SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રોહિત શાહ આપણા શરણે આવી જતા હોય, એ કામ આપણને મોક્ષની નજીક ઝડપથી લઈ જાય એમાં શંકા ખરી? 216 તુલસીદાસજીએ ધર્મ અને પાપની જે વ્યાખ્યા આપી છે એમાંથી પણ સાધર્મિક-વાત્સલ્યનું મંદ મંદ મધુરું સંગીત સંભળાય છે : દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. મોક્ષનો શૉર્ટકટ : ધર્મનું મૂળ દયા છે - કરુણા છે, કિંતુ પાપનું મૂળ તો અભિમાન છે. સહધર્મી સ્વજનોને આપણા સુખમાં સહભાગી બનાવતી વખતે આપણે મનમાં જો અહંકાર લાવીએ તો પાપ રોકડું જ છે. શૉર્ટકટ જેટલો લાભકારી હોય છે એટલો જ હંમેશાં જોખમી પણ હોય છે. એ માર્ગે પળેપળે સાવધ રહેવું . પડે. સહેજ ગાફેલ રહ્યા તો અહંકાર આપણી ઉપર સવાર થઈ જ જશે. અહમ્ને જાગૃતિપૂર્વક સખણો રાખવો અને સહધર્મી સ્વજનને લાગણીપૂર્વક સુખ વહેંચવું આ બંને સમાંતરે ચાલવાં જોઈએ. અહંકાર અંધકાર છે અને અંધકાર આપણને માર્ગ ભુલાવે છે. સાધર્મિક-વાત્સલ્ય માટે જૈન ધર્મમાં બે શબ્દો બીજા પણ મળે છે ઃ એક છે સ્વામીવાત્સલ્ય અને બીજો છે સ્વામીભક્તિ. એમાં સ્વામી શબ્દ પર વિશેષ ભાર મુકાયો છે. પોતાના સહધર્મીને સ્વામી તરીકે ઓળખવાની વિચક્ષણતા જૈન ધર્મ સિવાય બીજા કોઈ ધર્મમાં જોઈ છે ખરી ? સાધર્મિક એટલે કે સહધર્મી વ્યક્તિને સ્વામીની કક્ષાએ મૂકીએ એટલે આપણી જાતને અહંકારથી બચવાનું સુરક્ષાકવચ લાગી જાય. કારણ કે અહંકાર તો ત્યારે પજવે છે, જ્યારે આપણે પોતાની જાતને ઊંચા – મહાન સમજતા હોઈએ. અહીં તો સહધર્મીને સ્વામી સમજવાનો છે અને આપણે વિનમ્રભાવે એના સેવક બનવાનું છે. સેવક હોવાનો ભાવ મનમાં સ્થિર થઈ ગયા પછી અહંકાર ત્યાં પગ પણ મૂકી શકે એ વાતમાં માલ નથી. ત્યાગનો સાચો મર્મ : ત્યાગની વાત પણ હકીકતમાં તો બીજાઓને સુખ વહેંચવાની જ છે ને ! આપણે જ્યાં સુધી આપણાં સુખો ત્યાગીશું નહિ, ત્યાં સુધી એ સુખો બીજાઓ સુધી પહોંચશે કઈ રીતે ? ધારો કે, હું બસમાં પ્રવાસ કરી રહ્યો છું. મને બેસવા માટે સરસ જગા મળી ગઈ છે, પરંતુ મારા સહપ્રવાસીઓમાં કેટલાકને જગા નથી મળી. જેમને જગા નથી મળી એમાં કેટલાક તંદુરસ્ત તરુણો છે, કેટલાક પ્રૌઢો છે અને કેટલીક મહિલાઓ પણ છે. પરંતુ એ બધાંમાં એક વ્યક્તિ અપંગ છે. એ અપંગ વ્યક્તિને બસની ભીડમાં હડસેલા ખાતી જોઈને મને કરુણા-દયા જાગે છે અને હું એને વિનમ્રભાવે મારી સીટ પર બેસવાનો આદર-આગ્રહ બતાવું છું. એ વખતે મારે મારી સીટનો ત્યાગ કરવો જ પડે અને તો જ હું એ અપંગ વ્યક્તિને સુખ-સગવડ આપી શકું. બીજાને સુખ આપવા માટે કરેલો ત્યાગ જ સાચો ત્યાગ છે. ત્યાગનો અર્થ માત્ર છોડી દેવું કે ફેંકી દેવું એવો સીમિત નથી. સાચો ત્યાગ એટલે સંપૂર્ણ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy