SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો અને પ્રશસ્તિઓ જે ધારે તે કરી શકવા સમર્થ હતા. એમના શબ્દોમાં કોઈ સંજીવની હતી. કાર્યમાં કોઈ અજબ શક્તિ હતી. પાલીતાણું. માસ્તર કસ્તુરચંદ હેમચંદ શાહ બુદ્ધિમત્તા, ન્યાયપ્રિયતા, જિનેશ્વર પ્રભુ પ્રતિ અપૂર્વ ભક્તિ જ તેમની મહત્તા સૂચવે છે. જગતમાં એવા થોડા જ માણસો હોય છે જેમાં એક માર્ગ અંગીકાર કરી બીજે માર્ગ ઇષ્ટ જણાતાં હિંમત ને સાહસથી અંગીકાર કરે છે. પૂજ્યશ્રીએ એ કરી બતાવ્યું હતું. શાસનની દાઝ તેમને હૈયે ઘણું હતી અને તે માટે તેમણે પાલીતાણા ખાતે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાની સ્થાપના કરી અને તેને વિકાસ સાધી ગુરુકુળ બનાવ્યું. આ સંસ્થા માટે તેમણે આપેલા અમાપ ભેગનું વર્ણન કરીએ તેટલું ઓછું છે. આવા એક પરોપકારી પુરુષની જેટલી પ્રાર્થના કરીએ તેટલી થેડી છે. પાલીતાણા, ૨૬-૩૨ શ્રી શંકરલાલ ડાહ્યાભાઈ કાપડિયા સુપ્રી : શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ માત્ર અઢાર વર્ષના ચારિત્રસમયમાં સંવેગ ધર્મનું રક્ષણ કરતાં પોતાના જીવનમાં અનુપમ એવાં શાસન સેવાનાં કાર્યો કરી તેઓ રેનસમાજ ઉપર ઉપકાર કરી ગયા છે. વધારે જીવન ટકયું હોત તો શાસનસેવા કરી જૈનશાસનને વધુ આભારી કરત! મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી અત્યારે નથી પરંતુ તેમનાં સેવાનાં કાર્યો સ્મરણ ચિન્હ તરીકે મૌજુદ છે; જેને યાદ લાવી જૈન સમાજ અત્યારે પણ તેમનું પવિત્ર સ્મરણ કરે છે ! ભાવનગર ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ કોને ખબર હતી કે કબીર'ની ફેંકી દીધેલી દાતણની બે ચીરમાંથી મહાન કબીરવડ’ બનશે? અને એને સંસ્મરણ નિયનતન રાખશે! કોને ખબર હતી કે મહારાજશ્રીએ વાવેલું ગુરૂકુળ વૃક્ષ આમ ફાલશે-કુલશે અને સર્વને આકર્ષશે ! પાલીતાણાના ભયંકર જલપ્રલય સમયે તેમની અનુપમ સેવા એ તેમના જીવનને મહત્તમ અને સુવર્ણ પ્રસંગ હતો. સેંકડો માણસોને અને ઢોરોને પૂરમાં મૃત્યુ માર્ગે જતાં જાણું એમનું હૃદય પીગળી ગયું. એ સમયે પોતાના દેહની દરકાર રાખ્યા વગર પરાર્થે ઝંપલાવી એમણે કેટલાયે જીવને અભયદાન આપ્યું. એમની સાચી સેવાની સાચી કદર થતાં સ્ટેશન સામેની વિશાળ જગ્યા મળી. ત્યાં જ્ઞાનદાન અર્થે સંસ્થા સ્થાપી. આજે એ સંસ્થાને વીસેક વર્ષ થયાં. એની પ્રગતિ, વ્યવસ્થા એ બધું અદ્વિતીય અને અજોડ છે. મહારાજશ્રીનું સાધુજીવન સુહાણ છે. એમના ત્રણ શિષ્યરત્નો વારંવાર પોતાના ગુરુદેવની સંસ્થાપિત સંસ્થાને સ્મરણમાં લાવી મદદ અપાવી રહ્યા છે. મહારાજશ્રીના જીવન આદર્શની જ્યોત જૈન જગતમાં સોનેરી પ્રકાશ પાથરી રહી છે. આમ “ ગુરુકુળ” એ જ એમના સ્મરણ અંકનું સુવર્ણપૃષ્ઠ' નહિ તે બીજું શું ? પાલીતાણું શ્રી તલકચંદ જાદવજી મહેતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy