SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપુટીના આ ખુલાસાએ મારી જિજ્ઞાસા વધારી, કવીધ વીર એ શૌય મૂર્તિ સાષુરાજનું જીવન જાણવા મેં આગ્રહ કર્યાં. એ પછીની ત્રથી ચાર રાતે આ જ સાધુપુરુષના જીવનની ચર્ચામાં વીતી. વિદ્વાન મુનિત્રિપુટીએ અંતરની એકેએક વાત પારી સમક્ષ મૂકી. ધનધાર આકાશઢમાં માર્ગ ભૂલ્યા કા વિમાનીને વીજંના એકાદ ઝકારે પણ હં આપે, એમ વમાન સાધુતાથી કઈક સતત મારા હૃદયને એ જીવનચર્ચાએ આનંદ આપ્યા. એ પછી ઘેાડા દિવસની વાત ! વિદ્વાન ત્રિપુટીએ એક દહાડા વાત છેડી : 'તમે ગુરુમહારાજનું જીવનચરિત્ર લખેા તે’? એ જીવન સાંભળ્યા પછી મને એનું ખૂબ આણુ થયું હતું. કેવી સાદી, સીધી, બહાના વગરની કઈં ને ધર્મની વીરતા! · Door die ' ની જીવ ંત પ્રતિમા સમા એ મુનિરાજના જીવનના ઘણાખરા પ્રસંગા મારા મનમાં ધેાળાઈ રહ્યા હતાઃ ખાલ્યજીવનની એ અજબ મસ્તી ! કાઈ ભય નહિ, ક્રાઈ સંશય નહિં, પાછું પગલું નહિ, લીધું તેને કરી જાણવું ! એ ભૂતાવળાના પ્રસંગો, સૂકાપાટમાં વચ્ચે વાવવાના પ્રયત્ના, બધુંય આજના ઠંડા જીવનધબકારને જરુર ઉષ્મા આપે તેવાં છે. અને એ પછીના મુંબઇના પ્લેગને પ્રસંગ ! બીજો કાઈ હાત તા કદાચ ના ન ભણ્ત, પશુ બહાના શાશ્વત, છટક બારીઓના લાભ લેત, પણ એવું કશુંય નહિ ! એકથી સત્તરની સમાન ભાવે સેવા, સહિષ્ણુ હૃદયે તેમના ઉત્તરસંસ્કાર અને છેવટે પાતાને પણ પ્લેગની ગાંઠ નીકળે ત્યાં સુધીતી કવીરતા ચાલૂ જ કઢાય ! સેવાના ઢોલ પીટાતા નથી. એ તે! અંતરાત્મામાં પ્રગટે છે ને ત્યાં જ પમરે છે! એ પછી તે સ્થાનકમાગી સાધુ બને છે, એક દહાડે એમને તેમાં અતા પ્રગટે છે ને એ અસતેષ જાહેર થતાં સંપ્રદાયમાં જબરા ઊહાપેાહ જાગે છે, હજારા ભયની ભૂતાવળા, અપમાના—હાડમારીએ સામે આવી ખડી રહે છે. મુનિજી આ બધા સામે હુસે છે. કશાયને ભય નથી ! એ તેા સાપની કાંચળી જેમ એને ઉતારી ચાલ્યા જાય છે. એવા ઘણાય માનવી નીરખ્યા છે, જેએ માન્યતાફેર છતાં સંપ્રદાયના ડરે એ જ ચાલતા ગાડે ચઢી સફર હાય છે. એ મહાત્માઓને હલૌકિક માનાપમાને ડરાવી રહ્યાં ડાય છે. કરી રહ્યા આ પછીના પણ પ્રસંગેા આખી સોંપૂર્ણ વિવેચના માગી લે! ખારેટા સામેની ભડવીરતા, જલપ્રલયની શૂરવીરતા, ચારિત્રધર્માંની અડગતા અને ગુરુકુલ અંગેની કાર્ય ક્ષમતા ઇતિહાસનાં અનેક પૃષ્ઠો રોકે તેમ છે. ત્યાાદને સમજનાર, એના મને પરખનાર આ મુનિજી મને આજની સાધુતા સામે એક ઉદાહરણરૂપ લાગ્યા. અને એમનું જીવનચિરત્ર લખવાની વૃત્તિ મારામાં જાગૃત થઈ. પણ મારી શક્તિ માટે બહુ વિચારવા જેવું હતું. છતાં મુનિજીની સતત પ્રેરણા, બધી પરિસ્થિતિ સમજાવી મારી કલમને આપેલી છૂટ અને સાંભળેલા એ તેજસ્વી જીવન પ્રત્યેનું આકષ્ણુ; આ ત્રણ વાતાએ મને લેખક અને સંપાદક બનાવીને જ છેડયો. આ એક જીવનચરિત્ર છે, અને હું કંઈ જીવનચરિત્રાના લેખક કે સપાદક નથી. સામાન્ય લેખક કે સંપાદક કરતાં જીવનલેખક પાસે વધુ મહત્તા હેાવી ધરે છે એવી કાઈ મહત્તા મારી પાસે નથી. અંતેવાસી દ્વારા લખાયેલાં જીવનચરત્રા વધુ સંપૂર્ણ મનાય છે. હું તે। અંતેવાસી પણ નથી. અને જીવનના લેખન તથા સંપાદન કા' વખતે તેમના અંતેવાસીઓના પરિચય પણ સાધી રાયા નથી. જીનલેખકે ચરિત્રનાયકના સદ્ગુણાની અત્યુક્તિ કે દુર્ગુણાની અનુક્તિથી દૂર રહેવું જોઇએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy