SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 94 ગુણવંત બરવાળિયા છે જેના દ્વારા સામુદાયિક સુમેળતાનું સર્જન થાય છે. આ સૂત્ર સાધુ, સાધ્વી, શ્રાવકો અને પરિવાર વચ્ચે સંવાદનું સર્જન કરાવતું શાસ્ત્ર છે. સાધકોને સાધનાની વિશુદ્ધિ માટે અવશ્ય કરવાયોગ્ય અનુષ્ઠાનોનું નિરૂપણ કરતું આગમ તે શ્રી આવશ્યક સૂત્ર છે. વ્યવહારમાં આપણે તેને પ્રતિક્રમણ સૂત્ર કહીએ છીએ. આત્મવિશુદ્ધિ કરવા માટે જે ક્રિયા અવશ્ય કરવાની છે તેને આવશ્યક કહ્યું છે. આવશ્યકને જ્ઞાનીઓએ જીવનશુદ્ધિ, સંયમ-વિશુદ્ધિની ક્રિયા કહી સાધનાનો પ્રાણ કહેલ છે. સમભાવની સાધના એ સામાયિક છે. તીર્થંકરોની સ્તુતિ ચૌવિસત્થોથી શ્રદ્ધા બળવાન બને છે. વંદના દ્વારા સાધકનો ભક્તિભાવ પ્રગટ થાય છે. પ્રતિક્રમણ એ પાપથી પાછા ફરવાની પ્રક્રિયા છે. અંતર્મુખ થઈ આત્મભાવમાં સ્થિર થવા માટે કાઉસગ્ગ અને ભવિષ્યનાં કર્મોના નિરોધ માટે પચ્ચક્ખાણ એમ આ છ આવશ્યકની આરાધના સાધકના આત્મવિશુદ્ધિના લક્ષને સફળ બનાવવામાં સહાયક બને છે. પ્રતિક્રમણ સાધક અને શ્રાવક બન્ને માટે દરરોજ કરવાયોગ્ય એવી પ્રક્રિયા છે જેનાથી આત્માની શુદ્ધિ અને વિશુદ્ધિ વર્તે છે. કર્મો જે દ૨૨ોજ બંધાતાં હોય તે નિઘ્ધત બંધાય છે અને નિકાચિત કક્ષાના થતાં અટકી જાય છે. તેની પ્રક્રિયા પણ આ જ પ્રતિક્રમણ સૂત્રમાં બતાવેલી છે. જે કર્મને અવશ્ય ભોગવ્યા વિના ક્ષય કરી શકાય તે નિત. દરરોજના પાપનું જ્યારે પ્રતિક્રમણ ક૨વામાં આવે છે ત્યારે પાપની કક્ષા નિધત બની જાય છે, પરંતુ જ્યારે પ્રતિક્રમણ ક૨વામાં નથી આવતું ત્યારે તે કર્મો નિકાચિત બની જાય તેનું વર્ણન આ સૂત્રમાં છે. સાધકો અને શ્રાવકો નિત્ય પ્રતિક્રમણ કરે તો તે પરમપદ સુધી પહોંચી શકે છે. અગિયાર અંગ સૂત્રો, બાર ઉપાંગ સૂત્રો, ચાર મૂળ, ચાર છેદ અને એક આવશ્યક સૂત્ર એમ બત્રીસ આગમો આત્મસુધારણા માટે સાધકને કઈ રીતે ઉપયોગી છે તેની વિચારણા આપણે કરી. સ્થાનકવાસી અને તેરાપંથ સંપ્રદાયમાં બત્રીસ આગમ સૂત્રોનો સ્વીકાર થયો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક આરાધકોની માન્યતા પ્રમાણે દસ પયન્ના સૂત્ર - પ્રકીર્ણક સહિત બીજા તેર આગમ ગ્રંથોને સ્વીકાર્યા છે. તીર્થંકર દેવે અર્થથી જણાવેલ શ્રુતને અનુસરીને પ્રજ્ઞાવાન મુનિવરો જેની રચના કરે તેને પ્રકીર્ણક કે પયન્ના કહે છે. ચતુઃશરણ પ્રકીર્ણકમાં ૩૪ અતિષયોથી વિભૂષિત અરિહંતોનો પરિચય અને ચાર શરણ સ્વીકારની વાત સાથે દુષ્કૃત્ય ગર્હા ને સુકૃત અનુમોદનાની વાત કહી છે. મહાપ્રત્યાખ્યાનમાં પાપ કરવું એ દુષ્કર નથી, પરંતુ કરેલાં પાપોની નિર્મળ ભાવે આલોચના કરવી એ દુષ્કર છે કહી આલોચના વિધિ કહી છે. ભક્તપ્રતિજ્ઞા પ્રત્યાખ્યાનમાં ભક્ત એટલે આહાર અને પ્રતિજ્ઞા એટલે પ્રત્યાખ્યાન - જીવનના અંત સમયે આહા૨ત્યાગનાં પચ્ચક્ખાણ કઈ રીતે લેવાં તે વિધિ બતાવી છે. આ આગમોમાં બાળ પંડિતમરણ અને પંડિતમરણની વિચારણા છે. પ્રત્યાખ્યાનનું વર્ણન, અનશન માટેની યોગ્યતા અને પૂર્વતૈયારી, સંથારાનું વર્ણન, વૈરાગ્ય ભાવને દૃઢ કરતી વાતો, ગચ્છાચારમાં સાધુ-સાધ્વીની મર્યાદા, જ્યોતિષ અને દેવેન્દ્રોનું વર્ણન, મરણ-સમાધિ પ્રકીર્ણકમાં મરણ સુધારવા માટેની આદર્શ પદ્ધતિઓ આત્મસુધારણા માટે ઉપયોગી છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy