SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ * ઉવસગ્ગહર' થાત્ત: એક અધ્યયન સિદ્ધિચન્દ્રગણિએ તેમજ હકીર્ત્તિસૂરિએ અકલ્પલતાની જેમ જ એ અથ દર્શાવ્યા છે. વિશેષમાં એ ગણિએ પ્રાકૃતને લઈને વ્યત્યય છે એમ કહ્યુ છે. ૨૪વિસહવિનિશાસ’—અકલ્પલતા (પૃ: ૧૧) માં આના નીચે પ્રમાણે 332 ૩૩ ચાર અર્થ અપાયા છેઃ— (૧) વિષધર એટલે અનન્ત, વાસુકિ, તક્ષક, કૉંટ, પદ્મ, મહાપદ્મ, શ’ખપાલ, કુલિક, જય અને વિજય એમ દસ જાતનાં નાગકુળમાં ઉત્પન્ન થયેલા નાગેા. તેના પાર્થિવાદિ પ્રકારના વિષને–ઝેરને નક્કી નાશ કરનાર. એનું કારણ એ છે કે ભગવાનના નામથી પવિત્ર થયેલા મ`ત્રના જાપથી સર્વે વિષધરના વિષનેા નાશ થાય છે, એ વાત માંત્રિકાને સુપ્રતીત છે. (૨) વિષ એટલે જળ. અહીં ‘મણિકર્ણિકા'નું જળ સમજવું. તેમાં જેનું ઘર છે, નિવાસ છે તે ‘વિષગૃહ'. વારાણસીના નિવાસીએ માટે ભાગે ‘પ્’ચાગ્નિ’ તપ મણિકર્ણિકાના તીરે કરતા દેખાય છે. સામર્થ્યથી વિષધર એ કમઠ મુનિ છે. તેના વૃષ અર્થાત્ ધર્મ જે પંચાગ્નિ-તપશ્ચર્યારૂપ છે, તેના વિનાશક. લૌકિકાએ એને ધમ રૂપે ગ્રહણ કરેલા હેાવાથી ધર્મ” કહ્યો છે. પ્રજ્વલિત અગ્નિમાં ખળતા લાકડાની અંદર (ખળવાથી) મરતા સર્પના પ્રદર્શનથી માતાના અને લેાકેાના મનમાં એ (અજ્ઞાન) તપશ્ચર્યાં અધરૂપ હોવાને નિશ્ચય કરાવાયા હેાવાથી (તેના વિનાશક). આથી (પાર્શ્વનાથના) ગૃહસ્થાવસ્થાના વૃત્તાન્તનું સૂચન કરાયું છે, તેમજ કુમાગના વિનાશ દ્વારા એમની પરમ કારુણિકતા દર્શાવાઇ ) છે, ( ૩-૪ ) ‘વિષ’ એટલે મિથ્યાત્વ, કષાય ઈત્યાદિરૂપ ભાવવિષ. એને ધારણ કરનાર તે ‘વિષધર’ અથવા એ વિષના ગૃહના સમાન તે ‘વિષગૃહ’ કે જેએ મિથ્યાત્વ અને કષાયાદિ દોષથી કૃષિત પ્રાણીએ છે તેમના ઝેરને પેાતાના વચનામૃતના રસથી નાશ કરનાર. આ પૈકી પહેલા ત્રણ અ સિદ્ધિચન્દ્રકૃત ટીકા (પૃ. ૧૩) માં અપાયા છે, જ્યારે હ કીર્તિસૂરિષ્કૃત વૃત્તિ (પૃ. ૧૪-૧૫) માં પહેલા અને ત્રીજે એમ એજ અથ છે. " • મંગલકલ્લાણુઆવાસ”—પા દેવગણુિએ પૃ. ૯માં મગલ ' શબ્દની. વિવિધ વ્યુત્પત્તિએ દર્શાવી એ શબ્દ સિદ્ધ કર્યો છે. ત્યારબાદ એમણે ‘કલ્યાણ' અને આવાસ' શબ્દની સિદ્ધિ કરી છે. અંતમાં ‘આવાસ’ એટલે ‘નિવાસ–રમણીય સ્થાન-શ્રી પાર્શ્વનાથ જિનાલય’ એમ કહ્યું છે. તેમાં ‘જિનાલય ’ વાળું કથન વિચારણીય જણાય છે. અકલ્પલતા (પૃ. ૧૧) માં મ°ગલેા વિપત્તિના ઉપશમરૂપ છે અને કલ્યાણા સપત્તિના ઉત્કષરૂપ છે એમ કહ્યુ છે. એ બન્નેના આવાસ અર્થાત્ ક્રીડાસ્થાન જેવા એવાને. એમ ‘ મંગલકલ્રાણુઆવાસ' ’ ના અથ કરાયા છે. Jain Education International ૨૪. આની ત્રણ રીતે છાયા સમજવી: વિષયવિનિોશમ્, વિષવૃષનિર્નાશમ અને વિષવૃતિનાશમ્ । પ્ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy