SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ અમોઘવચનના વાત દીક્ષા પછી પિતાશ્રીનો સ્વભાવ એકદમ જ બદલાઇ ગયો હવે તેઓ દીક્ષા માટે કોઇ ને પણ રોકતા નથી અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માને છે અને સાથે સાથે મને દીક્ષા માટે અંતરાય કર્યો તે માટે તેમને અનહદ દુઃખ પણ છે પશ્ચાતાપ પણ છે આંખોમાં આંસુ પણ છે. સાહેબ કેવા વચનસિદ્ધ પુરુષ ! કે જેમની વાણી કદીયા નિષ્ફળ ગઇ નથી અરે ! તેમનું અસ્તિત્વ પણ ગજબનું કામ કરે છે. આવા ઉત્તમોત્તમ મહાત્માના હાથે મને ઓઘો મળ્યો ને ચારિત્રજીવનમાં પદાર્પણ થયું તેને હું મારું પરમ સૌભાગ્ય સમજું છું. આજે પણ સાહેબના એ ઉપકારની સ્મૃતિ આંખને ભીની કરી દે છે. સમગ્ર જીવન પર્યંત સંઘની એકતાના સંકલ્પથી આયંબિલ તપ આદરી જે અશક્યપ્રાયઃ સાધનાનો મહાયજ્ઞા માંડચો તે પૂજ્યશ્રીની ચિરવિદાય માત્ર ભકતવર્ગને નહિં પણ સમગ્ર સંઘને સાલે છે. એક પૂરી ન શકાય તેવી ખોટ સંઘ અને શાસનમાં પડી છે. અંતરના અંતરથી પ્રાર્થના કરું છું કે સાહેબ જયાં પણ હોય ત્યાંથી દિવ્યઆર્શીવાદ મારા પર ને સમસ્ત સંઘ પર વરસાવે... ને કોઇ અગમ્ય પરિબળો એવા ઉભા થાય કે જેથી સાહેબની સંઘ એકતાની ભાવના પરિપૂર્ણ થાય. - પ.પૂ. મુનિ દર્શનવિજયજી મ.સા. મારા સંયમગ્રહાણ પૂર્વે ૮-૧૦ દિવસ વાસણાઅમદાવાદ મુકામે સાહેબજીના સાંનિધ્યમાં રહેવાની સોહામણી પળો માણવાનો અવસર સાંપડ્યો હતો. તેવામાં મારી દીક્ષાનું મુહૂર્ત કઢાવવાનો સમય આવ્યો અને પૂજ્યશ્રીએ મહાસુદ ૧૩નું મુહૂર્ત પ્રદાન કર્યું અમે ઘરે ગયા થોડા દિવસમાં બેનના લગ્નપ્રસંગનો દિવસ જોગાનુજોગ દીક્ષા બાદ એક દિવસ છોડી બીજા જ દિવસે આવતો હતો સ્વજનો વિચારમાં પડી ગયા, હું થોડો મુંઝાયો મારી દીક્ષા કેન્સલતો નહીં થાય ને ? અને સાહેબજીને સમાચાર આપ્યા તો સાહેબજીના આશીર્વાદ સાથે જવાબ આવ્યો કે “તું ચિંતા ન કર ! તારી દીક્ષા આપેલા મુહૂર્ત નિર્વિદને પાર પડશે !” આ તરફ સૌ સ્વજનોના મનના વિચારો ફરી ગયા અને બંને પ્રસંગો એક જ દિવસના અંતરમાં થઇ જાય તો સારું જ કહેવાય ને? એવું વિચારી બન્ને પ્રસંગો સમયસર સાચવી લેવાનો નિર્ણય લેવાયો. જેથી દૂરદૂરથી આવેલા સગાસંબંધીઓને પણ એક સાથે બન્ને પ્રસંગોમાં હાજરી આપવાનું સરળ બની ગયું અને મને ભવતારણ ભાગવતી પ્રવ્રજ્યાની પ્રાપ્તિ થઇ ! કોટી કોટી વંદનાતે વચનસિદ્ધ વિભૂતિ ને !!! an ucation international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy