SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ 96 ગુણવંત બરવાળિયા કાળ ઘણો નિર્દય છે. શરીર દુર્બળ છે. ભાખંડ પંખીની માફક સાવધાનીથી વિચરવું જોઈએ. ' વિશ્વના તમામ વિષયો એક યા બીજી રીતે આગમમાં સંગોપ્યા છે. વ્યક્તિ, કુટુંબ કે વિશ્વની એક સમસ્યાનું સમાધાન આગમમાંથી મળે છે. આગમમાં લખાયેલ સૂક્તિઓ, ગાથાઓ શુષ્ક કે તર્કવાદી નથી, પરંતુ જેમનું જીવન એક પ્રયોગશાળા હતું તેવા પરમવૈજ્ઞાનિક પ્રભુ મહાવીરની અનુભૂતિની એરણ પર ઘડાયેલ પરમસત્યની સફળ અભિવ્યક્તિ છે. આ આગમવાણીના જનક માત્ર વિચારક કે ચિંતક જ નહિ, પરંતુ ઉત્કૃષ્ટ સાધક હતા. વ્રતોને માત્ર ચિંતનની ભૂમિકા સુધી સીમિત ન રાખતાં, ચારિત્રઆચારમાં પરાવર્તિત થઈને આવેલા આ વિચારો શાસ્ત્ર બની ગયા જે જીવને શિવ બનાવી પરમપદને પ્રાપ્ત કરવા સક્ષમ છે. સદ્દગુરુની આજ્ઞા લઈ આ આગમસૂત્રોનો સ્વાધ્યાય કરવામાં આવે. જ્ઞાની ગુરુભગવંતોના સમાગમમાં તેનો શાસ્ત્રાર્થ સમજવામાં આવે અને તેનું નિજી જીવનમાં આચરણમાં અવતરણ થાય તો અવશ્ય આપણને મુક્તિપંથ મળે. જિનાગમમાં સૂત્રસિદ્ધાંતમાં વિચાર, વાણી અને વર્તનની વૃત્તિ-પ્રવૃત્તિ અને નિવૃત્તિની ભાવના અને કર્તવ્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ કાળે અને ક્ષેત્રે ભીતરની સંપદાની એકવીસ હજાર વર્ષ સુધીનો માલિકીહક્ક આપતો આ આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. - પુષ્પરાવર્ત મેઘની-વર્ષાની અસરથી વર્ષા ન આવે તો પણ કેટલાંક વર્ષ ફળો અને પાક આવ્યાં કરે, પરંતુ ભગવાન મહાવીરની વાણી ઉપદેશધારા રૂપ આ પાવન મેઘવર્ષાની અસર આ આરાની સમાપ્તિ એટલે કે એકવીશ હજાર વર્ષ સુધી રહેનાર છે. ગુરુકૃપાએ તે પાવન વાણીને ઝીલવાનું આપણને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy