SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સચિત્ર જેન હસ્તપ્રતો 235 ભંડાર, નેમિસૂરિનો ભંડાર અને શાંતિનાથનો ભંડાર. આમાં શાંતિનાથ ભંડાર સમગ્ર ગુજરાતમાં સહુથી સમૃદ્ધ અને મૂલ્યવાન ભંડારોમાંનો એક છે. અહીં ઈ. સ. ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન સંસ્કૃતમાં લખાયેલ પ્રાચીન અને દુર્લભ તાડપત્રીય હસ્તપ્રતો છે. ગુજરાતની ગ્રંથસ્થ લઘુચિત્રકલાના સહુથી પ્રાચીન નમૂના આ ભંડારની તાડપત્રીય સચિત્ર હસ્તપ્રતોમાંથી મળે છે. “દશવૈકાલિકસૂત્રની લઘુવૃત્તિ' હસ્તપ્રતના છેલ્લા પત્ર પરના ચિત્રમાં આસન પર બિરાજમાન આચાર્ય હેમચંદ્રાચાર્ય જમણા હાથમાં તાડપત્ર ધારણ કરી પોતાના શિષ્ય મહેન્દ્રસૂરિને પાઠ આપતા જણાય છે. મહેન્દ્રસૂરિની પાછળ બે હાથ જોડીને ઊભેલ દાઢીવાળા ગૃહસ્થની આકૃતિ રાજા કુમારપાળની છે. આ ચિત્ર આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળના જીવનકાળ દરમિયાન દોરાયેલું છે. આ પ્રત ૧૨મા સૈકાની છે. શાંતિનાથ ભંડારમાં સંગ્રહિત “નેમિનાથચરિત'ની ૧૩મી સદીની પ્રતમાં જૈન તીર્થંકર નેમિનાથ, અંબિકાદેવી અને અંજલિમુદ્રામાં શ્રાવક-શ્રાવિકાનાં ચિત્રો દોરાયેલાં છે. ૧૨મી સદીની એક અન્ય સચિત્ર પ્રતમાં બે ચિત્રો છે જેમાંના એક ચિત્રમાં પદ્માસન પર બેઠેલા મહાવીર સ્વામી અને બીજા ચિત્રમાં ત્રિભંગ અવસ્થામાં ઊભેલા ચતુર્ભુજ સરસ્વતીનું સુંદર ચિત્રણ થયેલું છે. અમદાવાદમાં. દેવશાના પાડાના ભંડારમાં “શ્રીપાલરાસની ઈ. સ. ૧૮૨૯માં તૈયાર થયેલ એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સૂરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષો-વનરાજીઓનાં દૃશ્યો અંકિત કરેલાં છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યોનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ નોંધપાત્ર છે. દેવશાના પાડાના દયાવિમલજી ભંડારમાં “કલ્પસૂત્રની ૧૫મી સદીની સચિત્ર હસ્તપ્રત છે. સુવર્ણ અક્ષરોમાં લખાયેલી આ પ્રતમાં રાગ-રાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રાંકન કરેલું છે. , અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં “શ્રીપાલરાસની હસ્તપ્રત (ઈ. સ. ૧૮૨૧-૧૮૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુરુષપાત્રોનાં પાઘડી, લાંબી બાંયનાં અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજીનું આલેખન મનોહર છે. આ ભંડારમાં ૧૯મી સદીની એક ચિત્રિત જેને “જ્ઞાનચૌપાર' જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચૌપાર તૈયાર કરાતી એમાં દેવલોકનું, સર્પો અને સીડીઓનું, નવગ્રહોનું તેમજ જુદી જુદી જીવયોનિઓનાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. વિવિધ પ્રકારનાં દેવલોક, સ્વર્ગ અને નરક તેમજ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચીપાર હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ લાખ યોનિઓનું પ્રતીક મનાતાં. ' ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીર સ્વામીનું અવન, જન્મ, નિર્વાણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy