SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલજી અર્ધશતાબદી ગ્રંથ : ખૂશી હોય તે સૌદા કરના, નહીં જબરી કા કામ; થાંરે ચાવે સે માલ લે જાઓ, મેં માંગું નહિ દામ. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. માલ બિકે હૈ ડે જિણશું, ખરચ પૂરે નહિ ચાલે, ભર્યા ખજાના કબહુ ન ખૂટે, સદ્ગુરુ દી હાથજી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. સંવત્ ઓગણીસસે સાલ સાત–ચાલીશ મુંબઈ ચૌમાસે; મુનિ મોહન ઉપદેશ સુણાવે, મેક્ષ જાવણરી વારીજી. તુમ માલ ખરીદે, ત્રિશલાનંદનકી ખુલી દુકાન હૈ. સક્ઝાય” આ પણ જૈન કાવ્ય સાહિત્યનું એક વિશિષ્ટ અંગ છે. “સઝાય” શબ્દ આમ તે સ્વાધ્યાયને અર્થ સૂચવે છે. પરંતુ કાવ્યમાં જ્યારે એ આવે છે ત્યારે એ સક્ઝાય સ્વાધ્યાય ન બનતાં ક્યારેક એ કથાગીત બની જાય છે, તે ક્યારેક એ ઉપદેશકાવ્ય બની રહે છે. સાહિત્યની પરિભાષામાં આ “સઝાયરને ઓળખવી હોય તે એને આપણે “રૂપકકાવ્ય” (Allesory ) ના નામથી ઓળખી શકીએ. કારણુ ઘણુ સક્ઝાયે રૂપકને આધાર લઈને કવિના આદશ, ભાવના અને સંદેશને વ્યક્ત કરે છે. જૈન શ્રમણએ એવા રૂપકોને આધાર લઈને જેન સિદ્ધાંતને ખૂબ જ પ્રચાર કર્યો છે. અને એ ઉપરાંત “સક્ઝાયરના માધ્યમ દ્વારા કંઈક પ્રભાવિક પુરુષોના જીવન પણ ગાયાં છે. દા. તર– અરણિક મુનિવર ચાલ્યા ગોચરી...” નામ ઇલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર....” લઘુ નવલિકાની જેમ એ ઘેડી જ કડીઓમાં એક આખા ય પાત્રને અને તેના પ્રસંગને ચિતાર આપણને કરાવી જાય છે. પરંતુ મુનિશ્રીએ તેમની “સક્ઝાય વડે એવી કઈ જીવનગાથા ગાઈ નથી. આખી ય સઝાય વાંચતા એમ લાગે છે કે મુનિશ્રીને વાચકના દિલની સારી એવી સમજ હતી. કારણ વાચકને જ્યારે પિતાના જ અનુભવની વાત જાણવા ને વાંચવા મળે છે ત્યારે એ કાવ્ય કે કૃતિને ભાવ જલ્દીથી સમજી જાય છે. અને તેમાંય રેજના સહવાસની વાતને આધાર લઈને જ્યારે એ કૃતિ વાચકના હાથમાં આવે છે ત્યારે તે એ કૃતિ વાચકના દિલ પર ધારી અસર કરી જાય છે. મુનિશ્રીએ આ સક્ઝાયમાં સર્વવ્યાપક એવા વ્યાપાર ને વેચાણનું રૂપક લઈ પિતાના ચેતન (આત્મા) સાથે વાત કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy