની લિપિ મોટે ભાગે અક્ષરના ટુકડા કરીને લખેલી હોય છે. અક્ષર લખતાં તેનાં સીધાંવાંકાં, આડાં-ઊભાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાંકને છૂટાં પાડીને લખવામાં અને જોડવામાં આવે છે. આથી યતિઓની લિપિના અક્ષર અત્યંત શોભાવાળા, પાંખડાં સુરેખ અને સુડોળ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy