SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ 164 કનુભાઈ એલ. શાહ મધ્યકાલીન સમયના ૧૧મા, ૧૨મા અને ૧૩મા સૈકામાં તો તે જૈનોનું કેન્દ્રસ્થાન હતું. તે સમયમાં જૈન ધર્મને ઉદાર રાજ્યાશ્રય મળ્યો હતો. તેના લીધે આ આચાર્યો ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ તથા અન્ય વિષયો પર સાહિત્યનું સર્જન કરી શક્યા હતા. જૈન આચાર્યોએ ગુજરાતના પાટનગરમાં તેમજ અન્ય સ્થાનોએ રહીને અનેક વિષયોનું માતબર સાહિત્ય રચ્યું છે. મધ્યકાલીન સાહિત્યમાંથી જૈનોએ રચેલા સાહિત્ય- સંગ્રહ માટે ગ્રંથભંડારો પણ જૈનોએ જ સ્થાપ્યા છે અને એમાં જૈનોએ પોતાના ધાર્મિક સાહિત્ય ઉપરાંત બ્રાહ્મણ અને બૌદ્ધોના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથોની હસ્તલિખિત પ્રતો પણ પાટણ, ખંભાત વગેરે ઠેકાણે સચવાયેલી જોવા મળે છે. આ જૈન ભંડારોને લીધે જ જૈન, બ્રાહ્મણો તથા બૌદ્ધોના પ્રાચીન અમૂલ્ય ગ્રંથો અહીંના ભંડારોમાંથી મળી આવે છે. જે અન્ય કોઈ ઠેકાણેથી મળે નહીં તેવા છે. આ ગ્રંથોએ ભારતીય વિદ્વાનો, ઇતિહાસવેત્તાઓ અને ભાષાશાસ્ત્રીઓને આકર્ષ્યા છે, એટલું જ નહીં પરંતુ યુરોપ અને અમેરિકાના વિદ્વાનોએ પણ આ પાટણના ગ્રંથભંડારોમાંથી વસ્તુ હકીકતો મેળવીને પોતાના સંશોધનને વેગ આપ્યો છે.' ઈ. સ.ના અગિયારમા, બારમા અને તેરમા સૈકામાં પાટણનું રાજકીય મહત્ત્વ ખૂબ જ હતું. તેમજ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રભાવના કારણે વિદ્યાપ્રવૃત્તિને રાજ્યાશ્રય મળ્યો હોવાને કારણે ખૂબ જ વિદ્યાપ્રવૃત્તિ વિકસી હતી. આ સમયમાં ઇતિહાસ, ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન સાહિત્ય સંબંધિત ઘણા ગ્રંથોની રચના થઈ હતી. આ ગ્રંથો આપણી સંસ્કૃતિના સંદર્ભે ખૂબ જ મહત્ત્વના પુરવાર થયા છે. જૈનાચાર્યો અને સાધુઓએ જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિકસાવવામાં ઊંડો રસ લીધો હોય તેમ સ્પષ્ટ જણાય છે. જેસલમેર, ખંભાત, પાટણના કે અન્ય જૈન જ્ઞાનભંડારોમાં જૈન ધર્મ-તત્ત્વજ્ઞાન સંબંધિત સાહિત્ય ખરું જ. આ ફક્ત સાંપ્રદાયિક સાહિત્યનો જ સંગ્રહ નહિ, પરંતુ ભારતીય વ્યાપક સાહિત્યનો જ એ સંગ્રહ સમજવો જોઈએ. આ ભંડારો કાગળ પરની પ્રતિઓના તેમજ તાડપત્રીય ઇતર જ્ઞાનસંગ્રહના સમજવા જોઈએ. મુનિ પુણ્યવિજયજીએ નોંધ્યું છે કે “આ ભંડારો વૈદિક જૈન અને બૌદ્ધિક ગ્રંથોની ખાણરૂપ ગણવા જોઈએ. આમાં દરેક પ્રકારના સાહિત્યનો સંગ્રહ હોવાથી તે ભારતીય પ્રજાનો અણમોલ ખજાનો છે.' જૈન જ્ઞાનભંડારોમાં માત્ર જૈન કૃતિઓ જ મળે છે અને તેની સાચવણી કરવામાં આવે છે એવું નથી. આ જ્ઞાનભંડારોમાં જૈન અને જૈનેતર કૃતિઓનો સાહિત્યનો સમાવેશ કરાયેલો જોવા મળે છે. જૈન ભંડારોમાં જૈન અને અજૈન લેખકો દ્વારા રચિત કૃતિઓ અને જૈન ધર્મ તેમજ અન્ય ધર્મસંપ્રદાયોના ગ્રંથો ઉપરાંત જ્ઞાનવિશ્વના વિવિધ વિષયો જેવા કે કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, આયુર્વેદ, જ્યોતિષ, ઇતિહાસ-સંસ્કૃતિ, દર્શનશાસ્ત્ર, વિજ્ઞાન, લલિતકલાઓ વગેરેની હસ્તપ્રતો સંગ્રહાયેલી અને સચવાયેલી છે. જૈન ધર્મ અને દર્શન વિષયના વિપુલ માત્રામાં ગ્રંથોનો સંગ્રહ જોવા મળે છે. પરંતુ અન્ય ધર્મ-દર્શનો કે સાહિત્યના સંગ્રહ પ્રત્યે જૈન સમાજ કે સાધુઓએ સાંપ્રદાયિકતા કે અણગમો દર્શાવ્યાં નથી. વિશેષ તો જૈનેતર સાહિત્યની પ્રાપ્તિ અને અધ્યયન માટે જૈન મુનિભગવંતો તત્પર રહ્યા છે અને પૂરતો સહકાર આપેલો જોવા મળે છે. જૈન અને જૈનેતર સાહિત્ય ધરાવતા આ ભંડારોનું મુનિ ભગવંતોની પ્રેરણાથી અને ખુશાલીની
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy