SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદર્શન : સૂત્ર અને ચરિત્રનું ભાષાંતર કર્યું. નિરાધાર અને ગરીબ બાળકોના વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન માટે વટવા મુકામે આશ્રમની સ્થાપના કરી, જે આજે પણ ચાલુ છે. - ૩૪-૩૫ વિશ્રીજી અને પ્રસનશ્રીજીઃ પોરબંદરનિવાસી શ્રી ભગવાનદાસ (ભકિતમુનિ)ના ધર્મપત્ની તેમજ માણેકચંદભાઈ (માણેકમુનિ) ના ધર્મપત્ની, બંનેએ વિચાર્યું કે સતીઓ તે રાજુલ માતાની માફક પતિના પંથે જ વિચરે છે અને આ રીતે, આ બંને બહેને પણ પિતાના પતિદેવે સ્વીકારેલા પંથે વળી, ૫. શ્રી જશમુનિ પાસે દીક્ષા લીધી. તેઓનાં નામ અનુક્રમે વિવેકશ્રીજી અને પ્રસન્નશ્રીજી રાખવામાં આવ્યાં હતાં. ૩૬ શ્રી રૂપશ્રીજીઃ રિબંદરની શ્રાવિકાબહેને (ભક્તિમુનિના સંસારી અવસ્થાના બહેન) શ્રી જશમુનિજી પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી રૂપશ્રીજી રાખવામાં આવ્યું હતું. ૩૭ દર્શનમુનિ મુનિશ્રી ભક્તિમુનિજીના સંસારી ભાણેજ (સાધ્વીશ્રીરૂપશ્રીજી ના સંસારી પુત્ર) દેવદાસે પણ મામાને પગલે મહારાજશ્રીની નિશ્રામાં પં. શ્રી હર્ષમુનિજી પાસે દીક્ષા લીધી, અને ભકિતમુનિજી (સંસારી અવસ્થાના તેમના મામા) ના શિષ્ય તરીકે જાહેર થયા. ૩૮ શુભખુનિક દર્શનમુનિના સંસારી મામા સૌભાગ્યદાસને સર્વવિરતિ પશ્ચકખાણ ઉચ્ચરવાની ભાવના થતાં ગુરુદેવ પાસે ભાગવતી દીક્ષા લીધી અને પદ્મમુનિજીના શિષ્ય તરીકે શુભમુનિ નામ રાખવામાં આવ્યું. ૧૯ - અંતિમ વિદાય - મુંબઈથી વિહાર કરી મહારાજશ્રીએ વિ. સં. ૧૯૬૩ ના ફાગણ વદિ ૭ ના દિવસે સુરતમાં પ્રવેશ કર્યો. તબિયત લથડતી જતી હતી, પરન્તુ જ્ઞાની મહાત્માઓને દેહની વેદના વખતે પણ આત્માની પ્રસન્નતા જ વતે છે. એ વખતે મહારાજશ્રી શેઠ નગીનચંદ કપુરચંદ તથા શેઠ કસ્તુરચંદ કલ્યાણચંદ વગેરેના કરાવેલ ગોપીપુરાના નવા ઉપાશ્રયમાં રહ્યા હતા. વૈદ્ય અને હકીમો દ્વારા મહારાજશ્રીની તબિયત માટે ઉપચાર શરૂ કરવામાં આવ્યા, પણ તબિયત દિનપ્રતિદિન લથડતી ગઈ. નરમ તબિયત હોવા છતાં ચૈત્રી પુનમના દિવસે કતારગામની યાત્રા કરવા ગયા હતા અને ત્યાં જ સિદ્ધગિરિની ભાવના ભાવી આત્માને કૃતાર્થ કર્યો. હીરાચંદ મોતીચંદની ધર્મપત્ની જયકારબહેને વ્યાખ્યાનમાં જ્ઞાનદાનનું માહાભ્ય સાંભળી સ્ત્રીવર્ગને ધાર્મિક કેળવણી તથા ભરતગુંથણ-શીવણ વગેરે શીખવવા માટે રૂપિયા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy