SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ विषय खंड નવપદે અને તેનું સ્વરૂપ ३२१ અરિહંત પદ ધ્યાતો થકે, દબૃહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. શ્રીમદ્દ ઉ. શ્રીયશોવિજ્યજી, રચિત પૂજાની છેલી ઢાળે છે અને તે નિશ્ચય નયની છે; વ્યવહાર નયથી નવપદજીની આરાધના ક્રિયા રૂપ છે. અને નિશ્ચય નયથી આત્મા પોતે જ “અરિહંત કેમ થઈ શકે? આત્મા પોતે જ પોતાના પુરુષાર્થથી સિદ કેમ થઈ શકે ? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થા વાળ આત્મા કયારે કહેવાય ? સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યગુ ચારિત્ર અને સમ્યગુ તપ ગુણ વાળો આત્મા પિતે જ તે તે ગુણેમાં કેવી રીતે ભળી જાય ? પોતાને વિકાશ કેમ સાધી શકે? એ નિશ્ચય દષ્ટિએ જાણવું અતિ અગત્યનું છે; સર્વ ક્રિયાઓ સાધ્ય મેળવવા માટે જ છે. અશુભ ક્રિયાઓમાંથી હટી જઈ શુભ ક્રિયાઓ કરતાં કરતાં, શુદ્ધ ક્રિયા નિર્જરા રૂપ થવા માંડે છે. અરિહંત ભગવાન પણ પહેલાં આપણુ જેવા બહિરાત્મા હતા. પરંતુ તેમણે આત્મ જાગૃતિ કરી સમ્યગ દર્શનની પ્રાપ્તિ સાથે શુભ સંસ્કારે એકઠા કરી આત્માના અનેક ગુણોને વિકસાવી પુરુષાર્થ પૂર્વક વિશ સ્થાનક કે એમાંના કેઈપણ એક સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું. અને ચાર ઘાતી કર્મોને પ્રચંડ પુરુષાર્થ પૂર્વક અલગ કરી ભાવતીર્થંકરપણું પ્રાપ્ત કર્યું અને પિતાના આત્મરૂપ દ્રવ્યમાં કેવળજ્ઞાન-દર્શનાદિ ગુણે સંપૂર્ણપણે પ્રગટાવ્યા. તે અનુસારે વર્તન કરતાં આપણી અને તેમની વચ્ચે ભેદને વેદ થતાં આપણે પણ અરિહંત રૂપ થઈ શકીએ છીએ. આ રીતે તમામ પદમાં દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ વિચારી નવપદના આરાધનમાં ભાવ પૂર્વક પ્રગતિ કરવા માટે આપણને મળે છે આ અમૂલ્ય માનવ જન્મ; આત્મા પોતે દ્રવ્ય છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ છે આત્માના ગુણે, અને આત્મામાં થતી જુદી, જુદી અવસ્થાએ છે પયય. શ્રદ્ધાબળ, જ્ઞાનબળ, વિશુદાચરણબળ, ઈદ્રિય સંયમબળ, અને વિલાપરના અંકુશનું બળ–આ બળ આત્મા ઉપર જબરજસ્ત અસર કરે છે. અને તેને આત્મા ફેરવે છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના અનેક પ્રકારે–પ રૂપે જે જે સાધન વડે આત્મા પિતાના કાર્યની સફળતા મેળવી શકે તે તે પર્યાયે પોતાના પ્રયોગમાં વાપરી શકે છે. આ રીતે આત્મા દ્રવ્યગુણ પર્યાયના ચિંતન દ્વારા અને નવપદજી તરફની ભકિત રૂપ શુભ પ્રવૃત્તિ દ્વારા પિતાના અનેક ગુણેનો વિકાશ કરે છે. “જ્ઞાનસ્ય ફલં વિરતિ” એટલે વિશુદ્ધ ચારિત્રબળ સંપાદન કરે છે. પુરુષાર્થથી સફળતા મેળવતાં “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે અહી જિનવર હેવે રે એ શ્રીમદ્ આનંદધનજીના વચનાનુસાર સાધક આત્મા નવપદ સાથે શ્રીપાળ મહારાજાની જેમ તન્મયતા સાધી ભવિષ્યમાં નવપદ સાથે આત્માને અભેદ સંબંધ પ્રગટાવે છે. નવપદેમાંના ચાર ગુણપદમાં સભ્ય દર્શનની મૂખ્યતા છે, જ્યાં સુધી તે ગુણનો વિકાસ થયો નથી ત્યાં સુધી આત્મા બહિરાત્મા કહેવાય છે. સમ્યમ્ દર્શનને ગુણ આત્મા જ્યારે શુદ દેવ, ગુરુ, ધમની શ્રદ્ધા પૂર્વક પુરુષાર્થથી અનંતાનુબંધી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy