SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં પરમાણુ-વિજ્ઞાન અત્યાર સુધી પ્રોટૉનને અવિભાજ્ય માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લાં સંશોધનોએ દર્શાવ્યું છે કે એ પ્રોટૉનના મૂળભૂત કણો ક્વાર્ક છે અને ત્રણ ક્વાર્ક ભેગા થઈ એક પ્રોટૉન બને છે. 9 જૈનદર્શનની માન્યતા પ્રમાણેનો ૫૨માણુ, આ બ્રહ્માંડના સકળ પદાર્થોના સર્જન માટે મૂળભૂત એકમ છે અને એ એક પરમાણુને સંપૂર્ણ રીતે જાણવો એટલે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થને જાણવા, કારણ કે એ એક પરમાણુ ભૂતકાળમાં આ બ્રહ્માંડના દરેક પદાર્થના ભાગ તરીકે રહેલો હતો અને ભવિષ્યમાં દરેક પદાર્થના મૂળભૂત એકમ તરીકે તે રહેવાનો છે એટલે તે એક જ પ૨માણુને જાણવા/ ઓળખવા માટે સમગ્ર બ્રહ્માંડના દરેક પદાર્થનું જ્ઞાન જરૂરી છે. તેથી કહ્યું કે જે એક પરમાણુનું સંપૂર્ણ જ્ઞાન મેળવે છે, તેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય છે અને જેને સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન છે તે એક પરમાણુને પણ સંપૂર્ણ રીતે જાણે છે. પુદ્ગલ દ્રવ્યનો દરેક પરમાણુ વર્ણ, ગંધ, ૨સ અને સ્પર્શ ધરાવે છે અને તે જ પુગલનું લક્ષણ છે. એટલે જ્યાં જ્યાં કોઈ પણ સાધન વડે કે ઇન્દ્રિય વડે વર્ણ અથવા ગંધ અથવા રસ અથવા સ્પર્શનો અનુભવ થતો હોય ત્યાં ત્યાં પરમાણુસમૂહો અવશ્ય હોય છે અને તે પદાર્થ પણ પૌદ્ગલિક છે તેમ માનવામાં આવે છે. ક્યારેક પરમાણુસમૂહ બહુ અલ્પ પ્રમાણમાં હોવાથી, તે પદાર્થમાંનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આપણી ઇન્દ્રિયથી ગ્રાહ્ય હોતાં નથી, પણ તેથી તેના અસ્તિત્વનો નિષેધ કરી શકાય નહિ. દા.ત. અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) કિરણો અને ઇન્ફ્રારેડ (અધોરક્ત) કિરણો, જે ચક્ષુથી ગ્રાહ્ય નથી છતાં ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એની અસર ઝીલવામાં આવે છે. જૈન ગ્રંથોએ શબ્દ (ધ્વનિ), અંધકાર, ઉદ્યોત (ઠંડો પ્રકાશ) દા.ત. ચંદ્રનો પ્રકાશ, આતપ (ઠંડા પદાર્થમાંથી નીકળતો ઉષ્ણ પ્રકાશ) એટલે કે સૂર્યનો પ્રકાશ, પ્રભા એટલે કે પ્રકાશના અનિયમિત પ્રસારણ અથવા પરાવર્તન અથવા વ્યતિકરણ વગેરેને પુદ્ગલના વિકાર સ્વરૂપ બતાવ્યાં છે એટલે કે પુદ્ગલના સૂક્ષ્મતમ અણુઓ (૫૨માણુઓ)થી બનેલ માન્યાં છે. પુદ્ગલ વિશે વર્ણન કરતાં તત્ત્વાર્થસૂત્ર (રચયિતા : વાચક શ્રી ઉમાસ્વાતિજી)ના પાંચમા અધ્યાયમાં જણાવ્યું છે કે પૂરન્તિ ગલન્તિ કૃતિ પુર્વીતા ' પુદ્ગલ દ્રવ્યમાં તેના નામ પ્રમાણે પૂરણ તથા ગલનની પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે. દરેક પ્રકારના પૌદ્ગલિક પદાર્થોમાં સર્જન એટલે કે નવા નવા પરમાણુઓનું ઉમેરાવું તથા પૂર્વના પરમાણુસમૂહોમાંથી કેટલાકની છૂટા પડવાની પ્રક્રિયા એટલે વિસર્જન સતત ચાલ્યા કરે છે. કોઈ પણ પદાર્થ સૂક્ષ્મબુદ્ધિથી જોતાં એકસરખો ક્યારેય રહેતો જ નથી. દા.ત. આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો છે. તેમાંથી દરરોજ લાખો કોષોનો નાશ અને બીજા લગભગ તેટલા જ અથવા તો વધતા-ઓછા કોષોનું નવસર્જન થતું જ રહે છે. આણ્વિક ભૌતિકશાસ્ત્રમાં આવતી બંધ (fussion) અને ભેદ (fission)ની પ્રક્રિયાઓ એ પૂરણ અને ગલનનાં શ્રેષ્ઠતમ ઉદાહરણો છે. આ બંને પ્રક્રિયા કરતી વખતે શક્તિની જરૂ૨ પડે છે, અમુક સંયોગોમાં બંધ (fussion)ની પ્રક્રિયાથી અણુશક્તિ મળે છે તો અમુક સંયોગોમાં ભેદ (fission)ની પ્રક્રિયાથી અણુશક્તિ મળે છે. આણ્વિક પ્રક્રિયામાં વપરાતા યુરેનિયમમાંથી તથા રેડિયમ વગેરેમાંથી ત્રણ પ્રકારનાં કિરણો
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy