SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ E જીવનના ચમકાર અને ચમત્કાર વિ. સં. ૧૯૭૧ માં પાલીતાણામાં પ્લેગ હતે. ગુરુમહારાજ તથા ઉક્ત સંસ્થા શ્રી ટાણા મુકામે હતા. ઓચીંતા ચદશની સવારે ઊઠીને પાલીતાણા તરફ વિહાર કર્યો. મેનેજરે પુછ્યું કે “આમ એકીલા કયાં ચાલ્યા ” ગુરૂમહારાજે કહ્યું કે “પાણીતાણામાં યાત્રાળુઓને હેરાનગતિ થઈ છે.” એમ કહી પોતે પાલીતાણા આવ્યા. અહીં તપાસ કરી તો પાલીતાણામાં યાત્રિકોને યાત્રા માટે ન આવવા દેવાની નેટીસ નીકળી ચુકી હતી. તેમાં આ. ક. પેઢીના મુનીમે માત્ર પુનમે યાત્રિકોને આવવા દેવા માટે એગ્ય મહેનત કરેલ જે નિષ્ફળ ગઈ હતી. ગુરુમહારાજે અત્રે આવતાં જ પોલીસ સુપ્રી. નાથાલાલભાઈ તથા મેંજર સ્ટ્રોંગને મળી યાત્રિક આવે, ગુરુકુળના મકાનમાં ઉતરે, ગામમાં આવ્યા સિવાય બારેબાર રસ્તેથી યાત્રા કરી ચાલ્યા જાય એ બંદોબસ્ત કરાવ્યો. વિ સં. ૧૭૪ની સાલમાં આસો વદીરના દિને મહારાજે અંગીયાકરછના સંઘને બોલાવ્યો અને એકત્ર કરીને કહ્યું કે હવે હું આઠ દિવસને મહેમાન છું. તમે ગભરાશે નહિ. મારા શિષ્યોને મારા ગુરુ પાસે પહોંચાડી દેશે.” આ સમયે મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી તથા મુ. મ. શ્રી જ્ઞાનવિજયજીને એન્ફલ્યુએન્ઝાનું જોર હતું. મુનિ ન્યાયવિજયજી તંદુરસ્ત હતા. તેમણે કહ્યું: “સાહેબ ! આપને કે થવાનું નથી.” ગુરુમહારાજે જણાવ્યું કે “મહાનુભાવ! તું બાળક છે, ન સમજે.” બરાબર આસો વદ ૯ ની રાત્રે એક વાગે સ્વર્ગપ્રયાણ કર્યું. આજ આસો વદ ૯ ના સવારે ભૂજથી ડે. દુલેરાય આવી પહોંચેલ. તેજ વખતે મુનિ ન્યાયવિજયને એપેડિક્ષ ઉપડયું. ગુરુ મહારાજે દાક્તરને કહ્યું કે પહેલા ન્યાયવિજયજી પાસે જાઓ. ત્યાં જ તમને સફળતા મળશે. ડૉકટરે શ્રી ન્યાયવિજયજી પાસે આવી શરીર તપાસી મોરફીયાનું ઈન્જકશન આપ્યું. પછી ગુરુમહારાજ પાસે આવ્યા. તેમનું શરીર તપાસ્યું. દવા લેવા સૂચવ્યું. ગુરુમહારાજે ઉત્તર આપ્યો કે એક દિવસ સારૂં શા માટે વિલાયતી દવાથી દેહ ભ્રષ્ટ કરું ! એ નહી બને.” સંઘને ગુરુમહારાજશ્રીનું આસો વદ બીજે કહેલ વચન યાદ આવ્યું. અને દવા લેવા માટે બહુ આગ્રહ કર્યો નહિ. સંઘને નકકી હતું કે આજની રાત પસાર થઈ તે કાલે ગુરુમહારાજને વિના દવાએ જ આરામ થનાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy