SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવંત બરવાળિયા દશામાં કેવી રીતે આવતા હતા તેનું વર્ણન આ નિરયાવલિકા સૂત્રમાં આપવામાં આવ્યું છે. ' આ સૂત્રમાં આપણી ઇચ્છાઓ આપણા માટે કેવી રીતે દુઃખકારક બને છે તે બહુપુત્રિકાની વાર્તા દ્વારા મળે છે. ભગવાન મહાવીરનાં આ પાંચ આગમો ઉત્તમપણે આપણી આંતરિક મનોવૃત્તિઓનાં દર્શન કરાવે છે. જેમને માનવીય સાઇકોલોજી જાણવામાં રસ છે તેમને માટે આ પાંચ આગમમાંથી અત્યંત ઉપયોગી દૃષ્ટિબિંદુ પ્રાપ્ત થતાં હોય છે. આ પાંચ આગમમાં મનની અડગતા, સ્થિરતા અને મનની ચંચલતા, મનની વિચિત્રતા – આ બધી જ દશાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા પ્રકારની માનસિકતામાં વ્યક્તિ દુઃખી થાય છે, સુખ-દુઃખના કારણમાં મન કેવો ભાગ ભજવે છે તેનું વિશેષ વર્ણન આ નિરયાવલિકા સૂત્રમાં આવે છે. જેમને મનોવિજ્ઞાનના વિષયમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવવું હોય તેમને માટે આ પાંચ આગમો કથા રૂપે અને સાહિત્ય રૂપે મનોવિજ્ઞાનના દૃષ્ટિબિંદુને ઉજાગર કરે છે. આમ આ પાંચ આગમો મનોવિજ્ઞાનને જાણવા ઉત્સુક સાધકો માટે ઉપકારક બની રહે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનની અંતિમ દેશના રૂપે સમસ્ત જૈન સમાજમાં શ્રદ્ધાનું સ્થાન ધરાવે છે. ૩૬ અધ્યયનમાં પ્રભુના અંતિમ ઉપદેશમાં જૈન ધર્મના મુખ્યતમ વિષયોનો પ્રાયઃ સમાવેશ થયો છે જેનું ચિંતન અને આચરણ આત્માનું ઊર્ધ્વગમન કરાવી શકે. આ સૂત્રના ૨૯મા અધ્યયનમાં સમ્યકુ પરાક્રમના ૭૩ બોલ દ્વારા સાધક દશામાં ઉત્કૃષ્ટ સાધના કઈ રીતે પ્રગટ કરી અને મોક્ષમાર્ગમાં કઈ રીતે આગળ વધવું તેનો નિર્દેશ છે. અહીં અનેક પ્રકારની કથાસાહિત્યનું વર્ણન છે. ગેરસમજથી કોઈ સાધક ધર્મવિમુખ બને ત્યારે ભગવાનના સાધકોનું આચરણ જ તેની ગેરસમજ દૂર કરી ધર્મમાં સ્થિર કરે છે તેનું વિશેષ વર્ણન છે. શ્રી શય્યભવાચાર્ય દ્વારા પોતાના પુત્ર બાલમુનિ શ્રી મનકને લક્ષમાં રાખી પ્રથમ મૂળ સૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવામાં આવી છે. પરમ દાર્શનિક પૂ. જયંતમુનિ લખે છે કે “દશવૈકાલિક જૈન આગમનો સાર સરવાળો છે. આ એક શાસ્ત્રના અવગાહનથી હજારો શાસ્ત્રોનું અવગાહન થઈ જાય છે.” આ સૂત્ર મુક્તિધામની મહાયાત્રા છે. સાધુજીવનના સમગ્ર વ્યવહારને સમજાવતો આ આગમ ગ્રંથ સાધુજીવનની બાળપોથી છે. સાધુજીવનમાં ત્યાગનું મહત્ત્વ અને ગુરુ-શિષ્યના સંબંધ અને વિનયની વાત કહી છે. સાધુજીવનમાં ઉપયોગી હિતશિક્ષાઓ અને બે ચૂલિકામાં ભાવથી પતિત થયેલા સાધકને સંયમભાવમાં સ્થિર થવા માટે પ્રેરે છે. શ્રી નંદી સૂત્રમાં પૂ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે આ આગમમાં પાંચ જ્ઞાનનું વર્ણન કર્યું છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે. આ પાંચ જ્ઞાન ગ્રહણ કરવાની વિધિને પ્રદર્શિત કરતું શ્રી નંદીસૂત્ર શ્રુતસાધકના આત્મિક આનંદનું કારણ બની જાય છે. આ સૂત્રમાં સંઘ અને સંઘની વ્યવસ્થાનું વર્ણન છે. ભગવાન મહાવીરની પાટ પરંપરાના
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy