SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન અને દ્રવ્યાનુયોગ 209 દ્રવ્યના સંદર્ભમાં સપ્તભંગીનું નિરૂપણ છે : (૧) દ્રવ્ય સ્માત્ અસ્તિ છે, (૨) દ્રવ્ય યાત્ નાસ્તિ છે, (૩) દ્રવ્ય સ્થાત્ અસ્તિ અને નાસ્તિ છે, (૪) દ્રવ્ય યાત્ અવક્તવ્ય છે, (૫) દ્રવ્ય સ્માત્ અસ્તિ અને અવક્તવ્ય છે, (૬) દ્રવ્ય સાત્ નાસ્તિ અને અવક્તવ્ય છે અને (૭) દ્રવ્ય યાત્ અસ્તિ, નાસ્તિ અને અવક્તવ્ય છે. સ્વચતુષ્ટય દ્રવ્યને સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સ્વભાવની દૃષ્ટિએ વર્ણવવામાં આવે છે. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવને સ્વચતુષ્ટય કહેવામાં આવે છે. સ્વદ્રવ્ય એટલે નિજ ગુણપર્યાયોની આધારભૂત વસ્તુ પોતે, સ્વક્ષેત્ર એટલે વસ્તુનો નિજ વિસ્તાર અર્થાત્ સ્વપ્રદેશસમૂહ, સ્વકાળ એટલે વસ્તુનો પોતાનો વર્તમાન પર્યાય, સ્વભાવ એટલે નિજગુણ - સ્વશક્તિ. सो चेव जादि मरणं जादि ण णठ्ठो ण चेव उप्पण्णो । उप्पण्णो य विणट्ठो देवो मणुसु ति पज्जाओ ॥ (१.१८) તે જ જન્મે છે અને મૃત્યુ પામે છે, છતાં તે ઉત્પન્ન થતો નથી અને નષ્ટ થતો નથી; દેવ, મનુષ્ય એવો પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. દ્રવ્ય કેટલીક રીતે વ્યય અને ઉત્પાદવાળું હોવા છતાં તેને અવિનાશી અને અજન્મા કહ્યું છે. તેનો જે વિનાશ અને ઉત્પત્તિ દેખાય છે તે સ્વરૂપી દૃષ્ટિએ એક પ્રકારનું પરિવર્તન છે. પૂર્વે એક દેહમાં આશ્રય લઈને રહેલો જીવ, તે દેહ નાશ પામતાં અન્ય રૂપે પરિણમે છે. જે ઉત્પન્ન થાય છે અને લય પામે છે તે દેવ માનવ – વગેરે પર્યાયો કે સ્વરૂપો છે. અહીં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ શરીર અને આત્માની ભિન્નતાને વર્ણવતાં કહેલો શ્લોક પણ મનનીય છે : વાસાંસિ જિર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃષ્ણાતિ નરોડપરાણિ તથા શરીરાણિ વિહાય જીનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ (૨-૨૨) જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી - આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે. (૨-૨૨). અહીં દ્રવ્યની પર્યાયાત્મકતા કે સ્વરૂપ-પરિવર્તનના ધર્મનો જ નિર્દેશ થયેલો જોઈ શકાય છે. શ્રીમદ્ રાજચંદ્રે આ દૃષ્ટિએ પણ દ્રવ્ય-પર્યાય વિશે નિરૂપણ કર્યું છે. ‘દેહ છતાં દેહાતીત’ એવી મહાવિદેહી જીવનમુક્ત દશા અનુભવનારા અને ‘હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું’ – એમ કહેનારા શ્રીમદ્ રાજચંદ્રએ સૃષ્ટિના સ્વરૂપનું રહસ્ય અને દેહથી ભિન્ન સ્વપર-પ્રકાશક ૫રમ જ્યોતિસ્વરૂપ એવા આત્માને પામવા-સમજવા ઘણું મંથન કર્યું હતું. પોતાના અનુભવપ્રત્યક્ષ સાથે સુમેળ સાધતા ભગવાન મહાવીરના વિશ્વવ્યવસ્થા વિશેના વિચારો વિશે પણ ઊંડું તત્ત્વચિંતન કરીને ‘વીતરાગે ખરું કહ્યું છે’ - એવી પ્રતીતિ તેમને થઈ હતી.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy