SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વિપત્તિ એની વચ્ચે થી કરવામાં આવી. પેલાં બે બાળકો તથા બીજાં પણ બાળક એમાં દાખલ થયાં. હવે કામ કપરું હતું. દ્રવ્યને સવાલ તરત જ સામે આવીને ખડે થયો. જે કાર્ય ૪૦ થી ૬૦ના ખર્ચામાં ચાલતું તે વિશાળ થયું હતું. મુનિજને માથે ઉપદેશ દેવાની ફરજ આવી પડી. એ કાળે કેટલાક સાધુઓની એવી માન્યતા હતી, અથવા આજે પણ કેટલાક સાધુઓની માન્યતા છે કે, અઠ્ઠાઈ મહત્સવ, વરઘોડા, સ્વધર્મીવાત્સલ્ય અને પાંજરાપોળ માટે ઉપદેશ આપી, શ્રાવકેનાં નાણાં ખરચાવી શકાય, પણ પાઠશાળાને નામે સાધુ કંઈ કહી ન શકે, ઉપદેશ કે પ્રેરણા ન જ આપી શકે ! આ વિટંબનાઓએ મુનિજીની ચતરફ ઘેરે ઘા. કટાક્ષ અને આક્ષેપની વર્ષા થવા લાગી. પણ ભલા કર્મયેગી કયે દહાડે કટાક્ષથી ડર્યા છે? એ બધી આપત્તિઓ વચ્ચે તેમણે કામ જારી રાખ્યું. કેટલીક વાર તો કરેલું કાર્ય જડમૂળથી ઉખડી જવાની દશા આવી પહોંચી. પણ મુનિજી વારે ઘડીએ પિતાના હાર્દિક વિશ્વાસથી પિતાના સાથીદારને કહેતાઃ સત્કર્મ કર્યા જાવ, પરિણામ સારું છે, વાચકવર્ય શ્રી યશોવિજયજી મહારાજ પર વિશ્વાસ રાખો.” અને બન્યું પણ એવું. વિપત્તિની વર્ષા અનેક ઝીઓ વરસાવી ગઈ. માણસ નિષ્કર્મણ્ય બની બધું મૂકી દે તેવી પળો પણ આવી. છતાં મુનિજીની દઢતાએ વિપત્તિઓમાં જ પિતાના કાર્યને મજબૂત બનાવ્યું. કાર્ય આગળ વધતું ગયું. વિદ્યાર્થીઓ વધવા લાગ્યા. હવે તે મકાન નાનું પડવા માંડયું. શેઠ મોતીશાના મકાનની મેડી ઉપરથી પાઠશાળા તથા બેડીંગ દયાળજી સુખડીયાના મકાનમાં લાવ્યા. અહીં બીજની કલાની જેમ સંસ્થાને વિકાસ વધતો ચાલ્યો આખરે માસિક ૧૫૦) રૂા.ના ભાડાથી એસમાન શેઠના ત્રણ મજલાવાળા મકાનમાં સંસ્થાને લાવવી પડી. મુનિની તમન્ના જ ભારે હતી. કમળ પાણીમાં હતું પણ પાણીને સ્પર્શ એને થઈ - - તથા છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy