SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ W ભૂગર્ભનાં ભાગ્ય ઉઘડે છે ? પરંતુ મહારાજશ્રીથી કઈ રીતે-શેકાઈ શકાય તેમ નહતું. તેમને આગળ ગયા સિવાય છુટકો જ ન હતું. એક બાજુ કર્તવ્ય હતું, બીજી બાજુ ભાવના હતી, કોને પસંદગી પ્રથમ આપવી ? આમ ધર્મ સંકટ હતું. ત્યાં તેમને આપણું ચરિત્રનાયકની યાદ આવી ગઈ, તેમને ખબર પડી હતી કે તેઓ પાલીતાણામાં છે. અને બસ, તેમનું સંકટ સહીસલામત પાર ઉતરી ગયું. તેમણે સંઘને કહ્યું – “સારિત મલ્હનુમાવ! આવ તન મી ચિંતા જે. ચરિ હમ विहार करके चले जायेंगे तो भी आपका कार्य नहि रुकेगा. यह आप निश्चित समजीये. तो आप जैसा किजीयेः-मुनिश्री मोहनलालजी महाराज अभी सिद्धक्षेत्रमें बिराजमान है. ये बडे वचनसिद्ध पुरुष हैं. उन्होंसे आप विनंति करे. मैं यकिनसे कहता हुं, आप लोग जब उन्हें देखेंगे तब आप સવ સ્ટોના મુદ્દે મૂઢ જ્ઞાને...” જો કે કોઈ કેઈને ભૂલતું નથી. સંઘ તેમને ભૂલી ન શકો. એ જ્ઞાનપ્રતિભા તેમના દિલમાં વસી રહી અને જ્યારે આ સંઘે મુનિશ્રીને જોયા ત્યારે સૌને લાગ્યું કે ના, કંઈ ગુમાવવા જેવું નથી, જેવી અમારે જોઈએ છે તેવી જ તે આ વિભૂતિ છે. સંઘે વંદના કરી. સુરત ચોમાસા માટે પધારવા વિનંતિ કરી અને પૂત્ર આત્મારામજી મહારાજે જ આપનું નામ સૂચવ્યું છે એ વિગત પણ અક્ષરશઃ કહી. પ્રસંગ ને વાત તે દિલને નશે ચડાવે તેવા હતા. તે સમયના પ્રખરને પ્રકાંડ પંડિત અને તત્ત્વજ્ઞ ગણાતા એક મુનિશ્રી બીજા મુનિશ્રી માટે આવી શ્રદ્ધા ધરાવે એ કંઈ ઓછા ગૌરવની વાત નહતી. સામાન્ય માનવી તે આવા અભિમાનથી એક વેંત ઉચે ચાલે, પણ આપણું ચરિત્રનાયક કંઈ સામાન્ય નહતા. એઓ તે ઉચ્ચકોટીના આત્મા હતા. તેમણે તે ત્યાંની વાત ને વિનંતિ સાંભળી, એટલે યુગદષ્ટિથી જોઈને હા ભણી દીધી. ખરેખર એમની નજર યુગને જોતી હતી. ભાવિનાં એંધાણુ એ અગાઉથી પારખી શકતા હતા. સુરતમાં એવું જ એક ઉજમાળું કામ બની ગયું. કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ. મુનિશ્રીએ એનો ખૂબ ખૂબ અનુભવ કર્યો. તેમની ઉપદેશધારાથી અનેક સાધર્મિક વાત્સલ્ય થયાં અને જમણ સાથે કર્મનાં મરણ પણ થયાં. એ સિવાય જ્યારે ભાઈશ્રી ઉજમભાઈ મહેસાણાવાળા તેમજ મહિદપુરના શ્રી રાજમલભાઈની દીક્ષા થઈ, ત્યારે તે સુરત સંઘે ખૂબ જ ધામધુમ કરી અને દીક્ષાર્થીએનું પણ બાદશાહી બહુમાન કર્યું. ચિમાસું તે જોતજોતામાં પૂરું થઈ ગયું. દિવસો આવ્યા અને ચાલ્યા ગયા. પણ એ વિદાયમાં અનેક સંરમર કાયમ રહી ગયાં. મુનિશ્રી માટે તે સુરત યાદગાર બની ગયું. કારણ એમણે જ્યારે સુરતથી આગળ પંથે પ્રયાણ કર્યું ત્યારે તેઓ સાત સાધુસંતાનના પુણ્યપિતા બન્યા હતા. આ સાતે યે જ્યારે સુરત છોડયું, ત્યારે કોક બેલી ઊડયું - “જુઓ ! અવનિતળના આ જીવંત સપ્તર્ષિ ચાલ્યા જાય !” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy