SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ ને બાલ્યાવસ્થા પર બહુ લાભ પહોંચાડ્ય. શરીર સુદઢ ને કસાયેલું થયું સ્વાશ્યની સુરખી દેહ પર લાલ ચટક રેખાઓમાં તરવરી ઊઠી. એનું ખડતલપણું, નિભર્યતા અને એથીય આગળ વધીને સહિષ્ણુતા ખૂબ વધ્યાં. એની સહિષ્ણુતાની કસોટી કરતે એક દાખલે એ જ વખતે બનેલું. એક વખત અંધારી રાતે ભેરના છોકરા સાથે ધારશી મગના ખેતરમાં ઘૂસ્યો. મગની રૂપાળી શોએ એનું મન ભાવેલું. થોડીવાર થઈ ત્યાં તો રખેવાળ જાગી ગયો. એને તરત જ ભાન થયું કે ખેતરમાં ચેર ઘુસ્યા છે. એ ડાંગ લઈ પાછળ દોડ્યો. ભેર કરે તે વખતસર છટકી ગયો. ધારશી માટે કઈ માર્ગ નહોતો. સામે મોટી કાંટાની વાડ હતી. એણે કાંટાની વાડ પર છલંગ મારી. વાડ તે ઓળંગાઈ ગઈ પણ તેની બાજુમાં જ એક અવાવરુ કુવો હતે. કાંટા ને ઝાંખરાથી ભરેલો. ધારશી તેમાં પટકાઈ પડ્યો. આખું શરીર લોહીલુહાણ થઈ ગયું પણ તેણે એકે ઊંકાર ન કર્યો. ઘેડીવારે મહામહેનતે બહાર નીકળી કાંટા વીણી કાઢી ઘેર જઈ સુઈ રહ્યો. ચોરી કરવા જતાં પકડાઈ જવાની નામર્દાઈ કરતાં આ કાંટાના ડંખ સહેવામાં એને મર્દાઈની મઝા લાગી ! ધારશીના આ પરાક્રમની વડીલવર્ગને જાણ પણ ન થઈ દશબાર વર્ષની ઊંમરમાં તે એ જુવાન જેવો લાગવા માંડ્યો. એના સ્નાયુ કસાયેલાં ને છાતી ઢાલ જેવી પહેલી થઈ એ જેમ વધતો ગયો તેમ એની હિંમત, સાહસ ને નિભર્યતા પણ વધતાં જ ગયાં. કહે તે અડધી રાતે ચાર ગાઉ જઈ પાછો આવે અને શરત મારો તે ભૂતના સ્થાનકે કલાકના કલાકો બેસી રહે! ભય જેવી વસ્તુ જ જાણે નહિ! પત્રી ગામની બહાર, કુદરેડિયાના રસ્તે એક બાવળ હતે. આ બાવળમાં હાજરાહજુર ભૂતને વાસ છે, એવી માન્યતા હતી. દિવસે પણ ત્યાંથી એક્લા તે ન નીકળાય! રાતની તે ક ૧૩ Jain Education International
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy