SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ હ૪ મ ચારિત્રવિજય સમાજમાં અનેક કલહે આજ સુધીમાં થયા છે. તે બધામાં ચારિત્રવિજયજી મહારાજ અલગ જ રહ્યા છે. પિતાની અજબ વીજળિક શક્તિને ઉપયોગ જેન સંતાનોને સાચા શાસનસેવક બનાવવામાં, સમાજની–સંઘની સેવામાં જ કર્યો છે. આવા નિસ્પૃહી પરમ ત્યાગી મહાત્માઓનું સ્મરણ યુગના યુગો સુધી અવિચલઅખંડ રહેશે. અનેક જગ્યા અને આથમી ગયા–ચાલ્યા ગયા, પરંતુ શ્રી ચારિત્રવિજયજી મહારાજની પુણ્યસ્મૃતિ જનસમાજ હયાત હશે ત્યાં સુધી સદા પ્રકાશમાન રહેશે. એ અમર આત્માને અમર શાંતિ હે! આજે જૈનશાસનમાં આવા ઉદારચરિત સાધુ પુરુષોની ઘણી જ જરૂર છે. જીવનમાં શાસનસેવા એ જ મુખ્ય મંત્ર હિતે, સમાજ હિતસાધના એ જ યેય હતું. કેઈ પણ જાતની ખટપટમાં પડ્યા સિવાય-કલહથી સદાય દૂર રહી નિસ્પૃહવૃત્તિથી, નિરભિમાનપણે, મૂકભાવે તેઓશ્રીએ જે શાસનસેવા અને સમાજહિત સાધ્યાં છે, એવા સેવાભાવી આત્માઓ અત્યારે પ્રગટે અને સમાજહિત સાધે, શાસન અને સંઘસેવા બજાવે તે બહુ જરૂરી છે. આનંદમય જીવન બનાવનાર જ આનંદ માણી શકે છે, તેમજ બીજાનાં આનંદમય જીવન બનાવી શકે છે. શ્રી ચારિત્રવિજયજી ઉદાર ચરિત અને બહુ આનંદી હતા. ગુરુકુલના બાળકો-વિદ્યાર્થીઓ સાથે બહુ ઉદારતાથી વતતા અને તેમને વિનયી, વિનીત, સદાચારી, ઉદ્યમી અને પરમ પુરુષાથી બનવાન એવી સુંદર રમુજી ભાષામાં ઉપદેશ આપતા–ટકેર પણ એવી કરતા, જેથી વિદ્યાથી આનંદથી હસતા હસતા સમજી જતા. વળી વિદ્વાન-પંડિતે સાથે બરાબર પંડિતાઈભરી વાત કરી જેનદર્શનનું રહસ્ય સમજાવતા. બાળક સાથે બાળક જેવી વાત કરી તવ સમજાવતા અને પંડિત-વિદ્વાને સાથે ગહન વિષયમાં ઉતરી તત્ત્વ સમજાવતા, ગુરુકુલમાં તમે કેઈને જુઓ, તો સમજવું કે એ ચારિત્રવિજયજી મહારાજ જ છે. એવા આત્માઓ આજે વિરલ છે. મહાત્મા શ્રી ચારિત્રવિજયજી મહારાજનાં અનેક ગુણસ્મરણે મારા ગુરુ શ્રી કહેતા. આજ એમાનાં આ બે શબ્દો રજા કર્યા છે. - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy