SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રો અને પ્રશસ્તિઓ પણ અહીં પ્રથમ પરિચય થયો. તેમની ઉચ ભાવના, ખંતીલો સ્વભાવ અને જૈન બાળકો-જેઓ અન્ન, વસ્ત્ર અને વિદ્યા વગર રઝળે છે તેમને સંસ્કારી બનાવવાની ધગશ. આજે પણ યાદ આવે છે. ત્યારબાદ જલપ્રલય વખતનો પ્રસંગ. જે લોકોએ એ દશ્ય જોયેલું તે તેને મનુષ્યશક્તિ બહારનું કહે છે. દેવશક્તિની સહાય વગર આ બને જ કેમ? મહારાજ શ્રી સાથે આ પ્રસંગની વાતચીતમાં તેમણે કહ્યું કે, “ખરી જીવદયાની ભાવના હોય છે તેને શક્તિ મળે જ છે.” ખરેખર ! પંચેન્દ્રિય જીવો બચાવ્યા તે યુગ્ય જ થયું છે. સંકટ સમયે પિતે ઊભા રહી જોયા કરે, પિતાનાં બલબુદ્ધિનો ઉપયોગ આવા ત્રસ્ત જીવોને બચાવવા ન કરે અને લોકોને દેખાડવા મુહપત્તિ પડિલેવ્યા કરે અને કહે કે અમે શદ્ધ ક્રિયા કરીએ છીએ, આમ કહેનાર મહાત્માઓને નમસ્કાર ? જૈનધર્મ પરિણામની ભાવના પર છે. અંતઃકરણની શુદ્ધિપૂર્વક કાર્ય કરશે તે તરશે. આ પછી સં. ૧૯૭૪ની સાલમાં હું પાલીતાણું ગયેલો. નહારબીલ્ડીંગમાં ઉતર્યો હતે. પૂજ્ય મુનિરાજ શ્રી તથા આચાર્યવર્ય શ્રી વિજયકમલસૂરિજી પણ ત્યાં પધાર્યા. તેમણે પાઠશાળા સંબંધી વાત કરી. તેમજ વધુ માટે પિતે જ્યાં ઉતર્યા હતા ત્યાં રણશી દેવરાજની ધર્મશાળામાં આવવાની વાત કરી. ત્યાં પણ હું ગયો. પાઠશાળા માટે સહકાર આપવા કહ્યું. પોતે વિહાર કરવા માગે છે તે જણાવ્યું. આ પછી મુંબઈ જતા માર્ગમાં વેગોનેષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને વાંદવા ઉતર્યો. તેમણે પણ એ કાર્ય માટે મને કહ્યું. તેમજ શ્રીયુત લલુભાઈ કરમચંદને લખ્યું છે તેમ જણાવ્યું. મેં કહ્યું કે જો તેઓ હશે તે હું તૈયાર છું. શ્રીયુત લલ્લુભાઈ પણ પાલીતાણે ગયા. શ્રી ચારિત્રવિજયજીને મળ્યા. વાતચીત કરીને સંસ્થાનું સુકાન સંભાળ્યું. આ પછી ૫ણ શ્રીયુત લલ્લુભાઈ જામનગર બાજુ જઇ મહારાજશ્રીને મળ્યા. મહારાજશ્રી ઘણુ રાજી થયા. તેમણે એ વેળા આ ઉપરાંત એક અનાથાશ્રમ સ્થાપવાની જરૂર જણાવી: તેમજ એક પંડિત થનારાઓ, સાધુ થવા ઈચ્છનારાઓ માટે બાળપણથી જ તેવી કેળવણી મળે તે માટે એક જુદું ખાતું ખોલવા આગ્રહપૂર્વક ઉપદેશ આપ્યો. જેનોનાં બાળકો અન્ન પાણી વગર દુખી થાય એનું એમને મોટું દુઃખ હતું. તેમની વાત સાંભળી અમોને ખૂબ આનંદ થતો. કેવી ઊંચી ભાવના ! આનાથી વધુ શાસનસેવાનો અંત કેવો હોય ? જેનામાં આવા સાધુ મહારાજ હૈડા હેય તે પણ જૈનધર્મની ઉન્નતિ જરૂર થાય. તેઓશ્રીને અમરઆત્મા આપણી વચ્ચેથી અમરધામ તરફ ગયો છે. પણ તેઓ જ્યાં હોય ત્યાંથી એવા આશીર્વાદ આપે જેથી અહિંસાધર્મની વિજયપતાકા સર્વત્ર લહેરાય! મુનિઓને પુનઃ પુનઃ વંદના ! મુંબઈ. શ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરી મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મહારાજ સંવત ૧૯૬૭ની સાલમાં પાલીતાણામાં ચતુર્માસ રહ્યા હતા. હું મારા કુટુંબ સાથે છ માસ ત્યાં જ રહ્યો હતો. આ વેળા મને તેઓશ્રીને પરિચય થયો હતે. તેઓશ્રીએ જેન કામનું અને મુખ્યત્વે ત્યાંના અજ્ઞાન જૈન બાળકોનું ભલું કરવા સંસ્થા સ્થાપી હતી, અને આ માટે એટલી મહેનત લીધી હતી કે તે મારાથી વર્ણન થઈ શકે તેમ નથી........તેઓ પોતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy