SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 212 નિરંજના શ્વેતકેતુ વોરા પ્રયોગો, છ પ્રકારની વેશ્યાઓ, બાવીસ પ્રકારની કાયસ્થિતિ, અન્તક્રિયા-ઓવન-ઉત્પત્તિ; સંસ્થાન, ક્રિયાઓ, આઠ પ્રકારની કર્મપ્રકૃતિ; આહાર, ભય, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ સંઘાત, કષાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર અને પર્યાપ્તિ વગેરેના સંદર્ભમાં જીવ દ્રવ્યનું કરેલું વિસ્તૃત નિરૂપણની દૃષ્ટિએ પ્રજ્ઞાપનાસૂત્ર ખૂબ મહત્ત્વનું અને નોંધપાત્ર છે. જૈનદર્શનના દ્રવ્ય સિદ્ધાન્તનો સમગ્ર પરિચય અહીં ઉપલબ્ધ નથી. ધર્મ, અધર્મ, કાળ, પુદ્ગલ અને આકાશ વિશેના કેટલાક ઉલ્લેખો માત્ર મળે છે. પણ વિવિધ દૃષ્ટિકોણથી થયેલી જીવદ્રવ્યની પ્રજ્ઞાપના જૈન ધર્મનું એક વિશિષ્ટ પરિમાણ આપણી સમક્ષ પ્રગટ કરે છે. સાંપ્રતકાલીન અણુ-પરમાણુ વિશેની વૈજ્ઞાનિક શોધો અને પ્રાચીન ધર્મશાસ્ત્રનાં તે વિશેનાં કેટલાંક પ્રતિપાદનોઃ ખરેખર તો આપણું વિશ્વ તેની રચના અને તેના નિયમો આદિકાળથી આજ સુધી માનવને માટે કુતૂહલ અને પરમ આશ્ચર્યના વિષયો રહ્યા છે. આમ, જુઓ તો જ્ઞાનવિજ્ઞાનની ઉપાસના અને સૃષ્ટિને સમજવાના આપણા પ્રયત્નોનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. ખરેખર તો કેટલીક સદીઓ પહેલાં જ્યારે ફિઝિક્સ વિજ્ઞાનનો ઉદ્દભવ થયો ત્યારે આ ગ્રીક શબ્દની મૂળ ધાતુ “ફિઝિસ” એવી હતી, જેનો અર્થ “સૃષ્ટિનું મૂળ તત્ત્વ' તેવો થાય છે. એ સમયે વિજ્ઞાનની આવી અને આજે છે એટલી અનેકવિધ શાખાઓ ન હતી. વિજ્ઞાનીઓ ત્યારે “નેચરલ ફિલૉસોફર” કહેવાતા અને તેઓ તત્ત્વજ્ઞાની જ કહેવાતા; તેમાંથી પછી આજે જેને “ટેકનૉલૉજી કહીએ છીએ તેનો જન્મ થયો. આજે જ્ઞાન-વિજ્ઞાનનો ગમે તેટલો વિકાસ થયો હોવા છતાં, ઉપનિષદમાં શિષ્ય દ્વારા “અથાતો બ્રહ્મજિજ્ઞાસા'ના સંદર્ભે પુછાયેલી પ્રશ્નપરંપરા “અથાતો બ્રહ્માંડ જિજ્ઞાસા સુધી વિસ્તરે છે. બ્રહ્માંડનાં રહસ્યો અને સમગ્રતાને હજુ આજનું વિજ્ઞાન સંપૂર્ણતયા સમજાવી શક્યું નથી. વૈજ્ઞાનિકો જેમ જેમ સૃષ્ટિનાં બ્રહ્માંડનાં અવનવાં રહસ્યોને આપણી સમક્ષ પ્રગટ કરતા રહે છે, તે સાથે જ કેટલાય અવનવા વિશાળ અને વિશિષ્ટ પ્રશ્નો પણ ઊભા થતા જાય છે અને અજ્ઞાનનાં ક્ષેત્રો પણ તેટેલાં જ ખૂલતાં જાય છે. આજે એમ માનવામાં આવે છે કે દેખાતા વિશ્વની ઉત્પત્તિ આશરે તેર અબજ વર્ષ પહેલાં એક મહાવિસ્ફોટમાંથી થઈ, જેને “બિગ બેંગ” કહેવાય છે. બ્રહ્માંડની શરૂઆતની ક્ષણોનો કંઈક ખ્યાલ મળે, તેના માટે “લાર્જ હેડ્રોન કોલઇડર' નામના એક પ્રયોગનો આરંભ વૈજ્ઞાનિકોએ કર્યો છે. પદાર્થની મૂળ રચનાને સમજવાનો આ પ્રયોગ અત્યારે ૨૭ કિલોમીટર લાંબી ટનલમાં જિનીવા ખાતે ચાલી રહ્યો છે. અને તેમાં આખીય દુનિયાના વિવિધ દેશોના વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. આ પ્રયોગનો મૂળ સિદ્ધાંત તો સરળ છે. આપણે બ્રહ્માંડમાં જે જોઈએ છીએ તે સઘળું દ્રવ્ય અણુપરમાણુઓનું બનેલું છે. અણુમાં તેના કેન્દ્રમાં પ્રોટૉન તથા ન્યૂટ્રોન નામના કણો હોય છે, અને આ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રૉન કણો ફરતા હોય છે. વિશ્વમાં “હિઝ બોઝોન' નામનો કણ અવશ્ય અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ, તેમ આ વૈજ્ઞાનિકો માને છે અને તેને મેળવવા અથાગ પ્રયત્ન અને આશ્ચર્યકારક પ્રયોગો કરી રહ્યા છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy