SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ 240 ફાલ્યુની ઝવેરી વહેવડાવી દે છે. આવી જ કંઈક અંતરની ઊર્મિઓને વર્ણસગાઈ દ્વારા પ્રાદુર્ભાવ કરવાનો પ્રયત્ન છે: પૂજા પ્રભુકી આનંદકાર, કરોને ભવિ લટક લટક લટક હાહાહુહુ આદિ સુરગણ, મિલગંધર્વ કટક સોલહ સિંગાર સજ કર આઈ, જિન પુર ભટક ભટક |* સગુણ ઉપાસનામાં તીર્થોનું અનેરું મહત્ત્વ છે. એમાંય તીર્થસ્થાનોમાં કરેલી ભાવભક્તિ (અનેકગણું) શતગણું ફળ આપે છે. જ્યારે ભક્ત અને ભગવાન એકબીજાની સન્મુખ હોય Àતમાંથી (બે) અદ્વૈત (એક) થવાની પ્રક્રિયા ભક્તિની પરાકાષ્ઠા રૂપે મંડાઈ હોય ત્યારે વહેતી ધારામાં ભક્ત પ્રભુને કેવાં વિશેષણોથી નવાજે છે ? અપછરા ઘૂંઘટ ખોલ કે, આગે નાચતે, ગીત ગાન ઔર તાન ખડા હરિ દેખતે ! હાં હાં રે. અહીં ભક્ત જાણે ભોલેબાબા ડમરુ બજાવતા હોય એવો વીરરસનો લ્હકો હાં હાં રે દ્વારા મૂક્યો છે. પ્રભુ જાણે કે નૃત્ય જોતા હોય અને દેવલોકની અપ્સરાઓ પોતાના ઘૂંઘટ ખોલીને પ્રભુ સમક્ષ નૃત્યની મહેફિલ સજાવતી હોય એવા રમ્ય ઉન્મેષો દ્વારા પોતાની ભાવવિભોરતા દર્શાવી દીધી છે. બીજી બાજુ ભૂલ્યો બાજી, ભોગવિઘનઘન ગાજી | આગમજ્યોત ન તાજી, કર્મકુટિલવશ કાજી | આ પંક્તિઓ તત્ત્વજ્ઞાનને પ્રધાનતા આપતી એવી ચોસઠકમની પૂજાની છે. તેની ગેયતા અને સુરાવલીની સજ્જતાને કારણે આ પંક્તિઓ જાણે જનસમુદાયમાં ગવાઈ ગવાઈને અમરત્વને વરી રાજી રાજી રાજી થઈને રાજી, પાપ કરમથી લાજી થઈને રાજી; આસવ ભાવના ભાજી થઈને રાજી, કર નર જિંદગી તાજી થઈને રાજી. આ પૂજાની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે આ બાર ભાવનાઓના સ્વરૂપને દર્શાવવાનું કવિકુલકિરીટ એવા લબ્ધિસૂરીશ્વરજીએ સમય પારખી મુઘલ સલ્તનત જ્યારે ગાદીનશીન છે, ત્યારે ગઝલ નામના ઉ મુસલમાનીય ગેય સાહિત્યપ્રકારમાં ઢાળી છે. ગહનબોધને અંત્યાનુપ્રાસ અને યમકના યુગપત પ્રયોગ યોજીને ઝલક મલક સાથે ભાવનું ફલક સર કર્યું છે. પૂજાઓમાંયે પંચકલ્યાણક પૂજાઓ તો જાણે હદનું વિસર્જન અને બેહદનું સર્જનની ઉક્તિને સુપેરે પાર પાડે છે. પ્રતિબિંબ પાસે ઠાવે રે, ઠાવે રે ઠાવે રે બહુ ભાવે ! સુરગિરિશંગે પ્રભુને રંગે, પંચરૂપ ધરી લાવે રે લાવે રે લાવે બહુ ભાવે, ધરાવે રે ધરાવે રે, મિલાવે રે મિલાવે રે, ગાવે રે ગાવે બહુ ભાવે. તીર્થંકર પરમાત્માના જન્મ સમયે મેરુગિરિ ઉપર ઇન્દ્ર-ઇન્દ્રાણીને બીજાં દેવ-દેવીઓ પાંચ રૂ૫ કરી પ્રભુનો જન્માભિષેક મહોત્સવ ઊજવે છે તેનું વર્ણન વાત્સલ્યરસની સાખ પૂરી જાય છે. રમતી ગમતી હમુને સાહેલી, બિહું મળી લીજીએ એક તાળી;
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy