SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસની આરસી વેગીઓના નિવાસ માટે જમીન અર્પણ કરી દીધી. આ રીતે વરસો બાદ પાટણમાં સંવેગી સાધુઓના પગલાં પડવા શરૂ થયાં. સોલંકી યુગમાં પાટણની જાહોજલાલી ચરમ સીમાએ હતી. એના એંધાણ આ ભૂમિકામાં જોવા મળે છે. એ તકને લાભ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. સાહેબે સારે ઉઠાવ્યું હતું. ભાવિ હંમેશા પુણ્યાત્માઓ માટે પૂર્વભૂમિકા તૈયાર કરતી જ રહે છે. તેનું આ એક ઉજળું ઉદાહરણ છે. વિક્રમના ૧૧ મા શતકનો જ એક બીજો પ્રસંગ છે. ચૈત્યવાસીની શિથિલતાન એ પૂરેપૂરે ચિતાર આપે છે.' સેઢી નદીના કિનારે સ્તંભનપુર (ખાંભણ) માં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું નૂતન જિનાલય બંધાવવા માટે રકમ ભેગી કરવામાં આવી હતી. આ. ભ. શ્રી મHદેવસૂરિના શિષ્ય આક્રેશ્વર શિલ્પશાસ્ત્રમાં ત્યારે નિપુણ મનાતા હતા. આથી ચૈત્યના કર્માધ્યક્ષ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. આમેશ્વરે કામ શરૂ કર્યું. સંઘે તેમને વેતનમાં દરરોજને એક કમ્મ અને ભેજન આપવાનું નક્કી કર્યું. આ બતાવે છે કે આગ્રેશ્વર ચૈત્યવાસી જ હતા. પણ આશ્વરે ભિક્ષા માંગીને મળતાં દ્રમ્મનો સંગ્રહ કર્યો. ભેજન–પાણીમાં કરકસર કરી અને તે કરકસરમાંથી ભેગી થયેલી રકમમાંથી તેમણે તે ચૈત્યમાં જ પિતાના નામની એક દેવકુલિકા (દેહરી) બંધાવી. આ વસ્તુ સાફ ને સ્પષ્ટ વાત જણાવે છે કે ત્યારે સાધુઓ પણ ગૃહસ્થની જેમ ધનના બદલામાં કામ કરતા થઈ ગયા હતા. આ પરંપરા છેવત્તે સ્વરૂપે ૧૩ મા સૈકામાં પણ કાયમ રહી. વિ. સં. ૧૨૬૫ માં વાયડગ૨છીય શ્રી જિનદત્તસૂરિજીના શિષ્ય શ્રી જીવદેવસૂરિજી એક પ્રભાવક ને ચમત્કારિક સાધુ થઈ ગયા. તે સમયે ચૈત્યવાસીઓનું પ્રાબલ્ય ખૂબ જ હતું. આચાર્ય શ્રી જીવદેવસૂરિની પરંપરામાં થનાર નૂતન આચાર્યને પદપ્રદાન પ્રસંગે આચાને સુવર્ણની યોપવિત (જનોઈ) આપવામાં આવી હતી. તથા એ પ્રસંગ નિમિત્તે બ્રહ્માના મંદિરમાં અભિષેક કરાવવામાં આવતું હતું. આ રિવાજ ચૈત્યવાસીઓની ત્યારે કેવી ભારે પકડ હતી તે કહી જાય છે. તે સમયે આચાર્યના અનેક ચમત્કાથી ઘણા બ્રાહ્મણે તેમની નજદીક આવ્યા, અને જેનો તેમજ બ્રાહ્મણે વચ્ચે એકજ્ય સ્થપાયું. આની એક ઉલ્ટી અસર એ પડી કે તેથી એક અનિચ્છનીય રિવાજ દાખલ થઈ ગયે. આ પ્રસંગે જતાં આપણે એમ કહી શકીએ કે ચૈત્યવાસમાં આવેલી શિથિલતા વધારે પડતી છતાંય એકાંશી હતી. સાધુજીવનના ઉત્તરગુણ એથી ભૂલાતા ગયા. પણ તેનાં મૂળ ગુણે તે સચવાઈ જ રહ્યા. ઉપરાંત તેમણે તીર્થ (ચૈત્ય) સંરક્ષણ તથા ચમત્કાર દ્વારા શાસનપ્રભાવના આદિનું પણ કાર્ય ઉપાડી લીધું. આમ ઠેઠ વિક્રમની પાંચમી સદીથી માંડીને લગભગ અઢારમા સૈકા સુધી આ પ્રવૃત્તિ ચાલતી રહી.. ૧. જુઓ, પ્રભાવક ચરિત્ર, અભયદેવસૂરિ પ્રબંધ ગાથા ૧૬૧ થી ૧૬૪. ૨. જુઓ, પ્રભાવક ચરિત્ર, જીવદેવસૂરિ પ્રબંધ ગાથા ૧૬૮. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy