SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી પર ન હતાં. છતાંય આગંતુક સંવેગીઓની શ્રદ્ધા અતૂટ હતી. લીધેલ ધ્યેયની તેમાં પ્રબળ તાકાત હતી. સાધનાનું ખમીર તેમના રોમેરોમમાં ઉછાળા મારતું હતું. સામેશ્વર રાજપુરોહિત હતું. મેં શૈવધર્મી હતે. છતાંય સત્યધર્મને જ પક્ષપાતી હતા. અન્યાયને તે જરાપણ સાંખી શકે તેમ ન હતું. સેમેશ્વર તેની ન્યાયનિષ્ઠા માટે લેકપ્રિય હતે. સંગીયુગલ આ પુહિતને ત્યાં ગયું. યુગલ સમયજ્ઞ હતું. તેણે દ્વારમાં પેસતાં જ વેદોચ્ચાર કર્યો. એ સાંભળતાં જ પુરોહિતે એ યુગલને આવકાર આપ્યો. પુહિત આ અવધૂતની જ્ઞાનપ્રતિભા જોઈ ખુશ થઈ ગયે. તેને તે એ યુગલ વેદ-ઉપનિષસ્મૃતિઆગની જાણે જીવંત પ્રતિમાઓ દેખાઈ !! પુરોહિત સેમેશ્વર રાજના વફાદાર માણસ હતા, પરંતુ આજે તે રાજના કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. પરંતુ તેમને તેને ખ્યાલ ન હતું. અને હોય તે તેને કોઈની બીક ન હતી. એ નીડર હતા. આ બાતમી જ્યારે ચૈત્યવાસીઓને મળી, ત્યારે તેઓ સીધા જ પુરોહિતના નિવાસે આવ્યા અને ઘણી કડકાઈથી કીધું કે–આ સંવેગી સાધુને તમે અહિં નહિ રાખી શકે અને રાજઆજ્ઞાથી વિરુદ્ધ તમે તેમને જે આશ્રય આપ્યું છે તે બદલ તમે હવે રાજના ગુનેગાર છે.” - ચૈત્યવાસીની આ ધમકીથી તે જરાય ન ડગ્યા. પુરોહિતે ઘણા જ ઠંડા હૈયાથી જવાબ આપે –“આને નિર્ણય રાજસભામાં લેવાશે અને જે હું ગુનેગાર ઠરીશ તે તેને દંડ હું ભેગવી લઈશ.” ચુકાદો રાજસભામાં આવવાનું હતું. સામસામા બંને પક્ષ મજબૂત હતા. બંનેએ વાતની રજૂઆત કરી. વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલી ચૈત્યવાસીઓની સાર્વભૌમ સત્તાને ડગાવવાને આ પહેલો જ પ્રસંગ ને પ્રયત્ન હતો. ચૈત્યવાસીઓ આથી ખળભળી ઊઠ્યા. તેમણે ખૂબ જ શોર મચાવ્યો. ખૂબ હેહા કરી. એ વિરોધમાં સત્તા હતી પરંતુ શાણપણ ન હતું. કાયદે હતું પણ કુનેહ ન હતી.' સોમેશ્વર સંવેગી સાધુઓનો પ્રતિનિધિ બને. આ લડતમાં તેની પાસે માત્ર સત્યનિષ્ઠા જ હતી. તેમાં તેને ગુણાનુરાગ હતે. ખેટી પરંપરામાં એ માનનારો ન હતે. સત્યને આત્મા ઘવાય તે પહેલાં જ પિતાને આત્મા પડે એમ ઈચ્છનાર હતે. દુર્લભરાજ પણ કંઈક આવા સ્વભાવને હતું. તેણે ફેંસલે આપતાં કહ્યું –“પુરોહિત સોમેશ્વરજી નિર્દોષ છે. સંયમી પુરુષોને આશ્રય આપે એ કઈ ગુને નથી પણ ફરજ છે. જ્યાં ફરજ જે ગુનાથી મૂલવાતી હોય તે એ દેશ આબાદ નથી. એ આઝાદ નથી. તે પરતંત્ર છે. બરબાદ છે. સાંપ્રદાયિક જોહુકમી ગામ, નગર, દેશ બધાય માટે લાંછનરૂપ છે. પાટણ આજથી દરેક ગુણવાનને સત્કાર કરશે. સૌ તેને સન્માનિત કરશે.” સભામાં ઉપસ્થિત શૈવદશની મહાત્મા “જ્ઞાનદેવે આ વાતને ઝીલી લીધી. અને તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy