SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ - ટીકા અંગે થોડુંક ચિંતન વિ. સં. ૨૦૬૯ના વર્ષમાં પૂજ્ય ગુરુભગવંત શ્રીવિજયશીલચંદ્રસૂરિજી મહારાજે શ્રીહરિભદ્રસૂરિજી રચિત યોગબિંદુપ્રકરણનું ટીકા (સાથે અધ્યયન કરાવ્યું. તે વખતે વાચનાનું સંશોધન-સંપાદન કરવાના આશયથી યોગબિંદુ-સટીકની તાડપત્રીય અને કાગળની પ્રતો પણ સાથે રાખી હતી. અધ્યયન દરમિયાન ખ્યાલ આવ્યો કે ટીકાના સંશોધનમાં એટલી મુશ્કેલી પાઠશુદ્ધિની નથી, જેટલી અર્થશુદ્ધિની છે. અર્થશુદ્ધિની આ સમસ્યા પ્રત્યે વિદ્વજ્જનોનું ધ્યાન દોરવાનો જ આ લખાણનો આશય છે. યોગબિંદુની ટીકા સ્વયં શ્રીહરિભદ્રસૂરિજીની રચના નથી તે વાત શ્રતવિર પૂજ્ય મુનિરાજ શ્રીજંબૂવિજયજી મહારાજે “યોગબિંદુના ટીકાકાર કોણ ?” એ લેખ લખીને બહુ સરસ રીતે સાબિત કરી આપી છે. (જુઓ ‘મહાવીર જૈન વિદ્યાલય - સુવર્ણમહોત્સવ ગ્રંથ', પૃ. ૩૮૭૦). તેઓએ સ્વમંતવ્યના સમર્થનમાં જે સચોટ પુરાવા ટાંક્યા છે તેમાં એક એ છે કે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં શ્લોક ૪૩થી ૪૪૨ તરીકે બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકમાંથી ચાર કારિકા ઉદ્ધત કરી છે. આ કારિકાઓ સર્વજ્ઞત્વ વિશેનું બૌદ્ધ મંતવ્ય સૂચવે છે. પરંતુ ટીકાકારે આ કારિકાઓ મીમાંસક કુમારિલના મત તરીકે વર્ણવી છે. આ અનાભોગ, ટીકાકાર ગ્રંથકારથી સ્પષ્ટપણે જુદા હોવાનું સૂચવે છે. આવું જ એક અન્ય દૃષ્ટાંત શ્લોક ૧૦૫ની ઉત્થાપનિકામાં જોવા મળે છે. યોગશતક - ગાથા ૧૦ની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે અન્ય યોગશાસ્ત્રકારના નામે ૫ શ્લોક ઉદ્ધત કર્યા છે. આ જ ૫ શ્લોક નજીવા ફેરફાર સાથે યોગબિંદુમાં શ્લોક ૧૦૧થી ૧૦૫ તરીકે ભગવાન ગોપેંદ્રના નામ સાથે ઉદ્ધત છે. પણ ટીકાકાર ૧૦પમા મુનિ શ્રી રૈલોક્યમંડનવિજયજી
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy