SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 206. નિરંજના શ્વેતકેતુ વોરા જડ-ચેતનાત્મક સંપૂર્ણ ભરપૂર લોક છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ એ ચાર અમૂર્ત દ્રવ્ય છે. વસ્તુતાએ કાળ ઔપચારિક દ્રવ્ય છે. કાળ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. દ્રવ્ય ગુણપર્યાયાત્મ છે. જીવ-અજીવ દ્રવ્યનો પ્રકારભેદે વિશેષ પરિચય: ૧. તે નિત્ય ચૈતન્ય સ્વભાવરૂપ-ઉપયોગના લક્ષણવાળો હોવાથી એક જ છે. ૨. જ્ઞાન અને દર્શન એવા ભેદને કારણે બે પ્રકારનો છે. ૩. ઉત્પાદ, દ્રૌવ્ય અને વિનાશ એ ત્રણ લક્ષણવાળો હોવાથી અથવા કર્મફળ, ચેતના, કાર્યચેતના અને જ્ઞાનચેતના એ ત્રણ પ્રકારે ત્રણ લક્ષણવાળો છે. ૪. દેવ, મનુષ્ય, નારક અને તિર્યંચ - એ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. ૫. પારિણામિક, ઔદારિક વગેરે પાંચ મુખ્ય ગુણોની પ્રધાનતા હોવાને કારણે પંચાગ્ર ગુણપ્રધાન છે. $ ૬. જીવ ચાર દિશામાં અને ઉપર તથા નીચે એમ છ દિશામાં ગમન કરતો હોવાથી છ અપક્રમસહિત છે. ૭. અસ્તિ, નાસ્તિ વગેરે સપ્તભંગી યુક્ત હોવાને કારણે સપ્તભંગી છે. જ્ઞાનાવરણ વગેરે આ કર્મો તથા સમ્યકત્વ વગેરે આઠ ગુણોના આશ્રયભૂત હોવાને કારણે અષ્ટ આશ્રય છે. ૯. નવ પદાર્થ કે તત્ત્વો જીવ, અજીવ, પાપ, પુષ્ય, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ રૂપે પ્રવર્તમાન હોવાથી નવ અર્થરૂપ છે. ૧૦. અગ્નિ, પાણી, વાયુ, પૃથ્વી, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, દીદ્રિય, ત્રિદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. દ્રવ્યસંગ્રહમાં જીવ અને અજીવનું સ્વરૂપ આ રીતે વર્ણવ્યું છે. जीवो उवओगमओ अमुत्ति कत्ता सदेहपरिमाणो । પોત્તા સંસારત્યો સિદ્ધો સો વિરૂણોદ્ધારૂં ૨-૨ | જીવ ઉપયોગમય છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહ-પરિમાણ છે, ભોક્તા છે, સંસારમાં સ્થિત છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઊર્ધ્વગમન કરનાર છે, તે જીવ છે. અહીં જીવનાં નવ લક્ષણો અનુસાર તેના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યું છે. तिक्काले चदुपाणा इंदियबलमाउ आणपाणो य । ववहारा सो जीवो णिच्छयणयदो दु चेदणा जस्स ॥ १-३॥
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy