SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ પરંતુ આ અકખરી અંતરના બધાયે સ્વીકાર ન કર્યાં. તે અંગે ઘણા જ વિરોધ ઉઠ્યો. શિષ્યસમુદાય ને ગચ્છમાં પણ વિવાદ જાગ્યા. મુંબઇની જૈન કોન્ફરન્સ તે ખૂબ જ ઉકળી ઉઠી, સં. ૧૯૬૦ માં મુનિશ્રી મુંબઇ હતા. તે જ અરસામાં શ્રી જૈન શ્વેતાંબર કાન્દ્ગરન્સનું અધિવેશન ચેાજાયું. શ્રી રાવબહાદુર બદ્રીદાસજી અધ્યક્ષ બન્યા. તે પ્રસંગે કલકત્તા, જયપુર, ગ્વાલિયર, જોધપુર, લેાધી વગેરે અનેક સ્થળેાએથી ઘણા શ્રાવકે અધિવેશનમાં ભાગ લેવા આવ્યા. સર્વ શ્રી માણુ ખદ્રીદાસજી, શ્રી નથમલજી શુલેચ્છા, શ્રી કાનમલજી પટવા આદિ આગેવાન ગૃહસ્થા પણ અધિવેશનમાં ઉપસ્થિત થયા હતા અને આ જુથ મુનિશ્રીના સામાચારીપરિવતન માટે નારાજ હતું. તે માટે તેઓને ભારે રજ ને રાષ હતા. તેઓ મુનિશ્રીને મળ્યા ને આ પરિવર્તન માટે ખૂબ જ વાટાઘાટો કરી, પણ મુનિશ્રી, મુનિશ્રી હતા. તેમણે જરાય હયું ન ગુમાવ્યું. ખૂબ શાંતિ ને ધીરજથી તેમને ઉકળાટ સાંભળી લીધા ને પછી ઘણી જ શાંતિ ને સ્વસ્થતાથી તાત્ત્વિક. દલીલેાથી આખી વસ્તુને સમજાવીને તેને ગળે પણ ઉતરાવ્યું કે એ પરિવર્તન ન તે જરાયે ઉતાવળીયું હતું કે ન તા એ ખાટુ હતું. એ પ્રસંગ ને એ પરિવર્તન એટલું બધું નાજુક હતું કે મુનિશ્રી સહેજ પણ ચૂકે તે ભારે વિરોધ-વંટોળ જન્મે તેમ હતું, પરંતુ અહીં જ તેા મુનિશ્રીની પ્રતિભાના સાચા પરિચય મળે છે. તેઓ ખૂબ જ મધ્યસ્થભાવે વાત કરે છે, ને ઘણી જ તીક્ષ્ણ વિવેકશક્તિ વાપરે છે. સારગ્રાહી ષ્ટિ કાને કહેવાય ? એ તે આ પ્રકરણને સુખદ ઉકેલ જ બતાવે છે. તેમણે ગૃહસ્થાને શાંત કર્યા. એટલું જ નહિ પરંતુ તેમના શિષ્યસમુદાયમાં પડેલા વિચારવૈમનસ્યને પણ દૂર કર્યું.. પેાતે તા સામાચારીનું પરિવર્તન કર્યું, પરતુ તેમણે એવા આગ્રહ જરાયે ન રાખ્યા મારા શિષ્યા પણ હું જે સામાચારી પાળું તેને જ અનુસરે. એમાં તેએ મધ્યસ્થ રહ્યા, અને તપા—ખરતરની ધુરા સંભાળવા પેાતાના શિષ્ય શ્રી પં. હર્ષ મુનિજી તથા પં. શ્રી જશમુનિજીને પોતે અનુમતિ આપી. આ સંબંધમાં તે કેવા ઉદાર હતા તે તેમના મળી આવેલા નીચેના પત્રા પરથી જાણી શકાય છેઃ— ॥ શ્રીઃ । ૮ ૩ નવા' ' | ૧ત્રં | હિ. । મો. । નો. | ર્. । જ્ઞ. | s | ં. ë. । ત્ર | તંત્ર તંત્ર देना तथा खरतरगच्छ में अपण इहां कोई सामाचारी करणे वाला है नहिं सो तुम करो तो અન્છા હૈ । મ રાપ્તિ હૈ । હમારી સુશ સે બાજ્ઞા હિણી હૈ । નાના શુમં. પત્ર તેના. સંવત ૧૧૬૦ મિ. ા. | વૈં. | ↑ હિ=હિવી । =અનુવના | ૧ ==ચર્ફે ન=નસમુનિ । Jain Education International ૫ મોમોહન । કુંવના । નો=નોધપુર 1 વં=નાવશો । For Personal & Private Use Only પુ=પન્યાસ । www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy