SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણના જૈનમંદિરમાં કાશિપ સ્ત, મહેરાબે, ઘુંમટે અને દ્વારે વગેરે કાષ્ટનાં બનાવી તેમાં કાષ્ટકલાકૃતિઓનાં અભિનવ સુશોભને ખાસ કરી રજુ કરતાં ઝવેરીવાડાના મહેલ્લામાં આવેલ વાડીપાર્શ્વનાથના મંદિરને મંડપ તે, કાષ્ટકલાકૃતિને અભૂત નમુને ગણતે. તે મંદિર સંવત ૧૬૫ર લગભગ બંધાયું હોવાને શિલાલેખ છે. જેના આધારે તે મંદિર વિક્રમના સત્તરમા સૈકાનું ગણાય. આ મંદિને રંગમંડપ કાષ્ટમય બનાવ્યો હતો, જેમાં તેના કલાકારે પાષાણની માફક અભિનવ કલાને કાષ્ટ્રમાં ઉતારી હતી. આ મંડપને ઘુંમટ ૧૧ ફૂટ ઉંચે બનાવ્યો હેઈ, તેમાં વિતાની કલા પાષાણના મંડપને અનુરૂપ રજુ કરતાં, મધ્યમાં પલંબક બનાવ્યો હતો. ઘુંમટના દરેક વિતાન (પટ્ટાઓ) માં ઝીણી ઝીણી કલામય કતરણી અનાવી જેન તીર્થંકરના જીવનમાંથી કેટલાક ભાવ કતર્યા હતા. તેમાં ફરતી આઠ સંગીત વિદ્યાધરીએ મુકી, તે દરેકના હાથમાં સંગીતના ઉપકરણ–વાદ્યો મુકવામાં આવેલાં. આ પૈકી કેટલીક તે નૃત્ય કરતી હોય તેવી મુદ્રાઓ પણ તેમાંથી વ્યક્ત થતી. દરેકના પગ પાસે બે પરિપક્વ, વાદ્યો સાથે બેઠેલા મુક્યા હતા. નીચે આઠ દિપાલો, ઇદ્ર, અગ્નિ વગેરેને તેઓની નિયત કરેલી દિશા પરત્વે સ્થાપન કરેલા જણાતા હતા. આ દરેક દિકપાલના પગ પાસે તેઓના વાહનો મુકવામાં આવેલાં. આ મંડપની ચારે દિશામાં તેણે યુક્ત ચાર નાનાં નાનાં દ્વાર હતા. આ દ્વારે ઉપર અને તેની Íતેમાં ચારે બાજુ નૃત્યાંગનાએ નૃત્ય કરતી, તેમજ વાદ્યો વગાડતી રજુ કરી તેના ઉપરના પટ્ટાઓમાં હંસાવલી“હંસની લાંબી લાઈને તેમજ બીજા આલંકારિક સુંદર સુશોભને કોતર્યા હતાં. દરેક દ્વાર * ઉપર ગજલક્ષમી તેની બન્ને બાજુ વાદ્ય વગાડતાં સંગીતકારે, અને અભિવાદન કરતાં શ્રાવક-શ્રાવિકાઓનાં કલાપૂર્ણ ચિત્ર કોતરવામાં આવ્યાં હતાં. આખો મંડપ કામય હોવા છતાં, જાણે પાષાણને જ બનાવ્યો ન હોય ! તેવું સુંદર કલામય કામ તેમાં કંડાર્યું હતું. આ મંદિરના સુંદર ફોટોગ્રાફ ડૉ. બજેસે “આર્કલૈજીકલ સર્વે ઓફ નેર્ધન ગુજરાત” પુસ્તકની પ્લેટ નં. ૪–૨૦-૨૧ માં રજુ કર્યા છે. આજે તે નવીન મંદિર બંધાતાં, આ અદભૂત કાષ્ટકલાકૃતિને વિરલ નમુને દૂર કરાવે છે. તેના વ્યવસ્થાપકે એ તે મંડપનું શું કર્યું, તે ક્યાં છે, તે સંબંધી કાંઈ હકીકત મળતી નથી. પાટણના પંચાસરા પાર્શ્વનાથનું મંદિર આજે તે એક ભવ્ય ગુર્જરકલા નિકેતનના -અનુપમ પ્રાસાદ સ્વરૂપે બન્યું છે, અને હજુ તેનું કામ ચાલુ જ છે. પરંતુ તેના પ્રાચીન મંદિરને મધ્ય મંડપ, કાષ્ટને જ હતું તે મંડપ હમણાં સુધી નવીન હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર ઉપરની ગેલેરીમાં મુક્યું હતું. આ મર્ડપમાં પણ, વાડીપાર્શ્વનાથના મંદિરની માફક નૃત્યાંગનાઓ, વાદ્યવાદકે, પાર્શ્વનાથ વગેરે તીર્થંકરની પ્રતિમાઓ, નેમિનાથ ભગવાનને લગ્નોત્સવ, તેમનું જીવન, નવગ્રહે, અષ્ટ દિપાલ વગેરેના અભિનવ સ્વરૂપે મુકેલાં હતાં. તદુપરાંત ઘુમટના વિતાને-પટ્ટાઓ બનાવી, તેમાં બારીક કલાકતરણીથી કેટલુંક સૂકમ કતરકામ બનાવવામાં આવ્યું હતું. આ મંડપ પણ હમણાં અહીંથી બીજા કેઈ સ્થાને લઈ જવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy