SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચંદ્રાચાર્યનું રાજકારણ લેખક–શ્રી નાગકુમાર મકાતી, B.A.LL.B વડોદરા, એ સર્વમાન્ય હકીકત છે કે વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધમાં અને તેરમી સદીના પૂર્વાર્ધમાં શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે ગુજરાતના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવેલો છે. ગુજરાત તે વખતે એક વિકાસ પામતું સામ્રાજ્ય હતું, અને ગુજરાતની સીમાઓ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી. સિદ્ધરાજ જયસિંહ ગુજરાતને મહાન બનાવવાનાં સ્વપ્ન સેવતા હતા. તેવામાં તે શ્રી હેમચન્દ્રાચાર્યના પરિચયમાં આવ્યું. કુમુદચંદ્ર અને વાદિદેવસૂરિના વિક્રમ સંવત ૧૧૮૧ માં થયેલા વાદ-પ્રસંગથીજ તે હેમચંદ્રાચાર્યની તેજસ્વી બુદ્ધિનો પ્રશંસક બન્યું હતું. માલવાના વિજય પછી ભોજદેવકૃત “સરસ્વતી કંઠાભરણું વ્યાકરણ જતાં સિદ્ધરાજનું આત્મગૌરવ હણાયું. ગુજરાતની ભલે માલવા ઉપર રાજકીય વિજય થયો, વિદ્વતામાં તે ગુજરાત માલવાથી હારેલું જ છે. આ સંસ્કાર-પરાભાવના કલંકમાંથી બચવા, ગુજરાતની સાહિત્યદરિદ્રતા દૂર કરવા, “સરસ્વતી-કંઠાભરણને ટપી જાય તેવું નવું વ્યાકરણ રચવા, તેણે શ્રી હેમચંદ્રાચાર્યને વિનંતિ કરી. તેમની વિશિષ્ટ શક્તિઓનું પ્રદર્શન અને ગુજરાતના ઘડતરમાં સક્રિય હિસ્સો આપવાનો પ્રારંભ આ પ્રસંગથી થયે. વ્યાકરણ તૈયાર થયે જે બહુમાનપૂર્વક પિતાના ખાસ હાથી ઉપર પધરાવી તેને રાજમહેલમાં લાવવામાં આવ્યું. તે ઉપર શ્રી હેમચંદ્રાચાર્ય વિષે સિદ્ધરાજને કેટલું માન હતું તેની પ્રતિતી થતી હતી. હેમચંદ્રાચાર્યની પ્રતીભાની અસર તળે તે ધીમે ધીમે આવતો જતો હતો. પરંતુ વ્યાકરણની સમાપ્તિ પછી ત્રણચાર વર્ષના ગાળામાં જ વિ. સં. ૧૧૯૯માં તેનું અવસાન થયું અને શ્રી હેમચંદ્રાચાર્યની જામતી જતી અસર થોડો વખત ખળભે પડી. કુમારપાળ ગુજરાતના સિંહાસને આવ્યો અને શરૂઆતનાં થોડાં વર્ષો બાદ ગુજરાત પુનઃ શ્રી હેમચંદ્રાચાર્યની અસર નીચે આવવા લાગ્યું અને વિ. સં. ૧૯૧૬ થી ૧૯૩૦ સુધી તેમના સો એ સો ટકા પ્રભાવ નીચે રહ્યું. હેમચન્દ્રાચાર્યને પિતાનો, રાજા અને રાજ્ય બાબત, વિશિષ્ટ આદર્શ હતો. કુમારપાળની પિતાના પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાને તેમણે તે આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. રાજકારણ ઉપર જબર પ્રભાવ છતાં તેઓ મેલી રાજરમતમાં કદી પડયા નથી. સ્વભાવ, સંગો અને સંયમપૂર્ણ જીવનને લીધે તેમ કરવાની તેમને આવશ્યકતા નહોતી. તેઓ સંસારથી વિરકત અને ત્યાગી હોઈ તેમનામાં અંગત સ્વાર્થને તદન અભાવ હતે. સંયમી જીવનમાં કાવાદાવાને સ્થાન નહોતું. આથી કુમારપાળને તેમનામાં સંપૂર્ણ શ્રદ્ધા હતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy