SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદર્શન : ૧૭ કેશરમુનિઃ ચુડા (મારવાડ) ગામના કેશવજીભાઈને મહારાજશ્રીના ઉપદેશની ભારે અસર થઈ અને તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના જાહેર કરી. મહારાજશ્રીની આજ્ઞાનુસાર ભાઈ કેશવજીએ રતલામ જઈ મહારાજશ્રીના શિષ્ય રાજમુનિજી પાસે દીક્ષા લીધી અને તેમને શ્રી હેમમુનિજીના શિષ્ય કેશરમુનિ તરીકે જાહેર કર્યા. ૧૮ અમરમુનિઃ જામનગરનિવાસી ભાઈ હેમચંદે ભાગવતી દીક્ષા માટેની માગણી કરી તેમને તે માટે યોગ્ય જીવ માની મહારાજ સાહેબે તેમને રતલામ મોકલી રાજમુનિ પાસે દીક્ષા અપાવવાની વ્યવસ્થા કરી આપી. તેમનું નામ અમરમુનિ રાખ્યું અને તેમને યશમુનિજીના શિષ્ય તરીકે જાહેર કર્યા, ૧૯ તારમુનિ : ભાવનગરનિવાસી તારાચંદભાઈ મહારાજ સાહેબના અનન્ય ભક્ત હતા. તાજપમાં ભારે રૂચિવાળા અને ક્રિયાકાંડમાં પણ એટલા જ પ્રવીણ. તિથિએ પૌષધ, તેમજ હરહંમેશ મહારાજ પાસે સામાયિક કરે. એક દિવસે રમુજ ભાવે મહારાજશ્રીએ તેને કહ્યું: “અરે તારાચંદ! તારે તે બીજાને તારવા પ્રયત્નો કરવા જોઈએ.” તારાચંદને તે જોઈતું હતું અને વૈધે કહ્યું. તેણે તે ત્યાંને ત્યાં જ દીક્ષા લેવાની ભાવના જાહેર કરી દીધી. પછી તારાચંદે હેમમુનિ પાસે રતલામ જઈ દીક્ષા લીધી અને તેનું નામ પણ તારમુનિ રાખ્યું. ૨૦ કલ્યાણમુનિ મહારાજશ્રી પેથાપુર ગયા ત્યારે ત્યાંના વતની કેશવલાલભાઈ બહારગામ ગયા હતા. ગામમાં પાછા ફર્યા બાદ લોકો પાસેથી મહારાજશ્રીની અદ્દભૂત વૈરાગ્ય વાણી વિષે સાંભળ્યું એટલે તેઓ પાટણ મહારાજશ્રી પાસે ગયા. મહારાજશ્રીનાં વ્યાખ્યાન સાંભળી કેશવલાલભાઈને વૈરાગ્ય આવ્યો અને દીક્ષા લીધી. પાટણના સંઘે કેશવલાલભાઈને ભવ્ય સત્કાર કર્યો અને મોટા ઠાઠથી સામૈયું કાઢયું. કેશવલાલભાઈનું નામ કલ્યાણમુનિ રાખ્યું અને તેઓશ્રી ઉધોતમુનિના શિષ્ય બન્યા. ૨૧ પદ્યમુનિ સુરત નિવાસી ફકીરચંદ હેમચંદે લાખની લક્ષ્મી અને સ્ત્રીકુટુમ્બનો ત્યાગ કરી મહારાજશ્રી પાસે દીક્ષા લીધી. તેઓ હર્ષમુનિજીના શિષ્ય હતા અને અત્રે ભક્તિમુનિ તથા નિપુણમુનિએ પણ તેમના અપૂર્વ તેજ અને વાત્સલ્યના કારણે તેમની પાસે જ દીક્ષા લીધી. તેમને આ બંને મુનિઓ પર સવિશેષ ઉપકાર છે. ૨૨ કમળમુનિ ઃ મુંબઈમાં પન્નાલાલ શેઠની વાડીમાં મહારાજશ્રી પાસે એક ભાઈ દીક્ષા લેવા આવ્યા અને મહારાજશ્રીને યોગ્ય પાત્ર લાગતાં તેમને દીક્ષા આપી. તેમનું નામ કમળમુનિ રાખવામાં આવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy