SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આબુલવાડાના નમકિની શિલ્પસમૃદ્ધિ ૫૩ આબુનું પ્રાચીન નામ નંદિવર્ધન અથવા અબ્દગિરિ છે. હિમાલયે તેના દિવર્ધન નામના પુત્રને અબુદ સર્પ ઉપર ત્યાં સ્થાયી–સ્થિર કર્યો ત્યારથી આ અબ્દસર્પ છ છા મહિને પડખું ફેરવે છે તેથી આબુ ઉપર વખતે વખત ધરતીકંપના આંચકા આવે છે. વાસ્તવિક રીતે તે આબુ-પર્વત જવાળામુખથી અસ્તિત્વમાં આવેલ કાળમીંઢ પત્થરને પહાડ છે. તેથી ત્યાં ધરતીકંપના આંચકા સહજ અનુભવી શકાય છે. તે કારણે તેમાં રૂપક તરીકે આ પુરાણ કથા ચાલુ થઈ હશે. ' ' આબુરોડ સ્ટેશનથી પર્વત ઉપર જવાના ૧૮ માઈલના રસ્તા ઉપર અત્યુત્તમ શિલ્પકળાથી પ્રખ્યાત થયેલા જૈન મંદિરથી જાણીતું થયેલું દેલવાડા ગામ છે. અહીં પણ જૈન અને પુરાણુના દેવસ્થાને લેવાથી તેનું પ્રાચીન નામ દેવકુલવટક અથવા દેવલવટ પડયું હતું. તેમાંથી દેલવાડા નામ પ્રચાર પામ્યું. દેલવાડા ગામની જોડાજોડ ઉંચી ટેકરી ઉપર ભીંતથી આવરેલા વિશાળ વિસ્તારમાં વેતામ્બર જૈનોનાં પાંચ મંદિરે આવેલાં છે. (૧) વિમળશાહ મંત્રીએ બંધાવેલું વિમલવસહી. (૨) મહામંત્રી વસ્તુપાળના નાનાભાઈ તેજપાળે બંધાવેલું લૂણવસહી. (૩) ભીમાશાહે બંધાવેલું પિત્તલહર. ! ધીમુખજીનું અવતરવસહી “ (૫) મહાવીર સ્વામીનું. આ પાંચ મંદિરમાંથી પહેલા બને મંદિરમાં આરસપહાણની કોતરણીથી ભરપૂર શિલ્પકામ છે ત્રીજા મંદિરમાં પિત્તળની ૧૦૦ મણની પંચતીર્થીના પરિકરવાની મૂળનાયકની મનોહર મૂર્તિ છે. પરિકર એટલે પ્રતિમાની પાછળને અને બન્ને તરફનો અલંકારપૂર્ણ નકશીવાળો ભાગ. મૂળનાયક એટલે મંદિરની મુખ્ય પ્રતિમા. ચોથું મંદિર મૂળ ગભારે અને ચારે બાજુની દિવાલમાં નકશીવાળું અને ત્રણ માળનું ઉંચું હેવાથી તેની રચના દર્શનીય લાગે છે. મહાવીરસ્વામીનું મંદિર છેલ્લા ૨૦૦-૨૫૦ વર્ષનું અર્વાચીન લાગે છે. પહેલા ચાર મંદિરે એક જ વિસ્તારમાં બાંધેલા છે, પાંચમું ચૌમુખજીના કરવાજાની બાજુમાં એક જુદા વંડામાં છે. મંદિરને બહારથી જોતાં તેની અંદરની શિલ્પ-સમૃદ્ધિને બિલકૂલ ખ્યાલ આવતો નથી. વિમાનનું શિખર પણ નીચું અને કઢંગુ છે. આ મંદિરે કદમાં ખાસ નીચા સખવામાં આવ્યા છે. તેના કારણે તરીકે ધમષ્ટાઓની નજરમાં આકર્ષણરૂપ ન બને અથવા એકવાર ઊંચા કરેલા શિખરે ધરતીકંપના આંચકાથી પડી જતાં ફરી એવાં ન કરવાને શિલ્પીઓને નિર્ધાર હેય તેથી બહાર વિભવ ન વધારતાં અંદરના ભાગમાં કળાની વાડીએ વિકસાવી કૃતાર્થતા માની. ઈ. સ. ૧૦૨૦ માં મહમદગઝનીએ સોમનાથ પર ચડાઈ કરી સેમિનાથનું મંદિર અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy