SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ (૧) સુરતના ઝવેરી શેઠ નગીનદાસ કપુરચંદ માટે કહેવાય છે કે તેઓ જ્યારે સુરતથી મુંબઈ જવાના હતા, તે અગાઉ શેઠશ્રી ઉપાશ્રયમાં મહારાજશ્રીને વંદન માટે ગયા, પૂજાનાં કપડાં પહેરેલાં હતાં. મહારાજશ્રીને કહ્યું કે હું મુંબઈ જાઉં છું, કંઈ કાર્ય હોય તે ફરમાવે. સ્વર-નિમિત્તથી ગુરુદેવે ભાવિ લાભ જાણું ઝવેરીને કહ્યું –“મુંવ; નાતા હૈ તો સુધરે દી જાગો. ઘર | ઋોટના .” બસ, પછી તે શેઠ સીધા સ્ટેશને ગયા અને અન્ય સામગ્રી શેઠે ઘરેથી મંગાવી લીધી. મુંબઈમાં તે પછી શેઠ લાખ રૂપીઆ કમાયા. તેમણે મહારાજશ્રી પાસે નિયમ લીધેલો કે દર માસે એક હજાર રૂપીઆ જ્ઞાનના ક્ષેત્રમાં વાપરવા. સં. ૧૯૬૪ માં ઝવેરી નગીનચંદ કપુરચંદ તરફથી રૂ. ૬૦૦૦૦) સાઠ હજારના ખર્ચે “શ્રી મેહનલાલજી જેન વે. જ્ઞાનભંડાર” નું ભવ્ય બીલ્ડીંગ તૈયાર થયું. તેમાં મહારાજશ્રીને અનેક પ્રકારને ગ્રંથ-સંગ્રહ સચવાઈ રહ્યો. (૨) સુરતના વતની ઝવેરી પાનાચંદ તારાચંદ અને તેમનાં ધર્મપત્ની શ્રાવિકા હીરાકરબેન મહારાજશ્રીના નિકટના ભક્ત હતા. સં. ૧૯૪૭ માં મહારાજશ્રી પ્રથમ મુંબઈ પધાર્યા. એ જ વર્ષમાં શ્રી દેવકરણ મુળજીને મહારાજશ્રી સાથે પરિચય થયો. દેવકરણભાઈ ત્યારે ટેપીની ફેરી કરે. તદ્દન સામાન્ય સ્થિતિના પણ દરરોજ રાત્રે, સાંજે કે સમય મળે ત્યારે મહારાજશ્રી પાસે આવી ભક્તિ કરે. એકંદર પૂત્ર શ્રી તરફ દેવકરણની ખૂબ જ અથાગ ભક્તિ હતી. શેઠ પાનાચંદ તારાચંદ ઝવેરી તે વખતે કાંઈક વ્યાપારની ખેટમાં હતા. શ્રાવિકા હરકેરબેનનું વર્ચસ્વ શ્રાવિકા સમાજમાં ખૂબ જ હતું. સ્ત્રીસમાજમાં તેઓ એક લીડર ગણાતાં. એક સમયે મહારાજશ્રીએ પાનાચંદને મુકરર દિવસે સમયસર આવવા સૂચવ્યું. કહેવાય છે કે મહારાજશ્રી તેમને કંઈક આપવાના હતા. પણું કારણવશાત્ પાનાચંદ આવી શક્યા નહીં, અને રાબેતા મુજબ દેવકરણભાઇ એ વખતે આવી પહોંચ્યા. રાત્રિના અંધકારમાં મહારાજશ્રીને ઓળખાણ ન પડી. તેમ વિશેષ પૂછપરછ પણ ન થઈ. મહારાજશ્રી સમજ્યા કે આવનાર ભાઈ પાનાચંદ જ છે. એટલે જે આશીર્વચન આપવાનાં હતાં તે આપી દીધાં. બીજે દિવસે આ વાતને સ્ફોટ થયે ત્યારે જણાયું કે રાત્રે દેવકરણભાઈ હતા. પછી તે પરિણામે દેવકરણભાઈ ખૂબ ખૂબ કમાયા, અને એમને જીવનદરજજો ઉંચે આવ્યો. શેઠ દેવકરણ મુળજી તરફથી જીવ્યા ત્યાં સુધી પાનાચંદભાઈને માસિક રૂ. બસ મહારાજશ્રીના કહેવાથી મળતા રહ્યા. (૩) “કર્મવીર શેઠ દેવકરણ મુળજી” નામના પુસ્તકના પાંચમાં પાને જણાવેલ છે કે શેઠ દેવકરણભાઈની પૂજ્ય મહારાજશ્રી તરફ ખૂબ અનન્ય સેવા હતી. તેથી આનંદ પામી મહારાજશ્રીએ આશીર્વાદ આપેલાં “વત્રા તેરા ચાળ હોના.” આ આશીર્વાદના રણકાર પછી શેઠ દેવકરણ મુળજી આદર્શ શ્રાવક બની ગયા. આર્થિક સંપત્તિમાં પણ અનેકઘણું વધારે થયે. ઉપરાંત દાનવીર પણ બન્યા. કહેવાય છે કે –“સાગર તર થી મળતે પાણુને જ જે મીઠાશ આપી શકતા નથી, તે મેઘ તરફથી મળેલ એક બિંદુમાત્ર આપી શકે છે." Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy