SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ विषय खण्ड જૈન ધર્મની અતિ વિશાલતા ३१९ મેં કહ્યું : “એવા ત્રણ ગ્રંથે વિદ્યમાન છે, પરંતુ તેમાંના એકનું અવલોકન કરવાનો પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથનું નામ છે વિદ્યાનુવાદ, ચૌદમી સદી સુધીની પ્રચલિત આરાધના અને આજ્ઞાઓ તેમાં સંગ્રહિત થયેલી છે. અને વિશેષ આનંદની વાત તે એ છે કે તેમાં આ વિષયને લગતાં સંખ્યાબંધ ચિત્રો સફાઈથી દરેલાં છે, એટલે વિષય સમજવામાં ઘણી સરલતા પડે છે.' તેમણે કહ્યું : “અમે તે અમાંનું કઈજ જણાતા નથી. પણ એ તે કહે કે વર્ણમાલા અગે જૈન તાંત્રિકે કઈ મહત્વપૂર્ણ રચના કરી છે કે કેમ ?' મેં કહ્યું : “જયાં સરેવર શીતળ જળથી છલછલ ભરેલું હોય ત્યાં ખૂબ પાણીની ખામી રહે ખરી ? શ્રી સમંતભદ્રાચાર્ય મંત્રવ્યાકરણ બનાવ્યું છે, તેમાં ૧૬ સ્વરે અને ૩૩ વ્યંજનની અગાધ શકિતનું વર્ણન કરેલું છે અને તેનાં વાહન વગેરેની પણ પ્રચુર માહિતી આપેલી છે.” તેમણે કહ્યું : “જ્યાં આવી સુંદર રચનાઓ થયેલી હોય ત્યાં મંત્રના બીજકોષ કે નિઘંટુ રચાયા વિના કેમ રહે? જો કે મેં હજી સુધી એવી કોઈ કૃતિનું નામ સાંભળ્યું નથી.’ મેં કહ્યું : “આપની કલ્પના સાચી છે, પરંતુ આપને હજી સુધી એવી કઈ કૃતિનું નામ મળી શકયું નહિ, એ અમારી સાહિત્ય પ્રકાશન અંગેની ઉપેક્ષાનું પરિણામ છે. તે માટે અમને માફ કરે. આપ જે કૃતિનું નામ જણવા ચાહો છો તે છે બ્રહ્મવિદ્યા વિધિ ઉર્ફે મંત્રસાર સમુચ્ચય. તેમાં આપ જૈન તંત્રોમાં વપરાતા તમામ બીજની ઉત્પત્તિ અને તેના પર્યાય વાચક શબ્દ જોઈ શકશે.” અમારે આ વાર્તાલાપ પૂરો થયો, ત્યારે તેમનાં મનમાં જૈન ધર્મની અતિ વિશાળતા ઉતરી ચૂકી હતી અને હું તેમના અભ્યાસ માટે જોઈતી સામગ્રી પૂરી પાડવાનું વચન આપી ચૂકયે હતો. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy