SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન જેને સાહિત્યના સંશોધનની સમસ્યાઓ 107 લેખનદોષો અંતરાયરૂપ બને છે. ક્યારેક અક્ષર બેવડાય, ક્યારેક અક્ષર છૂટી જાય, ક્યારેક આડાઅવળા ગોઠવાઈ જાય તો ક્યારેક મૂળનો પાઠ ન ઊકલતાં પાઠ સ્વેચ્છાએ પણ ગોઠવાયો હોય. “ગુણરત્નાકર છંદની વાચના માટે મેં જે હસ્તપ્રતનો આધાર લીધો હતો જેમાં આરંભે જ સરસ્વતીદેવીના ગુણવર્ણનમાં વિરચિત કવિજનહૃદયે પાઠ હતો, જેનો અર્થાન્વય અસ્પષ્ટ રહેતો હતો. પરંતુ અન્ય પ્રતોમાં એનો શુદ્ધ પાઠ મળી આવ્યો. તે હતો – ‘વિચરિત કવિજનહૃદયે”. ક્યારેક પદ્યાત્મક કૃતિની એક હસ્તપ્રતમાં જે પદ્યકડીઓ હોય એનાથી બીજી હસ્તપ્રતમાં વધારાની કડીઓ જોવા મળે. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય કે આ બીજી હસ્તપ્રતમાં લહિયાએ કડીઓ પ્રક્ષિપ્ત કરી છે કે પછી પહેલી હસ્તપ્રતમાં મૂળની કડીઓ છૂટી ગઈ છે ? - લહિયાની કલમે હસ્તપ્રતોમાં જોવા મળતી જોડણીની અતંત્રતા તો પાર વિનાની હોય છે. એક જ હસ્તપ્રતમાં અનેક વાર વપરાયેલો એક જ શબ્દ જુદી જુદી જોડણીમાં લખાયેલો હોય છે. ત્યારે લિવ્યંતર કરતી વેળા સંશોધક ગડમથલ અનુભવે. આ સંદર્ભે એણે જોડણી માટે એક ચોક્કસ પદ્ધતિનો નિર્ણય લેવો પડે. લિપિવાચન, પાઠનિર્ધારણ, અર્થનિર્ણયની અશુદ્ધિ : જેમ લહિયાના લેખનદોષો વાચના તૈયાર કરવામાં સમસ્યાઓ સર્જે છે એમ સંશોધકની લિપિવાચનની અલ્પજ્ઞતાને લઈને પણ સમસ્યા સર્જાય છે. લિપિવાચનની સજ્જતા એ હસ્તપ્રતસંશોધકની પ્રાથમિકતા છે. કેમ કે કેટલાક વર્ષો પરત્વે વર્તમાન લિપિ કરતાં હસ્તપ્રતોનો લિપિમરોડ જુદો પડે છે. જેને લઈને “ભ', “લ” જેવો વંચાઈ જવાને કારણે “ભક્ષણ' પાઠ “લક્ષણ' થઈ જાય, “પ” “ય' જેવો વંચાઈ જતાં “પાપ” “પાય' થઈ જાય, જૈન હસ્તપ્રતોમાં વિશેષતઃ જોવા મળતી પડિમાત્રા હ્રસ્વ ઇ તરીકે વંચાઈ જતાં “હેત” શબ્દ “હિત' થઈ જાય. અને આમ વાચનામાં અશુદ્ધ પાઠોની પરંપરા સર્જાય; જેને કારણે અર્થવ્યો બંધબેસતા થાય જ નહીં, કાં તો ખોટા અર્થસંદર્ભો * ઊભા થાય. વળી, લિપિબદ્ધ કેટલાક અક્ષરો ઉચ્ચારની દૃષ્ટિએ પણ જુદા પડતા હોય છે. હસ્તપ્રતનો ‘ષ” ખ' તરીકે, ક્વચિત્ “વ” “બ' તરીકે, “ય” “જ' તરીકે ઉચ્ચારવાનો હોય છે. જેમ કે “આંષલડીનો ઉચ્ચાર “આંખલડી”, “બ્રાહ્મણનો ઉચ્ચાર “બ્રાહ્મણ” અને “દયો'નો ઉચ્ચાર “દેજો” થાય. કેટલાક જોડાક્ષરો પણ વર્તમાન પદ્ધતિથી અલગ રીતે લખાયેલા હોય છે. હસ્તપ્રતમાં બધા જ અક્ષરો સળંગ–ભેગા લખાયેલા હોઈને પદવિભાજન (પાઠનિર્ધારણ) એ સંશોધક માટે ખરી કસોટીનો મુદ્દો બને છે. એ માટે ભાષા અને વિષયની સજ્જતા એને સહાયક બને છે. નહીંતર, સંશોધકનું લિપિવાચન સંપૂર્ણ શુદ્ધ હોય છતાં જો પદવિભાજન ખોટું થયું હોય તોપણ વાચનામાં અશુદ્ધ પાઠોની સમસ્યા સર્જાય છે. જૈન સાધુકવિ લાવણ્યસમયત નેમિરંગરત્નાકર છંદમાં કૃષ્ણની રાણીઓ, કૃષ્ણના પિતરાઈ ભાઈ નેમિકુમારને લગ્ન કરવા ફોસલાવે–પટાવે છે એનું વર્ણન કરતો મૂળ પાઠ આ પ્રમાણે છે : ઇણિ પરિ અતિઘણ ઉઠાં મેલી'. (આ પ્રમાણે ઘણાં દૃષ્ટાંતો જોડીને.) પણ સંપાદકને ‘ઉઠાં” શબ્દ
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy