SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 178 સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી હિતાય, બહુજન સુખાય' - પોતાની જાતને સમર્પીને અલ્પ વયમાં જ બંનેએ આ પૃથ્વીમાંથી મહાપ્રયાણ કર્યું. સ્વામી વિવેકાનંદે કૉલકાતામાં બેલૂર મઠમાં પોતાના ઓરડામાં ૪ જુલાઈ ૧૯૦૨ના રોજ ફક્ત ૩૯ વર્ષની વયે મહાસમાધિ લીધી તો શ્રી વીરચંદ ગાંધીનો દેહવિલય ૭મી ઓગસ્ટ ૧૯૦૧ના રોજ ૩૭ વર્ષની વયે થયો. બંને કરુણામૂર્તિ હતા. ‘શિવભાવથી જીવસેવા'ના આદર્શ અનુસાર સ્વામીજીએ પોતાનું સર્વસ્વ સેવાકાર્યોમાં અર્પિત કર્યું. દરિદ્રનારાયણ અને રોગીનારાયણની સેવામાં લાગી જવા પોતાના શિષ્યોને સ્વામીજીએ હાકલ કરી. “આત્મનો મોક્ષાર્થ જગતું હિતાય ચ'ના આદર્શથી “રામકૃષ્ણ મિશન'ની સ્થાપના કરી. ૧૮૯૮માં જ્યારે કોલકાતામાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે પોતાનું સ્વાચ્ય ખરાબ હોવા છતાં તેઓ પોતાના શિષ્યો સાથે પ્રાણપણે રાહતકાર્યમાં લાગી ગયા. રાહતકાર્ય માટે જ્યારે ફંડનો અભાવ થયો ત્યારે જીવનભરની મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ માટે મહા પરિશ્રમથી મેળવેલ બેલૂડ મઠની જમીન વેચવા પણ તૈયાર થઈ ગયા. જોકે પછીથી શ્રી મા શારદાદેવીના સૂચનથી ને અણધારી , મદદ મળતાં આ મુશ્કેલીમાંથી રામકૃષ્ણ મિશન બચી ગયું. પણ સ્વામીજીના હૃદયની વિશાળતાનું આ સૂચક છે. શ્રી વીરચંદ ગાંધી પણ કરુણામૂર્તિ હતા. ૧૮૯૬માં જ્યારે તેમને ભારતના દુષ્કાળના સમાચાર અમેરિકામાં મળ્યા ત્યારે વિશ્વધર્મ પરિષદના પ્રમુખ સી. સી. બોનીના અધ્યક્ષપદે અને પોતાના મંત્રીપદે એક દુષ્કાળ રાહત સમિતિની સ્થાપના કરી. શિકાગોની જનતાને દર્દભરી અપીલ કરતાં તાત્કાલિક રાહતના પગલા તરીકે અન્ન ભરેલું જહાજ તુરત જ રવાના કરવામાં આવ્યું અને વિશેષમાં રાહતકાર્ય માટે ટહેલ નાખતાં ત્યાંની જનતાએ શ્રી વીરચંદભાઈની ઝોળી છલકાવી દીધી. લગભગ ચાલીશ હજાર રૂપિયા રોકડા દેશના વિવિધ ભાગોમાં રાહત અર્થે મોકલવામાં આવ્યા. સ્વામીજીએ કહ્યું હતું, શિક્ષણ, શિક્ષણ, શિક્ષણ. ભારતની બધી સમસ્યાઓનું સમાધાન છે શિક્ષણ.’ આમ જનતાની અને નારીઓની કેળવણી પર સ્વામી વિવેકાનંદે સવિશેષ ધ્યાન આપવા કહ્યું હતું. તેઓ દેશમાં નારી-જાગરણ અને નારી-શિક્ષણના પ્રથમ હિમાયતીઓમાંના એક હતા. | શ્રી વીરચંદ ગાંધીએ પણ ભારતમાં અને ખાસ કરીને જૈન સમાજમાં નવી કેળવણીનો વ્યાપક પ્રચાર થાય, એ માટેની સુવિધા ઉપલબ્ધ થાય એ માટે અથાક પ્રયત્નો કર્યા હતા. એમના પ્રયત્નોથી અમેરિકામાં 'International Society for the Education of Women in India’ નામે સંસ્થા સ્થપાઈ હતી અને એમના પ્રયત્નોથી જ ત્રણ ભારતીય બહેનોને આ દ્વારા રહેઠાણ અને અભ્યાસના ખર્ચની સગવડ કરી અમેરિકામાં અભ્યાસાર્થે મોકલવામાં આવ્યાં હતાં. ભારતીય સન્નારીઓ સમાજમાં પોતાના સ્થાનને સમજે અને સાક્ષર શિક્ષિત સ્ત્રીઓ સાવિત્રી, મૈત્રેયી, ગાર્ગી અને દમયંતી જેવી સતી સ્ત્રીઓના જેવો પોતાનો દરજ્જો પુનઃ પ્રાપ્ત કરે એવો ઉદ્દેશ આ સંસ્થાનો હતો. બંનેના સમયે જ્ઞાતિબંધન, ટૂંકી દૃષ્ટિ અને વિદેશયાત્રાનો વિરોધ હોવા છતાં બંને મહાનુભાવોએ ધર્મના પ્રચારાર્થે સાગર ખેડ્યા. આ માટે બંનેને વિદેશ જતાં પહેલાં, અને વિદેશથી પાછા ફર્યા બાદ કેટલું સહન કરવું પડ્યું હતું ! સમુયાત્રા હિંદુ શાસ્ત્રોમાં નિષિદ્ધ છે એમ જણાવી
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy