SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી ચારિત્રવિજય મેન્ટ કરવા માટે રા. કંવરજીભાઈને મેનેજર તરીકે નીમ્યા છે જેથી આ પાઠશાળાને મહારાજ સાહેબે મજબુત અને સંગીન બનાવી ચિરસ્થાયી કરી દીધી છે. છેવટે મહારાજ સાહેબને અમારી એ જ નમ્ર વિનતિ છે કે તેઓ સાહેબ વિહારમાં હોવા છતાં તેમના પવિત્ર મનનાં નિર્મળ રજકણે પાઠશાળા ઉપર પાથરતા રહે અને જે બચ્ચાઓને પાંચ વરસ પાળા પછી અન્નદાન સાથે વિદ્યાદાન આપેલ છે, તેના ઉપર અમિદષ્ટિ કાયમને માટે જળવાઈ રહે.” ત્યારબાદ પાઠશાળાના મેનેજર રા. કુંવરજીભાઈ દેવશીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે “આ સંમેલન ભરવાનો હેતુ સંક્ષેપમાં મારા મિત્ર માસ્તર ત્રિભુવનદાસે જણાવ્યું છે કે અમારા પૂજ્ય માનીનય મુનિ મહારાજ શ્રી ચારિત્રવિજયજી આ સ્થળેથી ટુંક સમયમાં વિહાર કરી પધારવાના છે, જેથી તેમનાથી જુદા પડતા છાત્રગણું તથા કાર્યવાહકોની એવી ઈચ્છા થઈ કે તેમના માન માટે એક મેળાવડો કરી તેમના તરફ ભક્તિભાવ દર્શાવવો અને તેથી આજે આ મેળાવડો ભરી શક્યા છીએ. પૂજ્ય મુનિ મહારાજ આ ખાતા સાથે શરૂઆતથી જોડાયા છે. ખાતાની એકડે એકથી શરૂઆત કરનાર અને તેને સર્વ રીતે સંભાળી આબાદ કરનાર તેઓશ્રી પોતે જ છે. તેઓ સાહેબ વિહાર કરી પધારે છે. છતાં આ પાઠશાળા સાથે તેમને સંબંધ જેવોને તે જ ચાલુ રહેવાને છે, પણ આ કાર્યની વ્યવસ્થા અમુક પ્રકારે કરી, એટલે સ્પષ્ટ શબ્દમાં કહું તે સ્થાનિક કમીટી મારે માથે આ કાર્ય નાંખી તેઓશ્રી હાલમાં પધારવાના છે. જૈનધર્મમાં સાધુની પ્રવૃત્તિ માત્ર ઉપદેશક તરીકે છે અને બીજી સર્વ રીતે સાંસારિક ઘટનાઓથી અલગ રહેવું એ સંયમધારીઓને સંયમ છે, પરંતુ ધર્મવૃદ્ધિ માટે જે ઉો વિચાર કરીશું તો તરત ખુલ્લું જણાઈ આવશે કે, આવી પવિત્ર પ્રવૃત્તિથી ચારિત્રમાં ખામી આવતી નથી. પરંતુ તેમાં વૃદ્ધિ જ થાય છે. જે અજ્ઞાન અત્યારે અમારી જૈન કોમમાં ફેલાયેલું છે તે ખુણે ખાંચરેથી શોધી કાઢી હાંકી કાઢવું અને જ્ઞાનદીપક પ્રગટાવવા એ જ મહારાજ મુખ્ય હેતુ છે. આ પાઠશાળા જેવી અનેક પાઠશાળાઓ સ્થાપન થાવ, એવી મહારાજ સાહેબના જીગરની ઇચ્છા છે. શાસનદેવતા તેમને સહાય કરો. - તેઓશ્રીએ લોકોની સ્તુતિ અને નિંદા નહીં ગણકારતા રાતદિવસ અખંડ પરિશ્રમ કરેલો છે. અને આ પાઠશાળારૂપી વિદ્યાની વાડી ઉત્પન્ન કરી છે જેના ફળ જૈનબંધુઓને મળશે. જેનોમ તેઓશ્રીની આભારી છે. આવાં ઉત્તમ કાર્યને બદલો કઈ રીતે આપી શકાય તેમ નથી, પરંતુ આપણું હદયની શુદ્ધ ભાવના દર્શાવતા તેઓશ્રીને માનપત્ર આપનાની દેજના કરી છે, મને આશા છે કે આપ સર્વ સંગૃહસ્થો આ ભાવનાને અનુકૂળ થશે.” ત્યારબાદ નરસી કેશવજીની ધર્મશાળાના મુનીમ રા. વલ્લભજીભાઈએ ઉભા થઈ જણાવ્યું કે પહેલાના વક્તાઓ જે કંઈ બોલી ગયા તે યથાર્થ છે. અમારી કોમમાં મુનિ મહારાજાઓ તથા ગૃહસ્થા તરફથી કેટલાએક કાર્યો માટે પરિશ્રમ થાય છે પરંતુ તે કાર્યોને સંગીન બનાવવા તેઓએ મહારાજ સાહેબના સતત પરિશ્રમનો દાખલો લેવો જોઈએ. એકલા અર્વાચીન જ્ઞાનથી આપણી ઉન્નતિ થવાની નથી, પરંતુ પ્રાચીન જ્ઞાન સાથે અર્વાચીન જ્ઞાનથી આપણું ઉન્નતિ થશે. મહારાજ સાહેબના પાંચ વરસના પરિશ્રમના ભાગે આ સંસ્થા આવી ઉન્નતિએ પહોંચી છે. વિશેષ ખુશી થવા જેવું છે કે પાઠશાળાની દેખરેખ માટે મુંબઈમાં જનરલ કમીટી અને સેક્રેટરીઓ નીમાયા છે અને અહીં સ્થાનિક કમીટી નીમાઈ છે. છેવટે ઇચ્છીશું કે આ સંસ્થા આગળ વધી ગુરુકુળ બને અને આ સંસ્થાને શાસનદે ચિરસ્થાયી બનાવો.’ ત્યારબાદ “જૈનશાસનના અધિપતિ રા. પુત્તમદાસે પિતાનું ભાષણ ચલાવતા જણાવ્યું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy