SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 198 રશ્મિ ભેદ કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દેહ અને દેહાથમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. પાતંજલ યોગસૂત્રમાં જે વસ્તુ જેવી નથી તેમાં તેવી બુદ્ધિ રાખવી તે અવિદ્યા કહેવાય છે. અનિત્ય વસ્તુમાં નિત્યપણાની બુદ્ધિ રાખવી, દુઃખરૂપ વસ્તુમાં સુખરૂપતાની બુદ્ધિ રાખવી અને જડ વસ્તુમાં ચેતનતાની બુદ્ધિ રાખવી એ અવિદ્યા છે. આ મિથ્યાજ્ઞાનરૂપ અવિદ્યાનો વિવેકખ્યાતિરૂપ વિદ્યા વડે વિનાશ થાય તે જ કૈવલ્ય છે. સમ્યફચારિત્ર જૈનદર્શનમાં મોક્ષમાર્ગનું પ્રમુખ સાધન છે. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે છે. પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગના અંતર્ગત સર્વપ્રથમ યમનિયમને ચારિત્રનિર્માણના સાધન તરીકે પ્રસ્તુત કરેલા છે. “યમ” એ અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ છે. યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ વ્રતોનો સમાવેશ કરેલો છે. આ પાંચ વ્રત એ જ જૈનદર્શનમાં મૂળભૂત વ્રતો છે જે સાધુ માટે મહાવ્રત અને ગૃહસ્થ માટે અણુવ્રત તરીકે દર્શાવેલાં છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ વ્રત કોને કહેવાય એ દર્શાવતાં કહે છે - હિંસા-ડવૃતિ-સ્તે-ડબ્રહ, પરિપ્રદેશો-વિરતિર્વતમ્ IIછે. આ વ્રતના બે ભેદ છે – હિંસાદિ પાપોથી દેશથી (આંશિક) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા નિવૃત્તિ તે મહાવ્રત છે. આ પાંચ વ્રતનું પાલન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ યોગસૂત્રમાં કર્યું છે. દા. ત. જે વ્યક્તિના અંતઃકરણમાં અહિંસાવૃત્તિ દઢ થાય છે તેના સાનિધ્યમાં હિંસક સ્વભાવવાળાં પ્રાણી પણ પોતાની વેરવૃત્તિનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરે છે. આ યોગદર્શનનું દૃષ્ટાંત તીર્થંકર મહાવીરના જીવનમાં પણ જોવા મળે છે. મહાવીરને ચંડકૌશિક સર્પે ડંખ માર્યો ત્યારે તેમણે તેના પર મૈત્રીભાવનો પ્રયોગ કર્યો હતો. નિયમ” એ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું અંગ છે. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન - આ પાંચ નિયમોનો સમાવેશ છે. જૈનદર્શનમાં નિયમોના અંતર્ગત સ્વના અનુશાસન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલની મર્યાદા સહિત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપેલા છે જે ગૃહસ્થ ધર્મ માટે અણુવ્રતની સુરક્ષા અને વિકાસ માટે છે. અષ્ટાંગ યોગના નિયમમાં ચોથો નિયમ જે તપ છે એનો ક્રિયાયોગમાં સમાવેશ કરાયેલો છે. જૈનદર્શનમાં તપ બે પ્રકારે છે - બાહ્ય તપ અને અત્યંતર તપ. જેના પાછા છ-છ ભેદો છે. અનશન, ઊણોદરી, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શપ્યાસન અને કાયક્લેશ એમ છ પ્રકારનાં બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અત્યંતર તપ છે. અષ્ટાંગ યોગમાં પાંચમો નિયમ “ઈશ્વરપ્રણિધાન” છે. ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિ અને સ્થિરતાસ્વરૂપ સિદ્ધિ થાય છે એમ કહે છે. પાતંજલ યોગદર્શનના મતે ઈશ્વરમાં અપ્રતિહત - સહજ એવું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy