SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી મોહનલાલ અર્ધ શતાબ્દી : - આ વ્યવસ્થાનું અનુપાલન કરનાર સર્વે જિનમતાનુયાયીઓએ એવી રીતે પ્રયત્ન કરે કે જેથી શ્રી સર્વજ્ઞના શાસનની મોટી તેજેવૃદ્ધિ સારી રીતે થાય. આ વ્યવસ્થાને, શ્રી વસ્તુપાલના નાના ભાઈ મંત્રીશ્વર અને લેખમાં સારી રીતે પ્રવીણ એવા તેજપાલે શાસનપટ્ટિકા (State record-રાજદફતર) માં નેધાવી. પિરવાડ (પ્રાગ્વાટ) જ્ઞાતિના મહં. જયતાના પુત્ર ઠ૦ મદને પ્રશસ્તિપટ્ટિકા લખી. સૂત્રધાર (સલાટ, શિલ્પી) સહદેવના પુત્ર સૂત્ર, વલ્હાના પુત્ર સૂત્રધાર સાહેણે આ પ્રશસ્તિને (પથ્થર ઉપર) કેતરી. મંગલ (હ), મહા શ્રી વિદ્યા અર્પો. આ વ્યવસ્થા (ને લેખ), શ્રી શત્રુંજય મહાતીર્થમાં, બાવીસ લેપ્યબિંબોના જિનાલયના પ્રથમ પ્રવેશદ્વાર ઉપર કતરેલો. તે ઉપરથી વ્યવહારના જ્ઞાન માટે આ (નકલ) લખવામાં આવી છે. ન ઉપર મુજબને આ લેખ ઘણી રીતે અગત્યનો છે. પહેલાં તે, તેરમા સૈકાના ગુજરાતની અને ખાસ કરીને જૈનોની સામાજિક સ્થિતિ વિશે ઘણું જાણવા માટે છે. બીજું; તે સમયના જૈનસંઘ વિષે જાણવા મળે છે. ગુજરાતમાં ચૈત્યવાસીઓ ઘણા હતા. નાગેન્દ્રગચ્છના શીલગુણસૂરિ જેમણે વનરાજને પાટણની સ્થાપનામાં સહાય કરેલી તેઓ ચેત્યવાસી સાધુ હતા તે જાણીતું છે. એટલે વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬) આસપાસથી ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર કલ્પી શકાય છે. ચારિત્ર્ય બાબતમાં આ સાધુઓમાં અવારનવાર દેખાતી ક્ષતિઓ સામે વખતેવખત જૈન આચાર્યોએ ખૂબ વિરોધ કરેલ. ખરતરગચ્છના જિનેશ્વરસૂરિ જેઓ ચંદ્રકુલના વર્ધમાનસૂરિના શિષ્ય હતા. તેમણે સંલકી રાજા દુર્લભરાજની રાજસભામાં ચૈત્યવાસીઓને હરાવ્યા ત્યારથી પાટણમાં અને ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર ઘટવા માંડ્યું લાગે છે. કુમારપાલના સમયમાં ઉપકેશગચ્છના કસૂરિએ કેટલાક ચૈત્યવાસીઓને ગ૭ બહાર કર્યાનું જાણવા મળે છે તેથી લાગે છે કે કુમારપાલના સમયમાં પણ ચૈત્યવાસી સાધુઓમાં કેટલાક દૂષણે ચાલુ હશે. ચૈત્યવાસીએમાં કેટલાક સમર્થ આચાર્યો અને પંડિત હતા અને એઓનું જૈન સમાજ પર સારું એવું પ્રભુત્વ હતું એમ સ્પષ્ટ છે. દાખલા તરીકે, ભીમદેવ પહેલાના મામા જેઓ પાછળથી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધ છે તેઓ ચૈત્યવાસી હતા અને એ દ્રોણાચાર્યના શિષ્ય સુરાચાર્ય પિતે સારા વિદ્વાન અને કવિ હતા. તેમણે ધારાનગરીમાં ભેજની સભામાં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ લેખની નકલ જડી તે પહેલાં સામાન્ય માન્યતા એવી હતી કે હેમચંદ્રાચાર્યના સમય પછી તે પાટણ અને ગુજરાતમાં ચૈત્યવાસીઓનું જોર ઘટયું હતું પણ આ લેખનું હસ્તલિખિત પાનું જે વિશ્વસનીય છે તે જોતાં સ્પષ્ટ છે કે તેજપાલના સમયમાં પણ ચૈત્યવાસીઓનું ઠીકઠીક જેર હતું એટલું જ નહિ પણ કેટલાક જાણીતા આચાર્યો ચૈત્યવાસી ૧૭ આજ સુધી મારવાડમાં બાળકને પહેલું અક્ષરજ્ઞાન આપતી વખતે “મંગલં મહાકીદે વિવા પરમેસરી” એવું બોલવામાં આવે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy