SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમન્ના આંતરજીવનમાં એક દૃષ્ટિપાત સંવત ૧૯૬૮માં શ્રી સિદ્ધક્ષેત્રમાં બેડિંગની સ્થાપના તેમના હાથે થઇ. તે માટે જે પ્રસંગ નિમિત્તભુત થયા તે પણ હૃદયદ્રાવક હતા; કચ્છમાં ભયંકર દુષ્કાળ હતા; એક ડાસા કચ્છમાંથી નીકળી પેાતાના બે પુત્રા સહિત પાલીતાણે ઉદરનિર્વાહ અર્થે આવેલા. ભિક્ષા માંગવાથી ઉદરપૂતિ ન થઈ તેથી પ્રસ્તુત બન્ને બાળકાને મહારાજ શ્રી ચારિત્રવિજયજીને સાંપીને ગદ્ગદ્ કઠે કહ્યુ', કે ‘મહારાજ શ્રી ! મારાં બે બાળકાને સાચવેા અને તેમના જીવનનું રક્ષણ કરો.’ આ સાંભળીને મહારાજજીએ મને બાળકોને પેાતાની પાસે લીધાં અને આવાં અનેક ખાળકા કેળવણીના લાભ લઇ, જીવનસાકતા કરી, સ્વાવલંબનવાળા અને અને જૈનધમ માં સ્થિર થઈ જેનષ્ટિને અજવાળે તે ખાતર, ઑડિંગની સ્થાપના શુભ તે કરી, એ મંગલમુહૂર્ત એવું સલ બન્યું કે, ભવિષ્યમાં તે ખૉર્ડિંગ ગુરુકુલ રૂપે બની ગઈ-પલટાઈ ગઈ. જ્યાં અત્યારે લગભગ દોઢસા વિદ્યાર્થીઓ શારીરિક, માનસિક, ધાર્મિક અને તપામય જીવનની તાલીમ લઈ રહ્યા છે. અને જે સ્થળે લગભગ એક લાખ રૂપિયાનાં ભિન્ન ભિન્ન વિસ્તીર્ણ મકાને ઊભાં થયાં છે. જેમાં પ્રાર્થનામંદિર, ધ્યાનમંદિર, ભેાજનાલય, વિદ્યાર્થીભુવન, સ્કૂલ વિગેરેને સમાવેશ થાય છે, શેઠ જીવણચંદ્ર ધરમચંદ, શેક્કીરચંકેસરીચ, શેઠ લલ્લુભાઈ કરમચંદ અને ગાંધી વ@ભદાસ ત્રિભુવનદાસ વગેરે તેમના સચાલ કે તરફથી ભવિષ્યની ઉન્નતિ માટે વિશેષ પ્રયાસેા ચાલૂ છે. તીરક્ષાના પ્રસંગમાં પણ તેમણે યથાશક્તિ ખારોટના ઝગડા પ્રસંગે ભાગ ભજવી તી ભક્તિ પ્રદશિત કરી હતી. અને એ દ્વારા આત્માના વિકાસક્રમ ( Evolution theory) સાધ્યા હતા. એમના એ શિષ્યા, કે જેઓ પ્રાથમિક અવસ્થામાં ખૉડિંગના વિદ્યાર્થીઓ હતા; તે મુનિજીવનમાં તેમના શિષ્યા શ્રી દનવિજયજી અને શ્રી જ્ઞાનવિજયજી તરીકે થયા. પાછળથી મુનિ ન્યાયવિજયજીના શ્રી દનવિજયજીના શિષ્ય તરીકે ઉમેરા થયા. આ વ`માન વિદ્વાન્ ‘મુનિ-ત્રિપુટી' પેાતાના ગુરુએ ઉછેરેલા જૈન ગુરુકુલ રૂપી કલ્પવૃક્ષને તનમનથી પદ્મવિત રાખવા સતત પ્રયાસ સેવી રહી છે. એમના ગુરુની પ્રતિકૃતિની સ્થાપના દ્વારા ચારિત્રમંદિર અનાવવાની અભિલાષા રાખે છે. પ્રસ્તુત ગુરુકુલની ઉન્નતિનુ અનિશ ચિંતન કર્યા કરે છે. નહિ, પરંતુ તે રચનાત્મક દૃષ્ટિબિન્દુવાળા ( Constructive point of Jain Education International For Personal & Private Use Only એટલું જ view ) ૧૭ www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy