SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 130 વિનોદ કપાસી આવેલા જૈનો - જેઓ એક- બીજાને નૈરોબી, મોમ્બાસાં જેવાં શહેરોમાં ઓળખતા જ હતાં. તેઓ બ્રિટનમાં તેમના પરિચયો તાજા કરે, હળે મળે અને એકબીજાને આ દેશમાં સ્થિર થવામાં સહાય કરે. ૧૯૯૫થી ૧૯૭૦ના ગાળામાં આ નવા જૈનોએ હોલ ભાડે રાખીને પ્રતિક્રમણ કરવાનું તથા નાનામોટા પ્રશંસો ઊજવવાનું શરૂ કર્યું. આવા પ્રસંગોએ જ એકબીજાને ખબર પડતી કે તેઓ સહુ આફ્રિકાથી આવીને ક્યાં ક્યાં વસેલા છે. ભારતથી આવેલા જૈનો જેમાં ગુજરાતી, મારવાડી, પંજાબી વગેરે સામેલ હતા. તેઓ પ્રારંભે અલગ પડી જતાં હતાં. તેઓનાં અન્ય સગાં-વહાલાં કે ઓળખીતા નહીવતું હતાં. માત્ર પર્યુષણ જેવા પ્રસંગે તેઓ કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં. ૧૯૭૨ના યુગાન્ડાના “એલોડસ બાદ ઘણા જૈનોનું પણ ફરજિયાત સ્થળાંતર થયું અને તેઓ બ્રિટનમાં આવીને વસ્યા. કેન્યા અને ટાંઝાનિયાથી પણ અન્ય ભારતીય લોકોનો પ્રવાહ તો ચાલુ જ હતો. હાલારી વિસા ઓશવાળોએ તેમની સંસ્થા દ્વારા ગતિવિધિઓ વધારી. * . . અત્યારે બ્રિટનમાં ૩૦થી વધારે જૈન સંસ્થાઓ છે તેમનો હવે થોડો પરિચય કરી લઈએ. ૩૦ જેટલી જૈન સંસ્થાઓમાંથી માત્ર છ-સાત એવી સંસ્થાઓ છે જેની પ્રવૃત્તિઓ નોંધનીય બની રહે છે. આ મુખ્ય સંસ્થાઓ સિવાયની બીજી સંસ્થાઓનું કાર્યક્ષેત્ર અત્યંત સીમિત છે યા તો તેમનું અસ્તિત્વ થોડા કાર્યકરો અને બહુ ઓછા કાર્યક્રમો પર ટકી રહ્યું છે. (૧) ઓશવાળ એસોશિએશન ઑફ યુ.કે. : બ્રિટનમાં ૧૫થી ૨૦ હજાર જૈનોને આવરી લેતી આ સંસ્થાનું મુખ્ય કેન્દ્ર લંડનની ઉત્તરે પોર્ટ્સ બાર નાના ગામમાં છે. ૮૪ એકર જમીનમાં પથરાયેલી આ જગ્યા ૧૯૮૦માં ૪૧૪૦૦૦ પાઉન્ડના ખર્ચે ખરીદવામાં આવી હતી. જંગ્યા લીધા બાદ ધીરે ધીરે અહીં વિશાળ “ફંકશન હૉલ બાંધવામાં આવ્યો. આ હૉલમાં ઉપર-નીચે ૬૦૦ લોકો બેસી શકે, જમી શકે તેવી સગવડતાઓ ઉપલબ્ધ છે. લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ આ હોલ ભાડે આપવામાં આવે છે અને સંસ્થા માટે આવકનું એક સાધન બની રહેલ છે. હૉલ સાથે નીચે આવેલા ડાઇનિંગ ફેસિલિટી તથા વિશાળ કાર પાર્કિંગની સુવિધાઓને લઈને આ હૉલ ભાડે લેવા માટે એકાદ વર્ષ અગાઉ બુક કરાવવો પડે છે ! ઓશવાળ લોકોએ હવે તો પોતાની આગવી સૂઝ તથા નાણાકીય સધ્ધરતાને લઈને આ જગ્યાએ એક ભવ્ય દેરાસરનું નિર્માણ કરેલ છે. સંપૂર્ણ ભારતીય પ્રણાલિકા પ્રમાણે તૈયાર થયેલું આ દેરાસર શાંતભર્યા આફ્લાદક વાતાવરણમાં એક અનોખી છાપ ઊભી કરે છે. ઓશવાળોની મુખ્ય સંસ્થાના નેજા હેઠળ નવ જેટલી વિભાગીય શાખાઓ છે. તથા અન્ય સેવાઓ આપતી પેટા સંસ્થાઓ પણ છે. બાળકો માટે ભાષાનું શિક્ષણ આપવા ખાસ વર્ગો ચાલે છે. યુવકો માટે બહેનો માટે તથા વૃદ્ધાવસ્થાની આરે આવેલા વડીલો માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ઓશવાળ એસોશિએશને દક્ષિણ લંડનમાં પણ તેમની પ્રવૃત્તિઓ માટે ‘મહાજન વાડી' ખરીદેલ છે. સ્થાનિક ઓશવાળ ભાઈબહેનોનું આ સાંસ્કૃતિક કેન્દ્ર છે. અને હવે ૨૦૧૨માં લંડનના પશ્ચિમોત્તર વિસ્તાર કિન્સબરીમાં સંસ્થાએ એક મોટું મકાન
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy