SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ * પૂજ્યશ્રીની ઉંમર ૯૪ વર્ષની, શરીરમાં હવે ઝાઝો કાંઇ કસ હતો નહી.. અમદાવાદમાં પૂજ્યશ્રીની સ્થિરતા અને છેક કયાં પાલીતાણા, ને ગિરનારજી! પણ પૂજ્યશ્રીનો આ દઢ સંકલ્પ હતો કે જીવનનું છેલ્લું ચોમાસુ ગિરનારજીમાં કરવું... પૂજ્યશ્રીનું પ્રચંડ સત્ત્વ એ સ્વપ્નપૂર્તિ માટે માજા મૂકી રહ્યું હતું.... મન ગિરનારજી માટે તલપાપડ હતું. એટલામાં એક દિવસ પોતાની અંતિમ FAVOURITE ની સિદ્ધિ માટે પૂજ્યશ્રીએ કદમ ઉઠાવ્યા..... ઉત્સાહભેર વાણથંભ્યા વિહારો કરી (યાદ રહે, વિહારમાં કેટલીયે તકલીફો આવી હશે... પણ એને ગણકાર્યા વિના) પાલિતાણા દાદાને જુહાર્યા ... ચોમાસું પાલીતાણામાં જ કર્યું... પુનઃ ગિરનારજી તરફ પ્રયાણ માંડ્યા. છેવટે, શ્રી નેમિનાથદાદાની ગોદમાં આવી પહોંચ્યા... કહેવાય છે કે"NO TASK IS TOO SIFF FOR HUMAN WILL" EX H-14014 માનવીને હિમાલય પણ નડતો નથી... રંગે ચંગે સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગિરનાર તળેટીમાં ચોમાસુ થયું..... પાલિતાણા જેવી જ ગિરનારમાં સુંદર તળેટી નિર્માણની જય બોલાવી... અંતે, આંખ સામે ગિરનાર, મનમાં સમાધિ, પ્રભુશ્રી નેમિનાથજીનું ધ્યાન, મુખમાં શ્રી નેમિનાથજીનું તથા અરિહંત” નું રટણ.... શ્રી સંઘની હાજરીમાં પૂજ્યશ્રીના હંસલાએ કોક દિવ્ય ધરાને અજવાળવા પ્રયાણ આદર્યું.! તપસ્વી સુરિરાજના દેદીપ્યમાન અલૌકિક અદ્ભુત સાધનામય જીવનને જોતાં અને સવિશેષ તપોમય જીવનને જોતાં લોકોનાં હૃદય પોકારી ઉઠે છે “ ખરેખર પૂજ્યશ્રી તો તપસાગરને તરી ગયા હોં! ” અને તેથી જ કહેવાય છે...., * *તપ સાગર પેલે પાર, સૂરિ હિaiાંશુ જીવવા સાર' ' પ્રાંતે એક અગત્યની વાત! યોગી તો યોગી જ હોય છે..... સાધનામાં વ્યાપૃત હોય છે... અથાક પરિશ્રમ થકી સિદ્ધિ મેળવે છે.. એમાં, યોગીનું ઉત્તરદાયિત્વ સાચવનાર, યોગીની પડખે સતત રહેનાર, દરેક ક્રિયામાં સહાયક બનનાર ઉત્તરસાધકની સાધના પણ એટલી જ મહત્ત્વની હોય છે.... યોગીની સિદ્ધિમાં ઉત્તરસાધકનો પણ મહત્ત્વનો ફાળો હોય છે. પૂ. તપસ્વી શ્રી હિમાંશુસૂરિ મ.સા. ની યાદ સાથે જ આંખ સામે તરવરે પૂજ્યશ્રીનું ઉત્તરદાયિત્વ સાચવનાર, પૂજ્યશ્રીની જેમ જ આયંબિલને પોતાનો FAVOURITE તપ બનાવીને, સતત એમાં જ રમનારા, પૂજ્યશ્રીની છાયા બનીને રહેનારા, ઉત્તરસાધક, અખંડ વૈયાવચ્ચ કરનારા પૂજ્ય મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ ! | મુનિરાજશ્રીએ પોતાના બીજા તમામ યોગોને ગૌણ કરીને, તમામ પોતાની શકિતને કાર્યરત કરીને... એકમના થઇને પૂજ્યશ્રીની અદ્ભુત સેવા કરી છે. - પૂજ્યશ્રીને પ્રતિક્રમણ કરાવવું, ઉભય ટંક તેઓનું પડિલેહણ કરવું, નિર્દોષ ગોચરીની ગવેષણા પૂર્વક દૂર દૂરથી ગોચરી લાવવી વિહારોમાં ભર બપોરે ૨-૩ વાગે મુકામે પહોંચવું .... ને વળી ૨-૪ કિલોમીટર ગોચરી જવું પડે તો જવાનું વગેરે તે પણ પ્રસન્નવદને !! ... લાવેલી ગોચરી પૂજ્યશ્રીને વપરાવવી, પૂજ્યશ્રીએ વાપરી લીધા બાદ વધ્યું -ઘટયું , ઓછું -વધતું વાપરી જવાનું, .. પૂજ્યશ્રીનું માત્રુ પરઠવવા રાતે ૨-૪ વાર ઉઠવાનું ...વિહારમાં પોતાની અને પૂજ્યશ્રીની ઉપધિ - પાણીનો મોટો લોટ (ઘડો) તથા ૫-૬ પાકીટો ઉપાડવાના (સાંભળવા પ્રમાણે આશરે ૨૦ થી ૨૨ કિલો વજન એ બધાનું થાય)... તદુપરાંત પૂજ્યશ્રીને વિહારમાં હાથનો ટેકો આપવાનો (જેમાં પૂજ્યશ્રી સ્વ શરીરનું સંપૂર્ણ વજન તેમના હાથપર ઢાળી દેતા)... અને અવારનવાર આવતા સંઘના અનેકવિધ કાર્યોમાં મુનિરાજશ્રીનો સહયોગ હોય...છતાંય કયાંય એમનામાં અભિમાનનો છાંટો જોવા મળ્યો નથી.... કે બીજી કોઇ દીનતા વગેરેની છાયા દેખાણી નથી...ઉત્સાહ અને પ્રસન્નતાપૂર્વક અવિરત સેવા કરીને પૂર્વના મુનિની યાદ અપાવનારા મુનિરાજશ્રીની પણ અનુમોદના ખુબ ખુબ કરીએ છીએ... તપસ્વી સૂરિદેવની સુંદર સેવા દ્વારા મુનિરાજશ્રીએ વિપુલ કર્મનિર્જરા કરી છે ને અઢળક પુણ્યાનુબંધી પુણ્યનુ ઉપાર્જન કર્યુ છે... એ બેશક વાત છે ! "NO TASK IS TOO SIFF FOR HUMAN WILL" For Private Per Only Jain Education International www.jainelibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy