SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 102 રશ્મિ ઝવેરી ચિંતન અને લેખનને જાય છે. ધ્યાન અને યોગ પછી અનુપ્રેક્ષા ધ્યાન અને અંતે કાયોત્સર્ગ – શરીર અને આત્માનું ભેદજ્ઞાન વગેરે ઉપર મનનાત્મક પુસ્તકો રચ્યાં છે. પ્રેક્ષાધ્યાન વિષય પર અગિયાર અને ધ્યાન ઉપર પણ એમણે અગિયાર જેટલાં પુસ્તકોની રચના કરી હતી, જેમ કે (૧) આભામંડળ, (૨) ઊર્જા કી યાત્રા, (૩) તનાવ, (૪) તબ હોતા હૈ ધ્યાન કા જન્મ, (૫) ધ્યાન ક્યોં ? (૬) ન સોચના ભી સીખું, (૭) નિર્વિચાર કી ઓર (2) રૂપાંતરણ કી પ્રક્રિયા (૯) વિચાર ઔર નિર્વિચાર (૧૦) વિચાર કા અનુબંધ (૧૧) વિચાર કો બદલના સીએં. કવિ - મહાપ્રજ્ઞ: મહાપ્રજ્ઞનું હૃદય કવિહૃદય હતું. તેઓ કવિતાનું સર્જન નહોતા કરતા. એ તો સ્વયં એમની લેખિનીમાંથી વહી જતી. એમનાં ઉત્તમ કાવ્યાત્મક સર્જનો છે - “સંબોધિ', ‘અગ્નિ જલતી હૈ', “અક્ષર કો પ્રણામ', “અતુલા-તુલા', “અપથ કા પથ', ‘અભ્યદય', “અશબ્દ કા શબ્દ', “આલોક પ્રજ્ઞા કા', ‘ઊર્જા કી યાત્રા”, “ઋષભાયણ”, “એક પુષ્પ એક પરિમલ’, ‘ગાગર મેં સાગર', ઘર ઘર દીપ જલે', “ચૈત્ય પુરુષ જગ જાએ’, ‘જ્ઞાત-અજ્ઞાત', ‘તટ દો – પ્રવાહ એક’, ‘તુલસી યશોવિલાસ', “પાથેય', 'ફૂલ ઔર અંગારે”, “બંદી શબ્દ મુક્ત ભાવ', “ભેદ મેં છિપા અભેદ', મુકુલમ્', “શ્વાસ : વિશ્વાસ', “સૂરજ ફિર આએગા' આદિ. લગભગ ૨૫-૩૦ વર્ષની વયે એમણે લઘુકાવ્ય બનાવેલું – “મનકા પંખી ચાંચ માર રહા હૈ – જીવન કે દર્પણ પર. ઔર ઉસમેં દેખ રહા હૈ અપના પ્રતિબિંબ પર ઉસે માન રહા હૈ અપના પ્રતિદ્વન્દ્ર.' ગહન વિષયોને કાવ્યબદ્ધ કરનારી આવી હતી એમની વિરલ કાવ્યપ્રતિભા. જીવનચરિત્રો ઃ ભગવાન મહાવીરનાં જીવન તથા કવન ઉપરાંત એમણે પાંચ અન્ય જીવનચરિત્રો પણ લખ્યાં હતાં; જેમ કે “અજાત શત્રુ કી જીવનયાત્રા”, “ઋષભ ઔર મહાવીર', ઋષભાયણ', “રત્નપાલ ચરિત (સંસ્કૃત)', “યાત્રા એક વિજય કી' (જંબુકુમારનું અનેક દૃષ્ટાંતો સાથેનું જીવન). તેરાપંથ : મહાપ્રજ્ઞજી તેરાપંથ સંપ્રદાયના મુનિ, યુવાચાર્ય અને આચાર્ય હતા. તેરાપંથની વિશેષતા છે – એનું અનુશાસન અને એકતા. આ વિષયો પર એમની રચના છે – “તેરાપંથ', તેરાપંથ : શાસન અનુશાસન', “અનુશાસન કે સૂત્ર” અને “અનુશાસન સંહિતા'. આહાર અને આરોગ્ય : આત્મા સિવાય બીજું બધું “અન્ય' છે અને આત્માના નિજ ગુણની પ્રાપ્તિ જ માનવજીવનનું સાધ્ય છે. પણ એ સાધ્ય માટે માનવદેહને એ ઉત્તમ સાધન માનતા હતા. તેથી શરીરને સ્વસ્થ રાખવા એમણે આહાર, આરોગ્ય, સ્વાચ્ય, આદિ પર ગહન ચિંતન કર્યું હતું અને એમાંથી એ વિષય પર આઠ પુસ્તકોનું સર્જન થયું ઃ (૧) આમંત્રણ આરોગ્ય કો, (૨) આહાર ઔર આરોગ્ય, (૩) તુમ સ્વસ્થ રહ સકતે હો, (૪) પહલા સુખ નીરોગી કાયા, (૫) ભીતર કા રોગ : ભીતર કા ઇલાજ, (૭) મૈત્રી બુઢાપે કે સાથ, (૭) શક્તિ કી સાધના, (૮) સ્વાથ્ય કી ત્રિવેણી.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy