SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ T 1 .' ' ED - મૃત્યુના મોં માં પણ “Sorrow Does not come alone.” આપત્તિને એકલા આવવું ગમતું નથી. ઘેર આવતાં નાના કેરક ફૂલ શી બેન રતન પ્લેગની દાઢમાં સપડાઈ ચૂકી હતી. કલેજાને મહામહેનતે થામી ધારશી બેનની સેવામાં બેસી ગયે. પણ એની સેવા નિષ્ફળ જવા સરજાઈ હતી. રતન પણ માતાને પંથે પળી. સોનાપુરની રાખમાં એ મળી ગઈ. નિરાંતે વસતા પક્ષીના માળામાં કઈ શિકારીનો પંજે પડે એમ ધારશીના કુટુમ્બમાંથી એક પછી એક માણસે ૧૯ગદેવના પંજામાં સપડાવા લાગ્યાં. માતા ને બેન પાછળ બીજાં બે ગયાં. ધારશીની હૃદયવેદના અસીમ હતી. મમત્વનાં રુદન કલેજાં ચીરનારાં હોય છે. મૂચ્છનાં મરશિયાં મહામનના માનવીઓને પણ ડેલાવે છે. મૃત્યુ સંખ્યા વધતી જ જતી હતી. ચાર ઉપરથી આઠ ઉપર ને ધીરેધીરે આંકડો સોલથી સત્તર પર આવી લ્યો. એ બધાને ખભે નાખી મુંબઈની ઉજજડ શેરીઓ વચ્ચે પસાર થનાર ધારશીની સંસારી અને ભાવના તે અસારભાવનાની વલોવાતી અનેક ઉમિઓમાં લુપ્ત થઈ ગઈ હતી. આ અસારભાવના સ્વયંભૂ – અનુભવજન્ય હતી. સમગ્ર શાસ્ત્રનાં હજારો પૃષ્ઠમાં વર્ણવાયેલું માનવદેહનું ક્ષણભંગુરપણું એણે આંખ સામે નિહાળી લીધું હતું. સત્તર સત્તર સ્નેહિનાં મૃત્યુ જેનારાના દિલમાં મોહક સ્નેહસંબંધ તો ક્યાંથી હસ્તી ધરાવે ! - ધારશીનું નાનું મુગ્ધ હૃદય આત્મમંથનની અવનવી ઉર્મિઓ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું. ત્યાં પ્લેગદેવે પોતાના ભક્ષને બચાવવા મથનાર પર કરઠી નજર નાખી. એક—બે નહિ, પણ એકી સાથે ત્રણ ત્રણ ગાંઠેએ તેને બિછાના પર પટકી પાડયો. આ વખતે પોતાના ગણાવાય તેવા એક નાના ભાઈ સિવાય ને કદી કદી મળવા આવતા મિત્ર સિવાય તેનું કેઈ ન હતું. સત્તર જે માગે ગયા તે માર્ગે જવાનાં તેડાં આવ્યાં સમજી ધારશીએ વ્યથા સહન કરવા માંડી. જ TECH: " જ એ S કુક Sિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy