SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ = = == એ સંતની વિચારણા પ્રશ્ન-આપ નવા જેનો વધારવામાં શું માને છે ? ઉત્તર-પ્રથમ તે જિનોમાં ચાલતા જાતિ પાંતિના ભેદે તોડી ફાડી એક થવું. નવા બનતા જેન કુટુંબને પોતાનામાં દાખલ કરી દેવા જોઈએ. પ્રાચીન જૈન આચાર્યોએ ક્ષત્રિઓને જૈન બનાવ્યા. તે દરેકને તે અરસાના જેનોએ પિતાની સાથે મેળવી દીધા છે. આ દરેક કામો મુનિવર્યોના ઉપદેશને આધીન છે. જેઓ ધારે તે એક સામ્રાજ્ય શાસન બનાવી શકે. પ્રશ્નઃ-અમને પજુસણમાં વખત મળે. ત્યારે તમે કલ્પસૂત્ર જ વંચે એટલે અમને આવું બધું જ્ઞાન કયાંથી મળે ? ઉત્તર–શ્રી કલ્પસૂત્ર એ માંગલિક વાંચન છે. તેમાં આ દરેક વિષયો આવે છે. પણ જલદી જલદી વાંચવાથી ચા શ્રોતાની ત્રુટક હાજરીથી સમજવામાં ન આવી શકે. શ્રી કલ્પસૂત્ર યોગોદ્વહન કરેલ સાધુએ જ વાંચવાનું છે. બીજાઓએ વાંચવું ન જ જોઈએ. અયોગ્ય પુરુષ ગણધર ભગવાનની પાટ પર બેસી એ મહા મંગલકારી સૂત્રને વાંચવા માંડે એ તે સંઘને નુકશાનકારક છે. શ્રમણતા અને ગોદ્વહન એ યોગ્યતાને અભ્યાસ છે. એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા સિવાય જે તે મુનિ, સાધ્વી, યતિ, ગૃહસ્થી કે વેશધારી શ્રી કલ્પસૂત્રને સંભળાવવા માંડે એ આજ્ઞા બાહ્ય છે. તેથી શ્રી કલ્પસૂત્રનું અપમાન થાય છે. સંઘને મંગળ મળતું નથી, બલિક અવિધિ અશાતનાનુ ફળ મળે છે. શ્રી ક૯પસૂત્રના ચોગદ્વાહી મુનિ ન હોય તે પજુસણમાં શ્રાદ્ધવિધિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, મહાવીરચરિત્ર, પ્રશમરતિ કે તત્વાર્થ સૂત્ર આદિ કેઈપણ ગ્રંથ વાંચવા જોઈએ. પ્રશન -અને આ પદવીઓને મોહ જાગ્યો છે તેનું શું ? ઉત્તર-પદવીદાનમાં યોગ્યયોગ્યની પરીક્ષા ન રહેવાથી આપણી છિન્નભિન્ન દશા થઈ છે. યોગદુવહન પૂર્વક આગમ ભણે તેને જ પંન્યાસપદ સમર્પવા ઉચિત છે. હાલને પુરુષ સૂરિપદને યોગ્ય સામર્થ્યવાળ હતો નથી, પરિણામે પદવી નિંદાય છે, તે આચાર્ય પદવી દેવાનું સદંતર લાભકારક નથી, સાવી પ્રશ્ન-ઉપયુક્ત દષ્ટિએ તે સાધ્વીઓ ઘણું કરી શકે. તેઓ ધારે તે નારીશિક્ષણમાં સુંદર સાથ આપી શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy