SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનના ચમકાર અને ચમત્કાર # જમાલના ) બહાદુર બીલ્ડીંગમાં બગીચા તરફના એક ઓરડામાં બેઠા નામું લખતા હતા. ચેપડા સામા પડેલા હતા. તેવામાં આ મહાત્માએ એક નવ સુંદર ( ગલુડિયું ) કુતરાનું બચ્ચું દર્શાવી ઉક્ત મેનેજરને કહ્યું, કે “લે આ દીકરો! દીકરો દીકરો શું કરે છે. જા ! એને નવરાવી ધવરાવી સારી રીતે દૂધ પાજે, ને તેનું પાલન કરજે.” એમ થોડોક સમય સુધી કર્યું. ત્યારબાદ પિતાને ઘેર પણ ગુરુદેવના વચનને પ્રકાશ જણાવા લાગ્યો ને નવ માસે તેમને ઘેર પુત્રરત્ન પ્રાપ્ત થયું. અત્યારે તે જ બાળક ઉક્ત સંસ્થામાં અભ્યાસ કરે છે. વિ. સં. ૧૯૬૯માં બહાદુર બિલ્ડીંગમાં શ્રી. ય. વિ. જૈન પાઠશાળા સ્થાપી. ત્યાર પછી તે પાઠશાળાની સ્થિતિ ડામડાળ થઈ ગઈ. મેનેજરે સાંજે આવી ગુરુજીને કહ્યું, કે આજે સીલીકમાં કંઈ નથી. રાત્રી વીતી ગઈ. સવારે ગુરુદેવે ઉઠતાં સાથે જ કહ્યું, કે “ભાઈ આજેજ રૂા. ૧૮૧૩ નું મનીઓડર આવશે. ફિકર કરીશ નહિ. મનીઆરડર રવાના થઈ ચુક્યું છે.’ બન્યું પણ એમ જ. પોસ્ટમેન આ ને કહ્યું કે આજે રૂા. ૧૮૧)નું મનીઓરડર છે તેમ કહી રૂા. ગણી આપ્યા. ત્યારબાદ આ સંસ્થા સ્ટેશન પરના સામેના મકાનમાં આવી ત્યારે પણ મેં નજરે જેએલ છે કે એક વેળા આ સંસ્થા નાણાં પ્રકરણમાં ઘણી દુઃખી સ્થિતિમાં આવી. અનેક કષ્ટો વેઠવાં પડ્યાં. એક રાતી પાઈની પણ આવક નહીં અને કીકીદાર આવી ગુરુ મહારાજને કહે કે “સાહેબ! હવે આપણી સંસ્થાને નામે–ખાતે કઈ માંડે તેમ નથી. કેઈ ઉધારે માલ આપતું નથી, અને બજારમાં રૂપીયા બસો ચુકાવાના છે; અને લેણદારે બુમ પાડે છે. એક પાઈ પણ સીલકમાં નથી, બજારની લેવડદેવડના પૈસા કયાંથી ચુકાવવા?” ત્યારે મહારાજ સાહેબ તેને હીંમત આપતા ને કહેતા કે “જા, ચિંતા મત કર, કાલે બધું ઠીક થઈ જશે. સત્યની પ્રવૃત્તિને કદી આંચ આવતી નથી.” અને તે જ પ્રમાણે બન્યું હોય. જે સમયે આ સંસ્થા મુંબઈ જનરલ કમીટીને હાથે સેંપી, તે સમયે એમ બનેલ કે આ સંસ્થાના મેનેજરને તથા પં. ત્રિભુવનદાસભાઈને મુંબઈ શ્રીયુત શેઠજી સાહેબ જીવણચંદભાઈ ધરમચંદે કમીટીના બંધારણ માટે બોલાવેલ. તે વખતે નવું બંધારણ ઘડતા લગભગ કાંઈક સમય થએલ, ને મુંબઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy