SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આયંબિલતપના એક આલંબનભૂત ૫.પૂ.આ.હિમાશુંસૂરીશ્વરજી મહારાજા ! ૫.પૂ. મુનિ ભાગ્યચન્દ્રવિજયજી મ. જેઓશ્રીનું સંયમજીવન મુખ્યતયા હજારો ઉપવાસ અને આયંબિલતપ સાથે પસાર થયું છે એવા પૂજ્યશ્રી મારા જેવા અનેક બાલજીવો માટે અચલ આલંબનભૂત હતા. જ્યારે જ્યારે વર્ધમાનતપની ઓળીઓ કરવામાં ઢીલો પડે એટલે તરત તેઓશ્રીનું નામ સ્મરણ કરતાં આ દેહમાં એક નવી જ ચેતનાનો પ્રાદુર્ભાવ થાય અને આયંબિલ સહજતાપૂર્વક થવા માંડે ! જેના પ્રભાવે માત્ર ચાર વર્ષના અલ્પકાળમાં ૪૨ ઓળીપર્યંત પહોંચવા પામ્યો છું. કોટીશ : વંદા બે ઉપકારીને! For Private & Personal Use Only નિરસને પણ નીચોવી રસહીન બનાવનાર એટલે જ... “ પૂ. પાઠ આચાર્ય ભગવંત, તપસ્વી સમ્રાટ હિમાંશુસૂરિ મહારાજ સાહેબ'' • प.पू. प्रवर्तिनी सा. वसंत प्रभाश्री જિનાજ્ઞામાં મસ્ત રહી કર્મનો અસ્ત કરનાર તપસ્વીસમ્રાટ પૂ. પાદ સ્વ. આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરિ મ.સા. એટલે નિકટ મોક્ષગામી, મહાવિદેહક્ષેત્રમાંથી ભૂલા પડેલા સત્ત્વશાળી મહાત્મા જ નહીં હોય ને ? સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ તો નહીં જ પણ આયંબિલ જેવા નીરસ ભોજનમાં રહેલા રહ્યા સહ્યા રસને પણ નિર્મૂળથી ઉખેડયા પછી જ ભોજન કરનારા પૂજ્યશ્રી રસનેન્દ્રિયના અજબ વિજેતા હતાં. ! આટલી જૈફ વયે નાદુરસ્ત શરીર, લાંબા આયંબિલોમાં પણ નિર્દોષ ગોચરીચર્યાનું કડકપણે પાલન એ કોઇ હીન સત્ત્વશાળીનું તો ગજુ જ નથી. જેમની તપ-ત્યાગની તરવરતી મૂર્તિ અનેક જીવોના પાપ, તાપ, સંતાપને બાળનારી હતી ! જેમનું વિશુદ્ધ, નિર્દોષ સંયમ જીવન કથીરને પણ કંચન બનાવનારું હતું !! જેમની વાણી અનેક જીવોને વિશ્રાંતિના વડલા સમાન હતી ભગતોની ભીડ, ભક્તિની તેમને પડી જ ન હતી... એકવાર પૂજ્યશ્રી ધંધુકામાં પધાર્યા અમે ત્યાં જ હતા. સવારથી પ્રત્યેક ઘરમાં પૂજ્યશ્રીની આયંબિલની ગોચરી માટે ભાવુકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. ૮:૦૦ વાગ્યા, ૧૦-૦૦ વાગ્યા, ૧૨:૦૦ વાગ્યા. આજે ધંધુકામાં મોટા ભાગના ઘરોમાં મોળી દાળ હતી. કારણ ?? પૂજ્યશ્રી કદાચ આવી ચડે તો આપણને લાભ મળી જાય.... પણ પૂજ્યશ્રી તો અલબેલા અવધૂત હતા. ગોચરી નીકળ્યા જ નહીં. જયારે બધા રાહ જોઇ થાકી ગયા પછી સાંજે ૪:૦૦ વાગે ગોચરી નીકળ્યા અને રહ્યું સહ્યુ વધ્યુ-ઘટ્યું જે મળ્યું તે લાવી વાપરી લીધું જાણે પ્રભુ વીરની વાટ જોઇ બેઠેલા જીરણ શેઠ !! કાગડોળે વાટ જોઇ શ્રાવિકાઓએ પણ ... આવા હતા. મહાસાત્ત્વિક જીવન જીવનારા, તપસ્વીસમ્રાટ, પૂજ્યપાદ હિમાંશુસૂરિ મહારાજા !! “સાગરનાં નીર ગાગરમાં સમાય ના’ એવું જીવન જીવનારા હતા પૂજ્યપાદશ્રી ! ! ! www.nbrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy